Last Update : 25-October-2012, Thursday

 

સુરતના વ્યવસાયીઓનું બે મહિનામાં રૃા.૧૦૦ કરોડનું કાળુ નાણું મળ્યું

મંગળવારના સર્વેમાં જનક બિલ્ડકોનની રૃા.૨.૫૦ કરોડ અને મિલેનીયમ માર્કેટના ટ્રેડરની રૃા.૨.૦૦ કરોડની બેનામી આવક મળી

(પ્રતિનિધિ દ્વારા) સુરત,બુધવાર
સુરત ઈન્કમટેક્સ વિભાગે માત્ર બે જ માસના ગાળામાં રીયલ એસ્ટેટ ઉધોગ સાથે સંકળાયેલા જમીન દલાલ, બિલ્ડર્સ, ડેવલપર્સ , ડાયમંડ પેઢી અને સ્ટોન કવોરીના માલિક વગેરે વિવિધ વ્યવસાયી જુથને ત્યાં હાથ ધરેલા સર્વેમાં રૃા.૧૦૦ કરોડનું કાળુ નાણું શોધી કાઢયું છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દસથી વધુ સર્વે-સર્ચ કરવામાં આવ્યા હતા.
સુરત આયકર વિભાગ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષે સીબીડીટી દ્વારા ફાળવવામાં આવેલા રૃ.૩૨૭૫ કરોડના લક્ષ્યાંકને સિધ્ધ કરવા સામી દિવાળીના તહેવારમાં પહેલા જ ગયા ઓગષ્ટ માસથી વધુ એકવાર સર્ચ-સર્વેની કામગીરી શરૃ કરી દીધી છે. મુખ્યત્વે સુરતના બાંધકામ ઉધોગ સાથે સંકળાયેલા વ્યસાયીઓને ઇન્કમટેક્સ વિભાગ છેલ્લા બે મહિનાથી સતત ધમરોળી રહયું છે.
જેમાં શુભ બિલ્ડર્સ, વૈષ્ણવી ગુ્રપ, નેચરેવેલી ગુ્રપ, માનસરોવર ગુ્રપ, પ્રેસીડન્સી, માર્વેલા, કે-સ્ટાર, નિર્માણ એસોસીએટસ, જનક બિલ્ડકોન ઉપરાંત ડાયમંડ પેઢી વૈશાલી ડાયમંડ અને ટેક્સટાઇલ ટ્રેડર્સને સર્વેના દાયરામાં આવરી લેવાયા હતા. આ વિવિધ વ્યવસાયીઓને ત્યાંથી રૃા.૧૦૦ કરોડની બેનામી આવક ઇન્કમટેક્સ અધિકારીઓએ શોધી કાઢી છે.
છેલ્લે ગઇકાલે ઉધના-મગદલ્લા રોડ સ્થિત જનક બિલ્ડકોન લી.અને રીંગરોડ મિલેનીયમ માર્કેટના વેપારીને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની રેન્જ-૧,૨ની ટીમે કરેલા સર્વેમાં રૃા.૪.૫૦ કરોડની બેનામી આવકની જાહેરાત કરવામાં આવી છે. રોડના કોન્ટ્રાકટના કામ સાથે સંકળાયેલા જનક બિલ્ડકોની રૃા.૨.૫૦ કરોડની બેનામી આવક જાહેર થઇ છે. જ્યારે મિલેનીયમ માર્કેટના ટ્રેડરની રૃા.૨ કરોડની બેનામી આવક શોધી કાઢવામાં આવી છે. બંને પાર્ટીઓને ત્યાં આજે મોડીસાંજે સર્વેની કામગીરી પુર્ણ થયા બાદ બેનામી આવકનો આ આંકડો બહાર આવ્યો હતો.
કોને ત્યાંથી કેટલું કાળું નાણું ઝડપાયું
- શુભ બિલ્ડર્સ રૃ.૧૧.૦૦ કરોડ
- વૈષ્ણવી ગુ્રપની રૃ.૧૧.૦૦ કરોડ
- નેચરવેલી જુથની રૃ.૧૬.૦૦ કરોડ
- માર્વેલા જુથની રૃ.૧૦.૫૦ કરોડ
- માનસરોવર ગુ્રપની રૃ.૦૪.૫૦ કરોડ
- પ્રેસીડેન્સી ગુ્રપની રૃ.૦૧.૨૦ કરોડ
- શિવાલિક હાઈટ્સની રૃ.૦૪.૦૦ કરોડ
- કે-સ્ટાર તથા નિર્માણ એસોસિયેટ્સ લિ રૃ.૧૧.૫૦ કરોડ
- વૈશાલી ડાયમંડ રૃ.૦૧.૯૦ કરોડ
- ધીરજ મેગા સ્ટોર્સ રૃ.૧૪.૦૦ કરોડ
- મહાદેવ સ્ટોન ક્વોરી રૃ.૦૮.૫૦ કરોડ
- જનક બિલ્ડકોન રૃ.૦૨.૫૦ કરોડ
- મિલેનિયમ માર્કેટ ટ્રેડર રૃ.૦૨.૦૦ કરોડ

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved