Last Update : 25-October-2012, Thursday

 

અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ

કાર્યક્રમો સ્વચ્છ હોવા જોઇએ જોકીઓ સારી ભાષા વાપરે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૪
કેટલાક ખાનગી એફએમ રેડિયો ચેનલો પર વાંધાજનક અને અશ્લીલ કથાવસ્તુઓનો મારો ચાલતો હોવાની બાબતની ગંભીર નોંધ લઇ માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેમને ચેતવણી આપી છે કે તમામ કાર્યક્રમો સ્વચ્છ અને જોકીઓની ભાષા સારી હોવી જોઇએ.
આ ચેનલોએ જારી કરેલી એક સૂચનામાં મંત્રાલયે ઉમેર્યું હતું કે કેટલાક ખાનગી એફએમ રેડિયો ચેનલો પર અશ્લીલ અને વાંધાજનક કથાવસ્તુ અવાર-નવાર પ્રસારિત થતી હોવાની બાબત પ્રકાશમાં આવી છે. કેટલાક રેડિયો જોકી દ્વારા વપરાતી ભાષા પણ અભદ્ર અને અવિચારી હોય છે. તેઓ સામાન્ય રીતે કોઇને ઉતારી પાડવા કે અપમાન કરવા માટેની ભાષા વાપરતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે તેઓ લોકોને ન ગમે તે રીતે વાણીવિલાસ કરતા હોય છે.
મંત્રાલયે ભાર મૂક્યો છે કે રેડિયો ચેનલોને એ શરત પર કાર્યક્રમોના પ્રસારણ કે જોકીઓને બોલવાની મંજૂરી અપાય છે કે કોઇ કથાવસ્તુ, મેસેજ, જાહેરખબર કે સંદેશમાં વાંધાજનક કે અશ્લીલ ભાષા અને શબ્દો ઉપરાંત દેશના કાયદાને વિપરીત કોઇ પણ બાબતનો સમાવેશ હોવો જોઇએ નહિ.
વધુમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે રેડિયો ચેનલો માટે ગ્રાંટ ઑફ પરમિશન એગ્રીમેન્ટ (જીઓપીએ)માં ઠરાવવામાં આવ્યું છે કે તેઓ ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા પ્રોગ્રામિંગ અને એડવર્ટાઇઝિંગ કોડને વળગી રહેશે. જો આમ નહિ કરે તો આચાર સંહિતાના ભંગ બદલ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
માર્ગરેખાઓ હેઠળ રેડિયો ચેનલો મિત્ર દેશોની ટીકા ન કરી શકે, કોઇ ધર્મ પર આકરા પ્રહારો ન કરી શકે, અપમાનજનક કે માનહાનિ થાય તેવા ઉચ્ચારણો ન કરી શકે, હિંસા ભડકે તેવા નિવેદનો ન કરી શકે, કાયદાનું ઉલ્લંઘન થાય તેવી વાતો ન કરી શકે. તેમણે ભારતીય બંધારણનું સન્માન કરવાનું રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved