Last Update : 25-October-2012, Thursday

 

આયોજકો હજુ ૫૦ ટકા ટિકિટો જ વેચી શક્યા છે
ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી

હેમિલ્ટનનું નિરાશાજનક ફોર્મ ઃ વેટલ ફેવરિટ

નોઈડા, તા. ૨૪
આગામી ૨૮ ઓક્ટોબરે અહીંની બુધ્ધ ઈન્ટરનેશનલ ગ્રા પ્રી સર્કિટમાં યોજાનારી ફોર્મ્યુલા કાર રેસિંગને હજુ જોઈએ તેવો પ્રતિસાદ નથી સાંપડયો. ગયા વર્ષે સૌપ્રથમ વખત યોજાયેલ આ ઈવેન્ટ ૮૦૦૦૦ પ્રેક્ષકોએ નિહાળી હતી. આ વખતે હજુ ૫૦ ટકા બુકિંગ જ થયું છે. ગયા વર્ષની તુલનામાં ટિકિટના ભાવ પણ ૩૦ થી ૫૦ ટકા ઓછો હોવા છતાં આવું વલણ જોવા મળતા આયોજકોને આશ્ચર્ય થયું છે. જો કે તેઓ માને છે કે રેસના સમયે ટ્રેક હાઉસફૂલ થઈ જશે. ફોર્મ્યુલા કાર રેસિંગ એસોસિએશને ભારતની આ સર્કિટને નિયમિત તેમના કેલેન્ડરમાં સ્થાન આપવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષની ભારતની આ પ્રથમ રેસમાં વેટલ ચેમ્પિયન બન્યો હતો.
મેકલારેન ટીમના સ્ટાર લુઈસ હેમિલ્ટને કહ્યું હતું કે ગયા વર્ષે ભારતની રેસમાં એક લાખ જેટલા પ્રેક્ષકો જોઈને અમે બધા ભારે રોમાંચિત થયા હતા. આ વખતે પણ એવું જ દ્રશ્ય જોવા મળશે.હેમિલ્ટને કહ્યું કે સ્પેન અને મોન્ટ્રીઆલમાં પણ આવો જ ક્રેઝ જોવા મળે છે. પ્રેક્ષકોથી જ રેસરો રોમાંચિત થઈને વધુ શ્રેષ્ઠ દેખાવ કરવા માટે પ્રેરિત થતા હોય છે. હેમિલ્ટન આવતી સિઝનથી મર્સીડિઝ જોડે જોડાવાનો છે. આ સિઝનમાં હેમિલ્ટન કરતા રેડ બુલ ટીમના વેટલનું ફોર્મ વધુ સારુ છે. રેડ બુલ, ફેરારી અને મેક્લારેન ની ટીમ વચ્ચે નોઈડાના ઈવેન્ટમાં મુકાબલો જામશે.સામાન્ય રસિકો માટે આ વખતે રૃ. ૧૫૦૦ થી ૫૩૦૦ની ટિકિટ રાખવામાં આવી છે. પ્રિમિયમ વીઆઈપી ટિકિટ રૃ. ૧૫૦૦૦થી આગળની રેન્જમાં છે.
ગયા વર્ષે ભારત ખાતેની પ્રથમ રેસ હોઈ વિશેષ રોમાંચ હતો. તેંડુલકરે ફ્લેગ ઓફ આપી હતી. વિશ્વના ટોચના રેસરોને પ્રથમ વખત જોવા મળ્યા હતા. વર્ષ દરમ્યાન રેસિંગ પ્રત્યે દિલચશ્પી ધરાવતા રાષ્ટ્રીય ફેડરેશને કોઈ વિશેષ પ્રયત્ન ન કરતા ચાહકો તે મૂડ જાળવી નથી શક્યા. ભારતમાં રેસિંગ કલ્ચર નથી પેદા થઈ શક્યું તે હકીકત છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved