Last Update : 25-October-2012, Thursday

 

એમેઝોન, માઇક્રોસોફટ અને ગૂગલને હંફાવવા
એપલનું નવું ૭.૯ ઇંચનું આઇપેડ મિનિ મેદાનમાં ઃ કિંમત રૃ. ૧૭ હજાર

નાતાલ સુધીમાં ૫૦ લાખ આઇપેડ મિનિ વેચાશે તેવી એપલની ધારણા

કેલિફોર્નિયા, તા. ૨૪
વૈશ્વિક સ્તરે નાતાલની ઉજવણી ઘણી ધામધુમથી થતી હોય છે ત્યારે તહેવારોમાં હરિફોને ધૂળ ચાટતા કરવા માટે એપલે તેનું ૭.૯ ઇંચની સ્ક્રીનવાળુ નવું આઇપેડ મિનિ રજૂ કર્યું છે. આગામી સપ્તાહે બજારમાં આવનારા આ આઇપેડ મિનિની કિંમત ૩૨૯ ડોલર (અંદાજે રૃ. ૧૭ હજાર) જેટલી હશે. એપલના આ નવા ઉત્પાદનનો 'સસ્તો' ભાવ એમેઝોન, માઇક્રોસોફટ અને ગૂગલ સહિતના તેા મુખ્ય હરિફોને 'ભારે' પડશે તેવું માનવામાં આવે છે.
અમેરિકાના કેલિફોર્નિયા ખાતે યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમમાં એપલના ફિલ્ડ સ્કિલરે જણાવ્યું હતું કે આઆઇપેડ મિનિ એક હાથમાં પકડી શકાય તેવું ટચુકડું છે અને તેની ડિઝાઇન સંપૂર્ણપણે નવી છે. આઇપેડ મિનિ પેન્સિલ જેટલું પાતળું અને પેપર પેડ જેવું હળવું છે. તેમાં એ પાંચ ચીપ, ફેસટાઇમ એચડી, પાંચ મેગાપિકસલ આઇસાઇટ કેમેરા અને વાયરલેસ પ્રણાલીનો સમાવેશ કરાયો છે. તેની બેટરી ૧૦ કલાક સુધી ચાલી શકે છે.
એપલનું નવું નજરાણું એનેઝામના ૧૯૯ ડોલરના કાઇન્ડલ ફાયર અને માઇક્રોસોફટના ૧૦.૬ ઇંચ લંબાઈના સર્ફેસ ટેબલેને ટક્કર આપશે. આ બંને ઉત્પાદનો ચાલુ સપ્તાહે યુકેમાં લોન્ચ થશે જયારે અન્ય એક હરિફ ગૂગલનું નેકસસ-૭ સપ્તાહના અંતે બજારમાં આવશે. એપલના બ્રિટશ ડિઝાઇનર સર જોનાથને જણાવ્યું હતું કે આઇપેડ મિનિનો ઉપયોગ અનકે રીતે થઇ શકશે.
કેલિફોર્નિયા ખાતેના સમારોહમાં એપલના વડા ટિમ ફૂકે જણાવ્યું હતું કે કંપનીએ ૧૦ કરોડથી વધુ આઇપેડ વેચ્યા છે. સમારોહમાં ફિલે ચોથી પેઢીના આઇપેડ પણ રજૂ કર્યા હતાં. તેમાં વધુ ઝડપી પ્રોસેસર છે અને તે ૦૪-જી નેટવર્કને સપોર્ટ કરે છે. એપલની આ નવી જાહેરાતોથી હરિફ કંપનીઓમાં ટેબ્લેટ વોર શરૃ તેવી નિષ્ણાતોએ શકયતા વ્યકત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આઇપેડ મિનિ બજારમાં ઘણું સફળ થાય તેવી શકયતા છે પણ ગૂગલના નેકસસ-૭ કરતાં ૭૦ પાઉન્ડ અને એમેઝોનના કાઇન્ડલ ફાયર કરતાં ૧૧૦ પાન્ડ મોંઘું હોવાથી આ મિનિ આઇપેડ કેટલા પ્રમાણમાં વેચાશે તેની અટકળો પણ ચાલી રહી છે. ગયા વરસે એપલે ટેબ્લેટ બજારમાં સોંપો પાડી દીધો હતો પણ આ વખતે સેમસંગ, ગૂગલ, એમેઝોન અને બૂક સહિતના વિકલ્પો પણ ટક્કર આપશે.
કદની દ્રષ્ટિએ આઇપેડ મિનિટ કંપનીના ઓરીજીનલ આઇપેડ અને આઇફોન પાંચના ચાર ઇંચના ડિસ્પ્લેની વચ્ચેનુ છે. કંપનીને ડિસેમ્બરમાં ૫૦ લાખ આઇપેડ મિનિનું વેચાણ થવાની આશા છે પણ તેની સામે ૯.૭ ઇંચના નવા આઇપેડનું વેચાણ માત્ર ૧૦ લાખ જેટલું જ થવાની પણ ભિતિ છે.
* એપલના આઇપેડ મિનિમાં ૭.૯ ઇંચની સ્ક્રીન છે.
* તે બજારમાં અંદાજે રૃ. ૧૭ હજારની કિંમતે મળશે.
* આઇપેડ મિનિની સીધી ટક્કર એમેઝોન માઇક્રોસોફટ અને ગૂગલના ઉત્પાદનો સાથે છે.
* ડિસેમ્બર સુધીમાં ૫૦ લાખ આઇપેડ મિનિના વેચાણની એપલને આશા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved