Last Update : 25-October-2012, Thursday

 

આ કેજરીવાલનું કરવું શું?

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- ભ્રષ્ટાચારીઓને સતાવી રહેલા આ સળગતા સવાલનો સામનો કરવા સૌ ‘અક્રોસ પાર્ટીલાઇન’ ભેગા થયા છે!

 

કેજરીવાલે જે રીતે આપણા ભ્રષ્ટાચારી નેતાઓના ભાંડા ફોડવાના શરૂ કર્યા છે એનાથી બધા નેતાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે!
અમે એવી ભવ્ય કલ્પના કરી રહ્યા છીએ કે બધા નેતાઓ એક જગાએ ભેગા થઇને ‘કેજરીવાલ પ્રોબ્લેમ’ કેવી રીતે સોલ્વ કરવો તેની ચર્ચા કરી રહ્યા છે...’
* * *
સ્થળઃ કોઇ ‘ગુપ્ત’ સ્થળ
પાત્રોઃ તમામ ‘જાહેર’ ચહેરા
(ઓરડામાં આછું આછું અજવાળુ છે. બધા અત્યંત ગુસ્સાભર્યા અવાજે આ ધૂસપૂસ ટોનમાં અંદરોઅંદર એકબીજા આગળ બળાપો કરી રહ્યા છે.)
(ત્યાં એક ત્રાંસા ડાચાવાળા નેતા ઊભા થઇને બધાને શાંત કરે છે)
‘હવે ફાંભળો... આપવીં ફામે એક મોટી ફમફ્‌યા ઊભી થઇ છે..’
‘‘યાર, જ્યારથી એના ડાચા પર થપ્પડ પડી છે ત્યારથી એનો એક હોઠ ખુલતો નથી...’’
‘‘હોઠ ભલે ને ના ખુલે? એના ખાવામાં જરાય ફેર પડ્યો છે?’’
‘‘એક મિનીટ ભાઇ! વચ્ચે ધૂસપૂસ ના કરો, ‘પ્લીઝ, સાંભળો..’
‘‘હાં, તો ફમફ્‌યા ફે કે કેજરીવાલ નામનો આ શખ્સ બેકાબુ ફઇ ગયો છે.’’
‘‘તો પહેલાં જેના કાબૂમાં હતો એને કહો ને?’’
‘‘હા! હવે તમારા પગ તળે રેલો આવ્યો ત્યારે જ કેમ જાગ્યા?’’
‘‘ભાઇઓ ઔર બહનોં! પ્લીઝ! ઇસ હમામ મેં સબ નંગે હૈ!’’
‘‘એક મિનીટ!!’’ એક મહિલાનો અવાજ આવે છે’’ અહીં બહેનો બેઠાં છે! નહાવાની વાત કોણે કાઢી?’’
‘‘હા, આપણે બધા તો નવડાવવાનું કામ કરીએ છીએ!’’
‘‘હિયર હિયર! ક્યા બાત હૈ! હાહાહા’’
‘‘હસો નહિ. આપણે બધાએ ભેગા મળીને આનો ઉપાય શોધવો પડશે.
અક્રોસ ધ પાર્ટી લાઇન... પક્ષ પરંપરામાંથી ઉપર ઊઠી ને... વિચારધારાઓને નેવે મૂકીને... આવો, આપણે સૌ સમગ્ર ભારતના પ્રજાસેવકો સંકલ્પ કરીએ કે..’’
‘‘એય એય! એ ડોસાને કોઇ ચૂપ કરો યાર! એ અચાનક આઝાદીના મોડમાં પહોંચી જાય છે!’’
‘‘સાચી વાત છે. બાકી આપણે પોતાનાં પગારભથ્થાં વધારવા સિવાય કઇ કદી કોઇ વાતે સર્વાનુમત થયા છીએ ખરા?’’
‘‘ખોટી વાત છે! ખાને મેં હમ સબ એક હૈ!’’
‘‘પણ ટોપા, એવું બઘું કહેવાય નહિ’’
‘‘શીશ... શાંતિ રાખો કેજરીવાલના જાસૂસો અહીં પણ હોઇ શકે છે..’’
‘‘અલ્યા ચાંપલો થવાનું રહેવા દે! કેજરીવાલ કોના ખીલા પર કૂદે છે? મારા વિરૂદ્ધના આક્ષેપો વખતે તો તું જ તાળીઓ પાડીને કૂદતો તો!’’
‘‘તો શું કરું? સાલાઓ, બઘું એકલા એકલા ખાઇ જાઓ તો અને શેના ચૂપ રહીએ?’’
‘‘પ્લીઝ પ્લીઝ... શાંતિ રાખો! હમારા યે રુલ હૈ કિ હમ દો કામ કોંગ્રેસ કે કરતે હૈ તો કોંગ્રેસ ભી હમારે દો કામ કરતી હૈ.’’
‘‘મિસ્ટર ગડકરી! તમે જ્યાં ને ત્યાં આવું ભસી મારો છો. એમાં જ આપણે બધા ભરાયા છીએ.’’
‘‘ભસવાનું કામ કોંગ્રેસીઓને સારું ફાવે છે.’’
‘‘ભાજપનું તો મુખ્ય કામ જ ભસવાનું છે. એટલે જ તો તમને વિરોધપક્ષમાં બેસાડયા છે!’’
‘‘પ્લીઝ પ્લીઝ... તમામ કૂતરાઓ શાંતિ રાખો..’’
‘‘એય એય! કુતરા કોને કહે છે?’’
‘‘ભસવાનું નામ તમે પહેલાં લીઘું! પછી જ મારે કૂતરા કહેવું પડયું!’’
‘‘આઇ ઓબ્જેક્ટ! કૂતરા શબ્દ નોન-પાર્લામેન્ટરી છે!’’
‘‘તો આ કંઇ પાર્લામેન્ટ થોડી છે?’’
‘‘પ્લીઝ.. પ્લીઝ.. એટલે જ કહું છું કે જેમ પાર્લામેન્ટમાં આપણા પગાર ભથ્થાની બાબતે આપણે સંપ, સુમેળ, ભાઇચારો અને પરસ્પરની સદ્‌ભાવના બતાડતા આવ્યા છીએ એવું સૌમ્ય પ્રદર્શન આજે અહીં કરવાની જરૂર છે...’’
‘‘સૌમ્ય પ્રદર્શન? કંકોડા સૌમ્ય પ્રદર્શન?! પેલો કેજરીવાલ બધાને ઘેર ઘેર ટોળાં લઇને પહોંચી જાય છે. એને સૌમ્ય થવાનું કહો ને?’’
‘‘અરે યાર... શાંતિ રાખો! એ કેજરીવાલનું શું કરવું એ વિચારવા તો આપણે ભેગા થયા છીએ.’’
‘‘તો વિચારો...’’
‘‘યસ, વિચારો...’’
‘‘રાઇટ, વિચારો...’’
‘‘જુઓ, સૌથી પહોલાં તો આપણે એમ કહો કે આમ ‘બેફામ’ આક્ષેપો કરવાથી કંઇ નહિ વળે. અહીં બેફામ શબ્દ મહત્વનો છે.
કેજરીવાલ બેફામ થઇ રહ્યાં છે! બેફામ... બેફામ... બધા લોકો, બેફામ...’’
‘‘બેફામ... બેફામ... બેફામ...’’
‘‘વાહ! કેટલું સરસ લાગે છે! આટલું તો આપણે બેફામ ભ્રષ્ટાચાર કરતા હોઇએ ત્યારે પણ સાંભળવા નથી મળતું.’’
‘‘ટોપા, ભ્રષ્ટાચાર ચૂપચાપ કરવાનો હોય. ખાલી આક્ષેપો જ બેફામ હોય’’
‘‘રાઇટ, તો મિડીયામાં બધા માત્ર બેફામ બેફામ એવું બોલવાનું રાખજો.’’
‘‘પહેલાં, આ વાત તમારા કપિલ સિબ્બલ, બેનીપ્રસાદ, દિગ્વિજયસંિહ વગેરેને સમજાવો! એ લોકો ઓલરેડી બેફામ બોલી રહ્યા છે.’
‘‘તો તમારા મોદી, નિતીશ અને ગડકરીએ કંઇ ફૂલ વરસાવ્યાં છે અમારા પર?’’
‘‘એક મિનીટ! એક મિનીટ, યાર!! આપણે અહીં કેજરીવાલની ચર્ચા કરવા ભેગા થયા છીએ.
આપણા હિસાબે ખરેખર આ દેશમાં કોઇ ભસતું હોય તો એ જ છે!’’
‘‘હિયર હિયર! હિયર! હિયર!’’
‘‘સહી બોલા, સહી બોલા.’’
‘‘પણ આવું બઘું આપણાથી જાહેરમાં ના બોલાય. નહિતર મિડીયા ફોલી ખાશે.’’
‘‘કેમ કેમ? મિડીયા તો તમારુ પાળેલું ગલુડીયું છે ને! તમે લોકો જ ‘રીવર્સ સ્ટીંગ’ની વાત કરી શકો છો ને!’’
‘‘અરે શાંતિ યાર.. પ્લીઝ શાંતિ...’’
‘‘....’’
‘‘...’’
થોડી વાર સન્નાટો છવાય છે. પછી કોઇ ધીમે અવાજે શરૂ કરે છે.
‘‘પેલું બેફામવાળું સારું છે. આપણે એવું કહેતા રહો કે કેજરીવાલની ટીમે બેફામ ભ્રષ્ટાચાર કર્યો છે.’’
‘ઓ ભઇ! ક્યાં આપણા ૧.૮૬ કરોડ અને ક્યાં એના પાંચ પંદર હજાર?’’
‘‘અરે એ જ તો જોવાનું છે, બોસ! પબ્લિકને આંકડામાં ક્યાં રસ છે? એ તો જોશે કે કેજરીવાલ પણ કંઇ દૂધનો ધોયેલો નથી! એની ટીમના સાથીઓ પણ નાનું મોટું કરી ખાનારા છે...’’
‘‘યસ! ભ્રષ્ટાચારી માણસને ભ્રષ્ટાચાર સામે લડવાનો આ દેશમાં કોઇ હક જ નથી. આપણે બંધારણમાં લખાવી નાંખો..’’ ‘‘હિયર, હિયર! એ માટે તો પાર્લામેન્ટમાં ૧૦૦ ટકા સર્વાનુમતિ થશે!’’
‘‘ના, ના એમ નહિ. નાનો ભ્રષ્ટાચારી કદી મોટા ભ્રષ્ટાચારી આગળ ‘સારો’’ ના લાગે. આપણે મોટા છીએ અને પ્રજાની નજરોમાં ‘મોટાં’ જ રહેવાના!’’
‘‘હિયર... હિયર!!’’
‘‘ક્યાં બાત કહી હૈ! વાહ!!’’
‘‘તો આ સ્ટ્રેટ્રેજી ફાઇનલ છે. ઓકે? આપણે બધા ભેગા મળીને ચારે બાજુથી કેજરીવાલને પીંખી નાંખો. એનો નાનામાં નાનો ગોટાળો શોધી કાઢો.’’
ભાઇ, વીસ રૂપિયાની લાંચ ચાલે? ફોર એક્ઝામ્પલ એ માણસ ટ્રેનમાં જગા મેળવવા માટે કુલીઓ આગળ વ્હીસ વ્હીસ રૂપ્પિયા જેવ્વી માતબર રકમની લ્હાણી કરતો હતો! બોલો!’’
‘‘યાર, આ માણસ બહુ મેલોડ્રામા કરે છે!’’
‘‘તમને આ મેલોડ્રામા લાગે છે? ભઇ, તમારા બેનીપ્રસાદ જ કહે છે કે ૭૧ લાખ તો ચણામમરા છે.’’
‘‘મિસ્ટર, તમે તમારા પાલતુ કુત્તાઓને શું ચણા મમરા ખવડાવો છો? ના! એમને પણ મલાઇવાળી બ્રેડ ફેંકવી પડે છે.’’
‘‘આઇ ઓબ્જેક્ટ! આ બિન-પાર્લામેન્ટરી ભાષા છે!’’
‘‘પણ યાર, આ પાર્લામેન્ટ નથી.’’
‘‘સોરી હું ભૂલી ગયો. પણ આપણે હવે કરવાનું શું? યાર, મિનીમમ બે પાંચ કરોડના આક્ષેપો તો રાખો?’’
‘‘ભાઇ કોંગ્રેસી.... ૬૪ કરોડથી ઓછું તો હવે કૌભાંડ જ ક્યાં ગણાય છે?’’
‘‘એય એય! આ માણસ અમારી પારિવારિક પરંપરા ઉપર આક્ષેપ કરે છે.’’
‘‘પ્લીઝ પ્લીઝ... એક બે પરિવારના પ્રશ્નથી ઉપર ઉઠીને વિચારો... આજે સમગ્ર ‘ભ્રષ્ટ જાત’ પર સંકટ મંડરાઇ રહ્યું છે.’’
‘‘બસ તો! તૂટી પડો! પીંખી નાખો કેજરીવાલને!’’
‘‘હું એને રોજ સત્તાવીસ સવાલો પૂછીશ!’’
‘‘હું ચોપ્પન!’’
‘‘અને હું એકસો ચોપ્પન!!’’
(બધા એકદમ જોશમાં આવી જાય છે. કોઇ નાચવા લાગે છે. કોઇ કૂદવા લાગે છે. કોઇ બધાને ભેટવા લાગે છે. કોઇ બીજાના ગાલ ચૂમવા લાગે છે)
(એટલામાં એક તીણો અવાજ સંભળાય છે.)
‘‘મૈં કહતા હું જી, તુમ સબ લોગ બેવકૂફ હો...’’
(આખા વાતાવરણમાં સન્નાટો છવાઇ જાય છે. કારણ કે આ ઘરડા દેખાતા તીણા અવાજવાળા સજ્જન ભાગ્યે જ કંઇક બોલતા હોય છે. પણ આજે બોલ્યા છે..)
‘‘ક્યા કહા આપને?’’
‘‘મેં કહતા હું જી, તુમ સબ લોગ બેવકૂફ હો. જીતના બોલોગે ઉતના ફંસોગો..’’
‘‘તો કરેં ક્યાં? ચૂપ બૈઠે રહે?’’
‘‘ઔર પાપાજી, ચૂપ બૈઠે રહને સે ક્યાં બચ જાયેંગે?’’
(ઘરડા દેખાતા સજ્જન રહસ્યમય સ્મિત કરે છે, પોતાની સફેદ દાઢી પર હાથ ફેરવે છે, અને જ્ઞાનીની અદાથી સ્મિત ફરકાવતા કહે છે)
‘‘મૈં તો આઠ સાલ સે બચતા આયા હું.. જી!!’’

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved