Last Update : 26-October-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૬-૧૦-૨૦૧૨, શુક્રવાર
આસો સુદ બારસ
બકરી ઈદ

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૨ મિ. સૂર્યોદય ઃ ૧૮ ક. ૦૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૭ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૩૦ મિ. (સૂ) ૭ ક. ૨૮ મિ. (મું.) ૭ ક. ૨૫ મિ.
જન્મરાશિ ઃ આજે બપોરના ૧ ક. ૩૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વા ભાદ્રપદ સાંજના ૭ ક. ૫૯ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન.
ચંદ્ર - બપોરના ૧ ક. ૩૭ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન હેમંત ૠતુ રા.દિ.કા./૪/
માસ-તિથિ-વાર ઃ આસો સુદ બારસને શુક્રવાર
- પ્રદોષ
- આજે પંચક છે.
- મુસલમાની બકરી ઈદ
- જૈન આયંબીલ તપ.
- ગઢપુર સ્વા.મં.માં શ્રી ગોપીનાથજી મહારાજનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૧૦ રોજ
પારસી શહેનશાહી ૧૩૮૨ ખોરદાદ માસનો ૧૦ રોજ આવાં

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દિવસનો પ્રારંભ સાનુકૂળતા થવાથી આનંદ અનુભવો. પરંતુ જેમ જેમ દિવસ પસાર થાય. કોઈને કોઈ ચંિતા-મુશ્કેલી અનુભવાતી જાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામકાજમાં વ્યસ્ત રહો. બપોર પછી કામમાં આકસ્મિક, સાનુકૂળતા-સફળતા મળી રહે. કામનો ઉકેલ આવે.

 

મિથુન ઃ દેશ-પરદેશની કાર્યવાહીમાં પ્રગતિ જણાય. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય.

 

કર્ક ઃ શારીરિક-માનસિક અસ્વસ્થતાના લીધે કામકાજ કરવાની ઈચ્છા થાય નહીં. વિચારોની દ્વિધામાં વાહન ચલાવવામાં સાવધ રહેવું.

 

સંિહ ઃ કોર્ટ-કચેરીના કામકાજ અંગે, મિલન-મુલાકાત થાય. અગત્યના કામકાજ અંગે ચંિતા-દોડધામ-ખર્ચ અનુભવાય.

 

કન્યા ઃ આપના રૂકાવટ-વિલંબમાં અટવાયેલા કામના ઉકેલ માટે દોડધામ-શ્રમ કરવા પડે, કૌટુંબિક-પારિવારિક ચંિતા જણાય. ખર્ચ થાય.

 

તુલા ઃ નોકરી-ધંધામાં આપની બુદ્ધિ-અનુભવ-આવડતના આધારે પ્રગતિ કરી શકો. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

 

વૃશ્ચિક ઃ આપને હૃદય-મનની વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. અનિચ્છાએ કામ કરી રહ્યા છો તેવું લાગ્યા કરે. માતૃપક્ષની ચંિતા રહ્યા કરે.

 

ધન ઃ યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરીથી આનંદ રહે. પરંતુ દિવસ પસાર થતો જાય તેમ પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે.

 

મકર ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે, સીઝનલ ધંધામાં આવક થાય. બપોર પછી આકસ્મિક બહારગામ જવાનું બને.

 

કુંભ ઃ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના માનસિક પરિતાપમાં ઘટાડો થતો જાય. કામકાજમાં સાનુકૂળતા જણાય.

 

મીન ઃ રાજકીય-સરકારી પ્રશ્ને ચર્ચા-વિચારણામાં ઉતાવળ કરવી નહીં. બપોર બાદ ક્ષણિક રાહત જણાય તેમ છતાં વૈચારિક દ્વિધા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૬-૧૦-૨૦૧૨, શુક્રવાર

વર્ષનો પ્રારંભ આપના માટે પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે. આપની ઉતાવળ-આવેશ-ઉશ્કેરાટ આપની મુશ્કેલીમાં વધારો કરશે. આપે ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધવું. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. નોકરી ધંધામાં અન્યના ભરોસે કોઈ કામ રાખો તો છેલ્લી ઘડીએ આપે દોડવું પડે. પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપને ધીરે ધીરે રાહત-શાંતિ થતી જાય. આપના અટવાયેલા કામમાં સાનુકૂળતા થતાં તેનો ઉકેલ લાવી શકો. પરદેશની કાર્યવાહીમાં પ્રગતિ જણાય. ધંધાકીય નવું કોઈ આયોજન વિચારતા હોવ તો તેમાં પણ પ્રગતિ જણાય. સ્ત્રીવર્ગને વર્ષ મઘ્યમ રહે. વિદ્યાર્થીબંઘુએ આળસ રાખવી નહીં.

 

સુપ્રભાતમ્

જે માણસો બઘું સહન કરનારા, સરળ, પ્રતિજ્ઞાનું યથાર્થ પાલન કરનારા અને પરોપકારી છે તેમની સેવા અને સંગત કરવી જોઈએ.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને લીલી મોટરમાં બેઠા હતા અને ચાર રસ્તે લાલબત્તી હોવાથી ગાડી ઊભી રાખીને રાહ જોતા હતા ત્યાં એક ભિખારી આવીને બોલ્યો, ‘‘સુંદરી, દસની નોટ આપો... હું આંધળો છું...’’
છગન એ સાંભળીને બોલ્યો, ‘‘સાંભળ્યું સુંદરી? આપ આપ દસ નહીં વીસ રૂપિયા આપ... તને સુંદરી કહી છે... એ ખરેખર આંધળો લાગે છે.’’

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved