Last Update : 25-October-2012, Thursday

 

સંઘની છત્રછાયામાં ગડકરી

 

જૂની રમૂજ પ્રમાણે, એક શેઠ એટલા ગરીબ હતા કે તેમનો ડ્રાઇવર પણ ગરીબ, માળી પણ ગરીબ અને ઘરઘાટી પણ ગરીબ હતા. ભાજપપ્રમુખ નીતિન ગડકરીની કંપની એટલા બધા પ્રામાણિક અને ‘ડાઉન ટુ અર્થ’ છે કે તેમના ડ્રાઇવર-પટાવાળા તેમની કંપનીમાં ડાયરેક્ટરના હોદ્દા ધરાવે છે. બસ, એ ગરીબોને પોતાના ડાયરેક્ટરપદા વિશે જાણ નથી એટલું જ.
નીતિન ગડકરી પર ભ્રષ્ટાચારના આરોપ મુકાયા, એ સાથે જ અનેક અટકળોના પતંગ ચગતા થઇ ગયા છે. ગડકરી સંઘ પરિવારના માણસ છે, એ સૌ જાણે છે. ભાજપના પ્રમુખ તરીકેનો તેમનો હોદ્દો પણ સંઘ પરિવારને આભારી છે. સંઘનું ભાજપ પરનું પ્રભુત્વ માનીતું ભલે ન હોય, પણ જૂનું અને જાણીતું તો છે જ. સંઘની ભાજપ પરની પકડ એવી છે કે ડિસેમ્બરમાં ગડકરીની પ્રમુખપદની મુદત પૂરી થાય તે પહેલાં, તેમને પ્રમુખપદે ચાલુ રાખવાનો તખ્તો ગોઠવાઇ ચૂક્યો હતો.
ભાજપના બંધારણ પ્રમાણે એ શક્ય ન હતું. એટલે સંઘની ઇચ્છાથી ભાજપે પોતાના બંધારણમાં ફેરબદલ કરીને ગડકરીની બીજી મુદતનો રસ્તો સાફ કરી આપ્યો હતો. પરંતુ આ વાત ભ્રષ્ટાચારના આરોપો પહેલાંની છે. હવે સંઘ પરિવારના માનીતા નેતા-કમ-ઉદ્યોગપતિ (અથવા તેમના ટીકાકારો કહે છે તેમ, નેતા-કમ-ઉદ્યોગપતિ-જ્યાદા) ગડકરીનું શું થાય છે તે જોવાનું રહે છે.
હજુ સુધી સંઘ પરિવારે ગડકરી પ્રત્યે અભાવ જાહેર કર્યો નથી. દશેરાના સંબોધનમાં ભ્રષ્ટાચારવિરોધની વાતો કરનાર સંઘ પરિવારના વડાને, અંગ્રેજી કહેણી પ્રમાણે, તેમના પોતાના દીવાનખાનામાં ઊભેલો હાથી દેખાતો નથી. કોઇ પણ વિચારધારાબદ્ધ સંગઠનની જેમ સંઘને જોવું હોય એટલું જ દેખાય છે. એટલે તે અરવંિદ કેજરીવાલની ભ્રષ્ટાચારવિરોધી લડતને ટેકો પણ આપી શકે છે અને નીતિન ગડકરીનો બચાવ પણ કરી શકે છે. ભૂતકાળમાં સંઘનો રોષ વેઠી ચૂકેલા અડવાણી ગડકરીના બચાવમાં ઉતર્યા છે. ગડકરીએ કોઇ પણ પ્રકારની તપાસ માટે તૈયારી બતાવતાં, અડવાણીએ તેમને લાગલા જ ‘ક્લીન’ ગણાવી દીધા છે. તેમનો તર્ક છે કે જે માણસ તપાસ માટેની ખુલ્લાશ બતાવે, તે ખરડાયેલો શી રીતે હોય?
પણ સંઘ પરિવાર જેમની ઝુંબેશની તરફેણમાં હોવાનો દાવો કરે છે તે કેજરીવાલ રાબેતા મુજબ ‘બધા ચોર છે’નું સત્ય પુનઃપ્રતિપાદિત કરવાની કોશિશમાં છે. તેમણે ગડકરીના શંકાસ્પદ વ્યવહારો ભણી આંગળી ચીંઘ્યા પછી મહારાષ્ટ્રની એનસીપી-કોંગ્રેસ સરકારને પડકાર ફેંક્યો છે કે તાકાત હોય તો ગડકરી સામે પગલાં લઇ બતાવો. રાજકીય પક્ષોને આ જાતના પડકારોમાં કશો રસ હોતો નથી. અત્યારના સંજોગોમાં કોંગ્રેસ-એનસીપી આવો કોઇ પડકાર ઝીલીને ગડકરીને ખાડામાં ઉતારી દે, એવી શક્યતા નહીંવત્‌ છે. એટલે, ‘આ બધા એકના એક છે’ એવું કેજરીવાલ-કથન સાચું હોય તો પણ ‘પછી શું?’ એવો સવાલ ઊભો રહે છે.
ગડકરીને આરોપીના ંિપંજરામાં ખડા કરવામાં કોને રસ હોય? એ માટેની પણ અનેક કાવતરાંકથાઓ ચાલી રહી છે. ભાજપની ભવ્ય પરંપરા ઘ્યાનમાં રાખતાં, એક શક્યતા એવી છે કે કેજરીવાલ અથવા કોંગ્રેસમાંથી નહીં, પણ ભાજપમાંથી જ કોઇક મોરલો કળા કરી ગયો છે. કારણ કે ભાજપમાં પક્ષપ્રમુખ થવા અને ‘રાષ્ટ્રિય સ્તરે મહત્ત્વની ભૂમિકા અદા કરવા’ ઉત્સુક નેતાઓનો તોટો નથી. તેમાં સંઘ પરિવાર તરફથી વઘુ ત્રણ વર્ષ માટે ગડકરીને લાદવામાં આવે, તે ભાજપી નેતાઓ માટે અકળાવનારું બની શકે છે. શિસ્તના નામે કોઇ જાહેરમાં બોલે કે ન બોલે, પણ અંદરખાને તેનો કચવાટ સમજી શકાય. સાથોસાથ, એ પણ હકીકત છે કે સંઘ પરિવારની સામે પડીને કોઇ ભાજપી નેતાએ કશું ઉકાળી લીઘું નથી. ગુજરાતમાં ભાજપનું પક્ષમાંથી વ્યક્તિમાં રૂપાંતર કરી નાખનાર મુખ્ય મંત્રી પણ ચૂંટણી નજીક આવતાં સંઘના શરણે ગયા છે, તો તેમની સામે પડેલા જૂના જોગી કેશુભાઇ પણ સંઘની સાથે રહીને ભાજપનો પર્યાય બની ગયેલા મોદીની સામે લડવા માગે છે. આ સંજોગોમાં સંઘની પસંદગી સામે લડવાને બદલે, એ પસંદગીને ખરડી નાખવામાં આવે તો સંઘને પોતાનો માણસ પડતો મૂક્યા વિના આરો ન રહે.
યુપીએ સરકારે તેની સામેના ભ્રષ્ટાચારના ગંભીર આરોપ ભૂલાવી દેવા માટે ગડકરી સામે આરોપો ઊભા કર્યા છે, એ બહુ સ્વાભાવિક આરોપ છે. સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રા સામેના આરોપો પછી નીતિન ગડકરીનો વારો ચડતાં, એવું પણ કહેવાયું છે કે આ આરોપોનો હેતુ ભાજપને આક્રમણમાંથી રક્ષણના રસ્તે ચડાવવાનો છે. પરંતુ સચ્ચાઇ એ છે કે કોંગ્રેસી-ભાજપી નેતાઓ સામે જે રીતે ભ્રષ્ટાચારના આરોપોનો વરસાદ થઇ રહ્યો છે, તેની સરખામણીમાં પરિણામલક્ષી તપાસ નહીંવત્‌ પ્રમાણમાં થાય છે. એટલે આરોપબાજી વાચકો-દર્શકોને મનોરંજન પૂરું પાડવાથી વધારે શું સિદ્ધ કરી શકે છે અને જાહેર જીવનની ચર્ચામાં તે કેવો-કેટલો ફરક પાડી શકે છે, એ સવાલ કોઇના ચોખ્ખા હોવા કે ન હોવા કરતાં ઘણો વધારે અગત્યનો છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved