Last Update : 25-October-2012, Thursday

 

બળાત્કાર, ગર્ભપાત, નાની ઉંમરે લગ્ન જેવા દૂષણો
ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવાનો દંભ શિક્ષણના અભાવથી કરૂણ સ્થિતિ

 

- એક તરફ અનેક મહિલાઓ ટોપમાં તો બીજી તરફ અંધારૂ, જાગૃતિની જરૂર

 

ગઈ ૧૧મી ઓક્ટોબરે ઈન્ટરનેશન ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડ પ્રથમવાર વિશ્વભરમાં ઉજવાયો હતો. ભારતમાં પણ તે ઉજવાયો હતો. ભારતમાં આવા ડેની ઉજવણી થાય એટલે નિવેદનો, આઇડયા, બ્લોગ વગેરે લખીને સંતોષ મેળવવામાં આવે છે. આપણે ત્યાં ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડની ઉજવણી એ નર્યો દંભ છે. આપણે ત્યાં સમાજમાં આગળ આવેલી મહિલા પ્રતિભાઓના ગુણગાન ગવાય છે પણ બાકીની મહિલાઓ તેમની જીંદગી સ્થિર રાખવામા ંપણ સક્ષમ નથી હોતી.
આપણી કમનસીબી તો જુઓ, બાળકી જન્મે તેને બોજ માનવામાં આવે છે. હરિયાણામાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં બળાત્કારના ૫૦૦ કેસો નોંધાયા છે. બિહાર જેવા રાજ્યોમાં ૬૦ ટકા જેટલી છોકરીઓ ૧૮ વર્ષ પહેલાં જ લગ્નના માંડવામાં ગોઠવાઈ જાય છે. ગર્ભમાં જ બાળકીને મારી નાખવાની સિસ્ટમ ટાઉન લેવલમાં જોવા મળે છે. એક અંદાજ અનુસાર દેશભરમાં ૧૦ મીલીયન (૧ મીલીયન = ૧૦ લાખ) છોકરીઓને ગર્ભમાં જ પતાવી દેવામાં આવે છે.
આમ છોકરીઓનો ગર્ભ બંધાતા જ તેનો શિકાર થઈ જાય છે. આમ છતાં જો કોઈ બચીને દુનિયામાં પ્રવેશે તો તેને બોજ માનવામાં આવે છે. તે મોટા ગામમાં હોય તો પણ તેના ભાઈ કરતાં ઓછું શિક્ષણ મેળવે છે અને તે પુખ્તવયની થાય ત્યાં સુધીમાં તો તેને પરણાવી દેવાય છે. પરણ્યા બાદ જ્યારે નાની ઉંમરે તે ગર્ભવતી થાય છે ત્યારે તેની જાનનું જોખમ વધી જાય છે. એક અહેવાલ અનુસાર દર વર્ષે ભારતમાં ૬૫,૦૦૦ જેટલી નાની ઉંમરની ગર્ભવતી મહિલાઓના મોત થાય છે. એક મહિને ૫,૨૦૦ જેટલી મહિલાઓ અને રોજની ગણત્રી કરીએ તો ૧૭૦ના મોત થાય છે. રોજના ૧૭૦ મોત !! સુજ્ઞ વાચક વાંચો છો ને !! કેટલાક કિસ્સામાં તો એવું બને છે કે નાની ઉંમરે લગ્ન કરેલ છોકરીના પેટમાં બાળકીનો ગર્ભ હોય છે જે સમય જતાં ટર્મીનેટ થઈ શકે તેમ ના હોય તો બાળકી અને મા બંનેના મોતની રાહ જોવાય છે !!
ઘણીવાર એમ લાગે કે શા માટે મહિલાઓના જન્મના ચિત્રને આમ કરૂણ રીતે ચીતરવું જોઈએ ?! પરંતુ આ હકીકતનો સામનો કરવાની જરૂર છે. પરંત જ્યાં શિક્ષણ છે ત્યાં બાળકી આસાનીથી જન્મે છે, ઉછરે છે અને સમાજ જીવનમાં છવાઈ જાય છે.
આપણા દેશની વસ્તિ એક અબજનો આંકડો પસાર કરી ચૂકી છે, આ સંખ્યા આગળ વધી રહી છે ત્યારે સ્ત્રીઓની દારૂણ સ્થિતિ અંગે પણ વિચાર કરવાનો સમય પાકી ગયો છે. ભારતના સમાજમાં અનેક મહિલાઓ અગ્રેસર છે, રાજકારણમાં તેમને ચોક્કસ બેઠકો આપવામાં આવે છે, કોર્પોરેટ ક્ષેત્રે મહિલાઓનું આયોજન પ્રશંસાને પાત્ર બન્યું છે. પરંતુ પડદા પાછળ કાળા ડીબાંગ અંધારા જેવી સ્થિતિ છે.
જે મહિલાઓ આગળ વધી છે અને સામાજીક પરંપરાઓ અને હઠાગ્રહનો શિકાર નથી બની તેવી મહિલાઓએ પોતાની જાતને લકી સમજવી જોઈએ.
આપણે વારંવાર કહીએ છીએ કે, ભારતના રાષ્ટ્રપતિપદે પ્રતિભા પાટીલ હતા, ઇંદીરાજી વડાપ્રધાન હતા વગેરે... વગેરે... આજની મહિલા પ્રતિભાઓની યાદી તો ઘણી મોટી છે. દેશના પાંચ રાજ્યોમાં તો મહિલા મુખ્ય પ્રધાનો રહી ચૂક્યા છે. હાલમાં પણ મમતા બેનરજી, જયલલિથા, શિલા દિક્ષીત મુખ્ય પ્રધાન તરીકે છે. નાણાકીય ક્ષેત્રે ચંદા કોચર અને નૈનાલાલ કિડવાઈ ઓજસ પાથરી રહ્યા છે તો વર્લ્ડ કલાસ સ્પોર્ટસ ક્ષેત્રે મેરીકોમ, સાઈના નેહવાલ અને સાનિયા મિરઝાએ ભારતનો ડંકો વગાડ્યો છે. આમ રાજકારણ ફાયનાન્સ અને સ્પોર્ટસ તેમજ મનોરંજન ક્ષેત્રે મહિલાઓ છવાઈ ગઈ છે.
મહિલાઓની સફળતાની ગાથા વાંચીને ગૌરવ થાય તે આવકાર્ય છે પણ ગર્ભમાં જ છોકરીઓને મારી નાખવામાં આવે અને બળાત્કારની ઘટનાઓ છાશવારે બને તે બાબતો પ્રત્યે આંખ આડા કાન કરવા જોઈએ.
ખાપ પંચાયતો જેવા સામાજીક દૂષણ છોકરીઓની પ્રગતિ અટકાવી દે છે. હરિયાણાના એક કોંગી નેતા જ્યારે એમ કહે છે કે છોકરીઓ સામે ચાલીને બળાત્કારી પાસે જાય છે ત્યારે આઘાત પણ લાગે છે અને સાથે-સાથે આવા લોકોની વિચારસરણી પણ લોકોની નજરમાં આવે છે.
શા માટે છોકરીઓના જન્મથી સમાજ દૂર ભાગે છે ?! અનેક જવાબો છે. તેમાંનો એક કુળદિપકનો અને વારસો સાચવવા માટેનો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે સમાજમાં આવેલા પરિવર્તનની સાથે વિચારો બદલાતા નથી. આપણે વાતો વૈશ્વિક મંદીની કરીએ છીએ અને ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટથી અબજો રૂપિયાનું રોકાણ મેળવવા પ્રયાસ કરીએ છીએ પરંતુ છોકરીઓના જન્મથી જ સ્થિતિ સુધારવા પ્રયાસો થતા નથી.
ટૂંકમાં આપણે વાતો મોટી કરી છે પણ પાયામાં કોઈ સુધારો થયો નથી.
આપણે ત્યાં દુર્ગા-માની ભક્તિ અને અંબા-માની ભક્તિનો માહોલ પુરો થયે હજુ માંડ ૨૪ કલાક થયા નથી ત્યારે એમ થાય કે આ બાળકીઓની ભક્તિ શા માટે નથી થતી ?! ઈન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડની ઉજવણી આપણે ભલે કરીએ પરંતુ સાથે-સાથે બળાત્કાર, ગર્ભપાત, નાની ઉંમરે લગ્નો જેવા સળગતા મુદ્દાઓ નિવારવા માટે પણ કોઈ આયોજન પણ કરીએ !!
આટલું વાંચ્યા પછી તમને એમ લાગે છે કે આપણે ‘ઈન્ટરનેશનલ ડૅ ઓફ ધ ગર્લ ચાઈલ્ડ’ ઉજવવાનો હક ધરાવીએ છીએ ખરા ?!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved