Last Update : 25-October-2012, Thursday

 
 

આવતીકાલે બીજી સેમિ ફાઇનલમાં રાત્રે ૯.૦૦થી સીડની અને ટાઇટન્સ ટકરાશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

રાત્રે ૯.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે

ડરબન,તા.૨૪
ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦ની સેમિ ફાઇનલમાં આવતીકાલે ભારતની દિલ્હી ડેરડેવિલ્સ ટીમનો મુકાબલો સાઉથ આફ્રિકાની લાયન્સ ટીમ સામે થશે. બેટિંગ અને બોલિંગમાં સ્ટાર પાવર ધરાવતી દિલ્હીની ટીમને જીતવા માટે ફેવરિટ માનવામાં આવે છે. જો કે લાયન્સ ટીમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળશે. જયવર્દનેની કેપ્ટન્સી હેઠળ લીગમાં રમી રહેલી દિલ્હીની ટીમ સેહવાગે ફોર્મ મેળવતા ઉત્સાહિત છે. દિલ્હીની બેટિંગ લાઇનઅપ ઘણી જ મજબુત છે અને તેમની પાસે અસરકારક બોલરો પર છે. આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૯.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. જ્યારે ૨૬મી ઓક્ટોબરે રાત્રે ૯.૦૦ વાગ્યે બીજી સેમિ ફાઇનલમાં સીડની અને ટાઇટન્સ વચ્ચે જંગ જામશે
દિલ્હી ટીમે ગુ્રપમાં ટોચનો ક્રમ મેળવ્યો હતો. જયવર્દનેની કેપ્ટન્સી હેઠળની દિલ્હીની ટીમે બે મેચ જીતી હતી અને તેમની કેટલીક મેચ વરસાદને કારણે શક્ય બની નહતી. જ્યારે લાયન્સની ટીમે તેની ત્રણ મેચ જીતી હતી, જ્યારે એક મેચમાં તેમને પરાજય સહન કરવો પડયો હતો. આઇપીએલની ચાર ટીમોને લીગમાં સીધો પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે તેમાંથી દિલ્હી જ એકમાત્ર ટીમ છે કે જેઓ સેમિ ફાઇનલ સુધી પહોંચી શકી છે.
આવતીકાલનો મુકાબલો દિલ્હીના બેટ્સમેનો અને લાયન્સના બોલરો વચ્ચેનો રહેશે તેમ લાગી રહ્યું છે. દિલ્હી પાસે સેહવાગ, પીટરસન, જયવર્દને, વોર્નર, ટેલર જેવા દિગ્ગજ બેટ્સમેનો છે. ભારતની વર્લ્ડ ચેમ્પિયન અંડર-૧૯ ટીમનો કેપ્ટન ચંદ પણ તેમાં સામેલ છે. વોર્નરને હજુ દિલ્હીના ટીમ મેનેજમેન્ટે મેદાન પર ઉતાર્યો નથી. જો કે આવતીકાલની મહત્વની મેચમાં તેઓ તેને અજમાવી શકે તેમ છે.
ઇરફાન પઠાણ અને મોર્ની મોર્કેલની હાજરીને કારણે દિલ્હીનું બોલિંગ આક્રમણ ચડિયાતુ મનાય છે. લાયન્સની ટીમ પાસે પણ સારા ફાસ્ટ બોલરો છે પણ તેઓ મોર્ની મોર્કેલના સ્તરના નથી.
યુવા ફાસ્ટ બોલર ઊમેશ યાદવ સારો દેખાવ કરી ચુક્યો છે, જ્યારે વેટરન અજીત અગરકરે પણ ટીમને સફળતા અપાવવામાં પાયાની ભુમિકા ભજવી હતી.
બીજી તરફ લાયન્સનો મદાર તેની બોલિંગ પર રહેશે. તેમનો લેફ્ટ આર્મ સ્પિનર ફાંગીસો આ ટુર્નામેન્ટમાં ખળભળાટ મચાવી ચુક્યો છે. તેણે કુલ મળીને આઠ વિકેટ ઝડપી છે અને ચાર મેચમાં તેનો ઇકોનોમી રેટ ૪.૪૩નો રહ્યો છે, જે ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટમાં એ ગ્રેડનો કહેવાય તેવો છે.
આ ઉપરાંત તેમની પાસે પાકિસ્તાનનો ફાસ્ટ બોલર સોહૈલ તનવીર તેમજ ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર નેનીસ છે. નેનીસ અગાઉ દિલ્હી તરફથી રમી ચુક્યો હોવાથી તે હરિફ ટીમના બેટ્સમેનોથી સારી રીતે વાકેફ હશે.
દિલ્હી ઃ જયવર્દને (કેપ્ટન), સેહવાગ, પીટરસન, રોસ ટેલર, વોર્નર, એન્ડ્રે રસેલ, ઇરફાન, મોર્ની મોર્કેલ, યાદવ, અગરકર, ચંદ, નેગી, નમન ઓઝા,સાલ્વી, વેણુ ગોપાલ.
લાયન્સ ઃ એ.પીટરસન (કેપ્ટન),બવુમા, બોદી,ડી બુ્રયન, ડી કોક, મેકેન્ઝી, મત્સીક્વે, મોરીસ,નેનીસ,ઓ'રેલી,ફાંગીસો, પ્રેટોરિયસ,તનવીર, સાયમેસ,ત્સોલેકિલે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved