Last Update : 25-October-2012, Thursday

 

તૃણમૂલે ટેકો પાછો ખેંચતાં અનિવાર્ય બનેલી
કેન્દ્રીય મંત્રી મંડળની પુનર્રચના રવિવારે યોજાવા શક્યતા

રાહુલના સરકારમાં જોડાવા અંગે અનિશ્ચિતતા તારિક અન્વર, દીપાદાસ મુન્શી ઉમેરાઇ શકે

નવી દિલ્હી, તા. ૨૪
કેન્દ્રીય પ્રધાન મંડળની પુનર્રચનાના ઘડીયાળા મહિનાઓથી વાગતા હતા. આવતા રવિવારે હવે વડાપ્રધાન તેમના પ્રધાન મંડળની નવરચના કરે તેવી શકયતા જણાઇ રહી છે. તેમાં હાલ તો એવી ધારણા બંધાઈ રહી છે કે વર્તમાન પ્રધાનો પાસે જે વધારાના કામોનો હવાલો છે તે નવા પ્રધાનોને સામેલ કરીને તેમને સોંપી દેવામાં આવશે.
રાજકીય પંડીતોનું માનવું છે કે રવિવારે થનારી પ્રધાન મંડળની પુનર્રચનામાં કેટલાક અણ ગમતા ચહેરાઓનું સ્થાન પણ અન્ય પ્રધાનોને સોંપાશે. જેમાં એન.સી.પી.ના સ્થાપક પુર્ણો સંગ્માના પુત્રી અગાથા સંગ્માનું સ્થાન કદાચ હવે એન.સી.પી.ના તારીક સંગ્મા અનવરને સોંપાશે. પૂર્ણો સંગ્માએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. તેમને વિરોધ પક્ષોએ ટેકો આપ્યો હતો પણ શરદ પવાર અને સંગ્મા બંને નેશનલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના સ્થાપક હોવા છતાં એન.સી.પી. સરકારની સાથે હોવાથી શરદ પવારે સંગ્માને ટેકો આપ્યો ન હતો. અને ખસી જવા આગ્રહ કર્યો હતો. જો કે સંગ્માએ ચૂંટણી લડી લેવાની મક્કમતા દાખવીને એન.સી.પી. છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. સંગ્માએ જુલાઇમાં એન.સી.પી.માંથી રાજીનામું આપી દીધું હતું.
તે ઉપરાંત ગત માસે મમતા બેનર્જીએ સરકારમાંથી નીકળી જવાનો નિર્ણય કરતા તૃણમુલના પ્રધાનોએ રાજીનામા ધરી દીધા હતા. તેમના સ્થાને હવે બંગાળ કોંગ્રેસમાંથી ત્રણ કે ચાર સાંસદોને પ્રધાન મંડળમાં સ્થાન આપવામાં આવશે. જેથી બંગાળનું યોગ્ય પ્રતિનિધિત્વ જળવાઇ રહે. મમતા બેનર્જીના પક્ષના કેન્દ્રમાં છ પ્રધાનો હતા. તેમાં જેના નામ હવામાં ઘુમી રહ્યા છે તેમા કોંગ્રેસના જ પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રિયરંજનદાસ મુન્શીના પત્નિ દિપા દાસ મુન્શીનું નામ પણ બોલાય છે. પ્રિયરંજન દાસ મુન્શી કેટલાક વર્ષો પૂર્વે પેરેલીટીક સ્ટ્રોકનો ભોગ બન્યા હતા. તે ઉપરાંત વિલાસરાવ દેશમુખનું ગત ઓગસ્ટમાં અવસાન થતા તેમની ખાલી પડેલી જગ્યા પર મહારાષ્ટ્રના જ કોઇ કોંગ્રેસી નેતાને મુકવામાં આવે તેવી શકયતા છે.
સરકારના સાથી પક્ષ તામિલનાડુના ડી.એમ.કે. ને ફાળવાયેલા પ્રધાનપદો પૈકી એ. રાજા તેમજ દયાનિધિ મારનની બેઠકો તેમના પર ૨જી સ્પેકટ્રમ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપો, બાદમાં રાજીનામાને પગલે ખાલી પડેલી છે. જો કે પક્ષના વડા કરૃણાનિધિએ તાજેતરમાં એવો મત વ્યકત કર્યો હતો કે તેમના પક્ષને હવે ગુમાવેલી બેઠકો પર દાવો કરવામાં રસ નથી.
જો કે સરકારે હજી આ સપ્તાહાંતે પ્રધાન મંડળની પૂનર્રચના કરવાની જાહેરાત કરવાની બાકી છે પણ પાટનગરમાં તેનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે. ગત સપ્તાહે વડા પ્રધાન મનમોહન સિંહ તેમજ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે બેઠકો યોજી હતી. રાહુલ ગાંધી પણ રાષ્ટ્રપતિને મળ્યા હતા. રાહુલ ગાંધીના શીરે પણ મહત્વની જવાબદારી નાંખવામાં આવે તેવી શકયતા જણાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved