Last Update : 25-October-2012, Thursday

 
સોશિયલ નેટવર્કિંગ સાઇટ
ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

શેરની નુકસાની પેટે રકમ અલગ ફાળવતા ખોટ નોંધાઇ

ન્યુયોર્ક, તા. ૨૪
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે ત્રીજા કવાર્ટરમાં પણ ૫.૯ કરોડ ડોલરની ચોખ્ખી ખોટ નોંધાવી છે. જો કે ત્રીજા ત્રિમાસિક ગાળા દરમ્યાન કંપનીનું વેચાણ ૩૨ ટકા વધીને ૧.૨૬ અબજ અમેરિકન ડોલર થયું છે, જે બીજા ત્રિમાસ કરતાં ૬.૭ ટકા વધારે છે.
ફેસબુકના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે હિસાબી નિયમો- ધોરણોમાં ફેરફાર થવાને કારણે કંપનીને શેરની નુકસાની ભરપાઈ કરવા એક ચોક્કસ રકમ અલગ કાઢવી પડી છે. જેના કારણે ખોટ નોંધાઈ છે. જો આ રકમને ઉમેરીને ગણતરી કરવામાં આવે તો ૩૧.૧ કરોડ ડોલરનો ચોખ્ખો નફો થાય છે.
કંપનીના સીઈઓ માર્ક ઝુકેરબર્ગ મોબાઇલ વિજ્ઞાાપનની આવક વધારવા વધુ ભાર આપી રહ્યા છે. તેમણે મોબાઈલ પર સોશિયલ નેટવર્ક મારફતે સરળતાથી બિઝનેસ મેળવી શકાય એવા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. ફેસબુક દ્વારા ટેબ્લેટ અને સ્માર્ટ ફોન માટે સાત નવાં એડ ફીચર રજુ કરાયા છે. જેના કારણે મોબાઈલ મારફતે જાહેરાતની આવક ઉલ્લેખનીય રીતે વધી છે.
ન્યુયોર્કના માર્કેટ એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે પરિણામો જાહેર થયા બાદ કંપનીનો શેર ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ ખાતે એક ટકો વધીને ૧૯.૫૦ ડોલરની સપાટીએ બંધ રહેતા અગાઉ ૨૧.૧૪ ડોલર સુધી ઉછળ્યો હતો.
૨૦૧૨ના વર્ષમાં મોબાઈલ એડવર્ટાઈઝીંગમાં ૨.૮ ટકા બજાર હિસ્સો મેળવે તેવી શકયતા છે. ઇ-માર્કેટિયરના મતે મોબાઈલ એડવર્ટાઇઝિંગમાં ગુગલ પ્રથમ નંબરે છે. ૨૦૧૧માં તેનો બજાર હિસ્સો ૫૨ ટકા હતો તે વધીને ૫૫ ટકા થયો છે.
મે મહિનામાં આઇપીઓ લાવ્યા બાદ અત્યાર સુધીમાં ફેસબુકના શેરનો ભાવ ૪૯ ટકા ગગડયો છે. કંપનીએ ૪૦ અબજ ડોલરનો સૌથી મોટો ઇન્ટરનેટ આઇપીઓ કર્યો હતો. આ વર્ષની શરૃઆતમાં ફેસબુકે સ્પોન્સર્ડ સ્ટોરીઝ મોબાઇલ એડ સર્વિસમાં રજૂ કરી હતી. ત્યાર બાદ પ્રમોટેડ પોસ્ટનું ફીચર રજુ કરાયું, જેમાં કંપનીઓ તેમના પ્રશંસકો માટે માર્કેટિંગ મેસેજીસ મુકી શકે છે.
આ ઉપરાંત ફેસબુકે તેના જાહેરાતના ટૂલ્સની અસરકારકતા વધારવાના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત તેણે 'ફેસબુક એક્સચેન્જ' રજુ કર્યું છે. જેમાં કંપનીઓની જાહેરાતનું ટ્રેલર વેલ બ્રાઉઝીંગ હિસ્ટ્રીમાં મુકી શકાય છે. આ ઉપરાંત કંપનીઓ પોતાના ગ્રાહકોનો ડેટા ભેગો કરી તેનો ઉપયોગ કરી શકે એવી સર્વિસ પણ શરૃ કરશે. તેઓ કંપનીના ફેસબુક પરના ગ્રાહકોના નંબરો, ઇમેઇલ એડ્રેસ વગેરે એકત્ર કરીને ફેસબુકના ઉપયોગથી સાચવી શકશે. એનાલિસ્ટોના કહેવા પ્રમાણે રોકાણકારો હાલ આ શેરમાં વેચવાલી કરી નીકળી જવાનું પસંદ કરી રહ્યાં છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved