Last Update : 25-October-2012, Thursday

 

સિરિયા યુદ્ધ વિરામ માટે રાજી ઃ સંયુક્ત રાષ્ટ્રો

 

(એએફપી) દમાસ્કસ, તા. ૨૪
સંયુક્ત રાષ્ટ્ર અને અરબ લીગના સિરિયા માટેના વિશેષ શાંતિ દૂત લખદર બ્રાહિમીએ આજે જણાવ્યું હતું કે સિરિયાના રાષ્ટ્રપતિ અલ-અસદ મુસ્લીમોના તહેવાર ઈદ ઉલ ઝુહા દરમિયાન યુદ્ધ વિરામ પર સહમત થયા છે. એક સપ્તાહ સુધી ચાલનારા મુસ્લીમોના તહેવાર ઈદ ઉલ ઝહા દરમિયાન યુદ્ધ વિરામ સંપૂર્ણ લાગુ પડશે.
સરકારે જણાવ્યું હતું કે, યુદ્ધ વિરામ પર અંતિમ નિર્ણય ગુરૃવારે જાહેર કરાશે. બ્રાહિમીએ જણાવ્યું કે તેમને આશા છે કે શુક્રવારની શરૃ થઈ રહેલા તહેવાર દરમિયાન યુદ્ધ વિરામ પૂરી રીતે લાગુ કરાશે.
મિરિયાએ જણાવ્યું હતું કે, આર્મીના વડાઓ સુલેહની દરખાસ્તનો અભ્યાસ કરી રહ્યાં છે. અત્યારે આ યુદ્ધમાં રોજના ૧૦૦ જણ જીવ ગૂમાવે છે. આથી આખરી નિર્ણય કાલે જાહેર કરાશે. બળવાખોર જૂથ ધ ફ્રી સિરિયન આર્મી (એફએસએ) પ્રમુખ બશર-અલ-અસદને હટાવવાની માગણી કરી રહ્યો છે. તેમણે એવી શરત મુકી છે કે ઈદના તહેવાર નિમિત્તે પહેલા સરકારી દળો ગોળીબાર બંધ કરે. સીરિયાની સરકાર યુદ્ધ વિરામ માટે રાજી થઈ છે. બ્રાહિમીએ જણાવ્યું હતું કે, તેમણે મોટાભાગના વિદ્રોહીઓનો સંપર્ક કર્યો છે અને લગભગ તમામ આ મુદ્દે માની ગયા છે.
આરબ લીગના વડા નાબીલ-અલ-અરાબી સાથે વાતચીત કર્યા બાદ બ્રાહિમીએ આ મુજબ જણાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર અને આરબ લીગના શાંતિદૂતે જણાવ્યું કે સિરિયાની સરકાર યુદ્ધ વિરામ સંબંધે આવતીકાલે સત્તાવાર રીતે જાહેરાત કરશે. દરમિયાન સિરિયાના વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, લશ્કરી અધિકારીઓ ઈદના તહેવાર દરમિયાન યુદ્ધ વિરામની સ્થિતિનો અભ્યાસ કરી રહ્યાં છે. આખરી નિર્ણય ગુરૃવારે જાહેર કરાશે.
એફએસએ દ્વારા જણાવ્યું હતું કે જો લશ્કરી દળો ગોળીબાર અટકાવશે તો તેઓ પણ કોઈ ગોળીબાર નહીં કરે. એફએસએ મિલિટરી કાઉન્સીલના ચીફ જનરલ મેનેજર મુસ્તફા શેખે જણાવ્યું કે, 'સરકારી દળોએ આ અગાઉ ઘણીવાર આપેલું વચન તોડયું છે. આથી અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ યુદ્ધ વિરામનું સંપૂર્ણ પાલન કરે.'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved