Last Update : 25-October-2012, Thursday

 
દિલ્હીની વાત
 

ગડકરી મુદ્દે ભાજપ વિભાજિત
નવીદિલ્હી,તા.૨૪
જો નીતિન ગડકરી ભાજપના અધ્યક્ષપદે ચાલુ રહેશે તો ભ્રષ્ટાચારમુદ્દે કોંગ્રેસ સામેની લડાઇમાં પક્ષને ફટકો પડનાર હોવાની છાપ ભાજપમાં વધી રહી છે. આથી ગડકરીને બીજી મુદત માટે ભાજપ પ્રમુખપદે ચાલુ રાખવાના નિર્ણય અંગે ફેરવિચારણા કરવાનો ગણગણાટ સંભળાઇ રહ્યો છે. જો કે આ મુદ્દે પક્ષનો અભિપ્રાય વિભાજિત છે ખાસ તો ગડકરીની વિદાયના સમય બાબત. પક્ષના અમુક અગ્રણીઓને લાગે છે કે ગડકરીએ અડવાણી અને બાંગારૃ લક્ષ્મણ જેવા નેતાઓએ પાડેલા ચીલે ચાલીને તાત્કાલિક પદત્યાગ કરવો જોઇએ. અડવાણીએ હવાલા કૌંભાડમાં એમનું નામ ચમકતાં રાજીનામું આપી દીધું હતું, જયારે લક્ષ્મણે તહેલકાના સ્ટીંગ ઓપરેશનમાં ફસાતા હોદ્દો છોડી દીધો હતો. આ અગ્રણીઓ પક્ષની સંસદીય પાંખની કેવી રીતે ૨૪ કલાકમાં બેઠક બોલાવાઇ હતી અને લક્ષ્મણને હોદ્દો છોડી દેવા જણાવાયું હતું એ પ્રસંગને સંભારે છે.
ગુજરાત, હિમાચલની ચૂંટણી સુધી ફેરફાર નહિ
પક્ષનું બીજું જૂથ જો કે માને છે કે ફેરફાર તાત્કાલિક થવો જોઇએ નહિ. તેઓ ઇચ્છે છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પતતાં સુધી પક્ષ રાહ જુએ. એમને ગુજરાતના જંગની ચિંતા નથી. પરંતુ તેઓ હિમાચલ પ્રદેશની ચૂંટણી વિષે ચિંતીત હોવાનું જણાય છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ માટે કપરોસમય છે. એમને ડર છે કે ભાજપને ક્ષોભજનક પરિસ્તિતિમાં મુકવાની કોંગ્રેસને તક મળશે. જેના પગલે પક્ષના હોદ્દેદારોમાં નિરાશા ફેલાશે.
ગુજરાત કોલનો ઇંતઝાર
સાચુંમાનો, મોટા ભાગના ભાજપ નેતાઓ ગુજરાતમાં આવી રહેલી ચૂંટણીના પ્રચારમાં ભાગ લેવા માટે ગુજરાત તરફથી તેડુ આવે એની રાહ જોઇ રહ્યાં છે. જો કે એમને ખબર છે જ કે મોદીને કોઇની જરૃર નથી. પરંતુ આ નેતાઓને મન આમંત્રણથી એમનું કદ વધશે. આમંત્રણ મેળવનારાઓ ગૌરવ પૂર્વક એ વાત બધાને કહેતા ફરી છે. જેમને એ મળ્યું નથી. તેઓ એ મેળવવા માટે લાગવગનો આસરો લઇ રહ્યાં છે.
રમેશ એટલે વિવાદ
ગ્રામ વિકાસ પ્રધાન જયરામ રામ રમેશને વિરોધાભાસોમાં કુદી પડવામાં મોજ પડતી લાગે છે. થોડા દિવસો અગાઉ દેશને મંદિરો કરતા વધુ જરૃર સંડાસની હોવાનું જણાવી એમણે વિવાદ ખડો કર્યો હતો, પરંતુ એમને ટીકાકારોના હુમલાની ચિંતા નથી. તાજેતરમાં એમણે રાજસ્થાનમાં એક મહિલા મીટીંગમાં સ્ત્રીઓને સંડાસવિહોણા ઘરમાં નહિ પરણવાની હાકલ કરીને બીજો વિવાદ સર્જ્યો છે.
જો કે ધાર્મિક માતા રસ્તો ખોળી લે છે
દેશને મંદિરો કરતા વધુ જરૃરીયાત સંડાસની હોવાનું જણાવતી પોતાની ટિપ્પણી વિષે રમેશ મૌન કેમ પાળી રહ્યા છે? એમના ૯૦ વર્ષના અત્યંત ધાર્મિક બેંગલોરવાસી માતાએ એમની આ ટિપ્પણી બદલ રમેશને ફોન પર ખખડાવ્યા ! હવે તેઓ ભવિષ્યમાં આવી ટિપ્પણી નહિ કરે એવું કહી રહ્યા છે. જોઇએ, ભાવિ શું કહે છે?
રામલીલા જૂનવાણી થતી જાય છે?
આ વેળાની રામલીલીમાં રામાયણની કથાઓ કરાઇ નહોતી. આયોજકોએ એના બદલે ભ્રષ્ટાચાર, એફડીઆઇ, મોંઘી વીજળી, પાણીના બિલ તેમજ ડાયાબીટીસ સામેની લડાઇ વગેરે જેવા જીવંત મુદ્દાઓને અપનાવ્યા છે. દિલ્હીના રામલીલા મહાસંઘે ૧૧૦૦ સ્થળોએ ડાયાબીટીસ વિષે જાગૃતિ ફેલાવતો ૧૦ દિવસનો કાર્યક્રમ યોજ્યો હતો.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved