Last Update : 25-October-2012, Thursday

 
મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ

જેના પ્રત્યાર્પણ પર ભારતીય સુરક્ષા એજન્સીઓ નજર ઠેરવી બેઠી છે તેની માહિતી જુંદાલે આપી

મુંબઈ,તા.૨૪
સાઉદી અરેબિયા સરકાર પોતાની ધરતી પર ગુનેગારોને આશરો ન આપવા માટે મક્કમ હોવાથી જંુદાલ અને મેહમૂદ જેવા ઈન્ડિયન મુઝાહિદ્દીન (આઈ.એમ.)ના ખતરનાક સભ્યોને ભારત પરત મોકલી આપ્યાં હતાં. હવે જુંદાલ જેવા ખતરનાક આતંકવાદીને તૈયાર કરનારા લશ્કર-એ-તોયબાના ખતરનાક આતંકવાદી ઝુલ્ફીકાર ફય્યાઝ કાગઝીની સોંપણી પણ સઉદી સરકાર કરી દેશે એવી આશા ભારતીય સુરક્ષા એજન્સીઓને છે.
૨૬/૧૧ના આતંકવાદી હૂમલાના ચાવીરૃપ આતંકવાદી જુંદાલે સાઉદીમાં પોતાના ગુરૃ કાગઝીની હિલચાલ અને પ્રવૃતિ સંબંધી માહિતી ઓકવાનું શરૃ કર્યું છે. અબુ જુંદાલ મૂળ મહારાષ્ટ્રનો જ છે અને ૨૬/૧૧/૨૦૦૮ના મુંબઈ પરના પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હૂમલા બાદ સાઉદી છટકી ગયો હતો. ત્યાંથી આ વર્ષે જૂન મહિનામાં ભારત લવાયો હતો. જુંદાલના જણાવ્યા મુજબ, કાગઝી જેદ્દાહના એક મદરેસામાં શિક્ષક છે. આ મહિનામાં જ ફસીહ મેહમૂદની સોંપણી સાઉદી સરકારે ભારતને કરી છે અને હવે કાગઝીને ભારત લાવવાના પ્રયત્નો પણ સુરક્ષા એજન્સીઓએ શરૃ કરી દીધાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ડી.એન.એ. ટેસ્ટ મારફતે સાઉદી સત્તાવાળાઓ કાગઝીની ઓળખ પાકાપાયે કરી શકે તે માટે ભારત તરફથી કાગઝીના લોહીના નમૂના સાઉદી મોકલી અપાયાં હતાં.
જુંદાલની પુછપરછ દરમિયાન સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું હતું કે, બનાવટી પાસપોર્ટના આધારે કાગઝી સાઉદીમાં ઘુસ્યો હતો અને પાકિસ્તાનમાં શિક્ષકનો અનુભવ કામે લગાવી તેણે સાઉદીમાં પણ આવું જ કામ મેળવ્યું હતું.
એવા અહેવાલો પણ મળ્યાં હતાં કે, કાગઝીએ લશ્કર-એ-તોયબાના કમાંડર મઝુમ્મીલને પત્ર લખી એવી જાણ કરી હતી કે, હવે હું લશ્કર-એ-તોયબાની મૂળ આતંકવાદી સંસ્થા જમાત-ઉદ-દાયાની પ્રવૃતિમાં સામેલ રહેવા માગતો નથી. આ પત્ર ઐજાજ શેખ ઉર્ફે અબુ સર્જિલે મુઝમ્મીલ સુધી પહોંચાડયો હતો. શેખ પણ મરાઠવાડાનો જ વની છે અને કાગઝીએ જ તેને આ પ્રવૃત્તિમાં જોંતર્યો હતો.
શેખે લશ્કર-એ-તોયબાના ટેલિફોન ઓપરેટર અબુ ઝૈદના પિતાએ શરૃ કરેલાં કોચિંગ ક્લાસમાં ગણિત ભણાવવાનું શરૃ કરી દીધું હતું. ફૈસલાબાદમાં જ તે સમયે કાગઝીએ પણ કોચિંગ ક્લાસ ખોલ્યો હતો. જુંદાલના જણાવ્યા મુજબ, આ કમાણીથી તે સાઉદી સુધી પહોંચી ગયો હતો.
કાગઝી પણ ભારત માટે મહત્ત્વનો આતંકવાદી આરોપી છે. વર્ષ ૨૦૦૬ના ફેબુ્રઆરી-મહિનામાં અમદાવાદમાં થયેલો વિસ્ફોટ, ૨૦૦૬માં જ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી મળેલો શસ્ત્રો-વિસ્ફોટકોનો વિપુલ જથ્થો, ફેબુ્રઆરી ૨૦૧૦માં પુણેની જર્મન બેકરીમાં થયેલો વિસ્ફોટ અને નાશિક પોલીસ એકેડમી પર હૂમલાની યોજના જેવી મહત્ત્વના આતંકવાદી ઘટનાઓના રહસ્યો કાગઝી જાણે છે અને આ પ્રવૃત્તિમાં તેની સંડોવણીના સગડ મળ્યાં છે. હાલમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનના આતકંવાદી તત્ત્વો પકડાયાં તેમની પુછપરછમાં પણ સ્પષ્ટ થયું હતું કે, કાગઝીનું મૂળ કામ લશ્કર-એ-તોયબા નામના પાકિસ્તાનના આતંકવાદી સંગઠન માટે યુવાનોની ભરતી અને તાલીમ આપવાનું છે. પુણેમાં ઓછી તિવ્રતાના વિસ્ફોટ કેસમાં પકડાયેલાં આરોપીઓ અસદ ખાન, ઈમરાન ખાન અને શેખ ઈરફાન લાંગડે પણ વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૦ દરમિયાન સાઉદીમાં કાગઝીને મળ્યાં હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved