Last Update : 25-October-2012, Thursday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
(૧) પાંચ વર્ષના સંતાનની જુબાનીના આધારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટે કાનપુરના આરકેએસ મલ્હોત્રા નામના ચાર્ટડ એકાઉન્ટન્ટને જનમટીપની સજા ફરમાવી છે. એપ્રિલ, ૧૯૮૯માં અભિનવ નામનો આ છોકરો પન્ના જિલ્લાના ભૈરવ ઘાટી જંગલમાં એક ટ્રક ડ્રાઇવરને ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસમ થકે અભિનવે જણાવ્યું હતું કે તેની ૩૦ વર્ષીય માતા સુષ્મા અને ત્રણ વર્ષના નાના ભાઈ શશાંકને તેના પિતાએ મારી નાખ્યાં હતાં. સુષ્મા સાથે લગ્ન કર્યા વગર રહેતા મલ્હોત્રા પાસેથી સુષ્માએ સંપત્તિમાં હિસ્સો માંગતા તેણે સુષ્મા અને શશાંકને પતાવી દીધા હતા પરંતુ અભિનવ બચીને ભાગી નીકળ્યો હતો.
(૨) દુનિયાભરમાં 'વેલેન્ટાઇન્સ ડે' ભલે ૧૪મી ફેબુ્રઆરીએ ઉજવાતો હોય પરંતુ કોલકાતાવાસીઓ માટે તો દુર્ગા પૂજાના પાંચ દિવસો જ વેલેન્ટાઇન્સ ડે બની રહે છે. ઢોલના તાલ હોય કે પછી વાતાવરણમાં રેલાતી ધૂપસળીની સુવાસ હોય, હવામાં પ્રેમ પ્રસરી રહે છે અને પૂજા મંડળો પ્રેમીયુગલોના મિલનનું સ્થાન બની રહે છે. દુર્ગા માતાની નજર હેઠળ જ કેટલાંય યુવક-યુવતીઓ પ્રેમનો એકરાર કરે છે અને જન્મોજન્મ સાથ નિભાવવાના કોલ આપે છે. દુર્ગાપૂજા મહોત્સવ દરમિયાન પ્રેમમાં પડીને પરણી ગયેલાં કેટલાંય યુગલો આ વાતની સાક્ષી આપે છે.
(૩) દેશભરમાં દશેરા નિમિત્તે રામલીલાનું આયોજન થાય છે અને રાવણ દહનના કાર્યક્રમો યોજાય છે ત્યારે નોઇડાના બિસખ નામના ગામના લોકો કયારેય રામલીલા કે રાવણ દહન યોજતા નથી. ગ્રામજનોનું કહેવું છે કે અહીંયા જયારે પણ રામલીલાનું આયોજન થયું છે ત્યારે કોઇ દુર્ઘટના અચૂક ઘટી છે. અહીંયાના લોકોમાં કિવિંદતી છે કે રાવણનો જન્મ અહીંયા થયો હતો. માન્યતા અનુસાર અહીંયાના શિવ મંદિરમાં રાવણે ભગવાન શિવની તપસ્યા કરી હતી અને મંદોદરી સાથે લગ્ન કર્યા બાદ રાવણ પોતાના પરિવાર સાથે લંકા જતો રહ્યો હતો.
(૪) જો તમે રોજ બ્રશ ન કરતા હો તો ચેતી જજો ! પાણીપતની એક પત્નીએ એના પતિને એટલા માટે છોડી દીધો કે એ રોજ બ્રશ નહોતો કરતો ! પહેલા તો આ મહિલાએ સમજાવટથી કામ લીધું પણ એના પતિદેવની કુટેવમાં કોઈ સુધારો ન થતા છેવટે તેણે આ પગલું ભર્યું. આખરે સ્થાનિક લોકની સમજાવટથી હાલ તો આ મામલો ઉકેલાયો છે અને પતિએ રોજ બ્રશ કરવાની ખાતરી આપતા પત્ની ઘરે પાછી ફરી છે.
(૫) છેલ્લાં થોડા સમયથી માધ્યમોમાંથી અદ્રશ્ય બનેલા તમિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિતા પાછા ચિત્રમાં આવ્યાં છે. જયલલિતાએ તમિલનાડુની વીજળીની સમસ્યા હલ કરવા વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખ્યો છે. તમિલનાડુમાં આશરે ૪૦૦૦ મેગાવોટ વીજળીની ખાધ છે અને એના કારણે ચેન્નાઈમાં રોજિંદા બે કલાકની વીજ કપાત કરવી પડે છે. વીજ સમસ્યા હલ કરવા સરકાર પાસે એક ઉપાય છે. કુદનકુલમ અણુ ઉર્જા મથકને કાર્યરત કરવાનો પણ મથકની સલામતીના પ્રશ્નોને લઇને એ પ્રોજેકટ પણ ખોરંભે પડયો છે.

 

આંતરરાષ્ટ્રીય
(૧) કૂંગફુ લિજેન્ડ બુ્રસ લીનું હોંગકોંગનું નિવાસસ્થાન મ્યુઝિયમમાં ફેરવવાની યોજના પડી ભાંગતા તેનું વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે. હોંગકોંગ સત્તાવાળાઓએ બુ્રસલીના ઘરને મ્યુઝિયમમાં ફેરવવાની યોજનામાં ખાસ સહકાર ન આપતા ઘરની માલિકી ધરાવતા યુ પેન્ગલિન નામના શખ્શે આ મકાન ૧૮૦ મિલિયન હોંગકોંગે ડોલર (આશરે સવાસો કરોડ રૃપિયા)માં વેચી નાખવાનો નિર્ણય લીધો છે.
(૨) 'ગન્ગનમ સ્ટાઇલ'થી કરોડોના દિલમાં વસી ચૂકેલા દક્ષિણ કોરિયાના ગાયક સાયની યુ.એન.ના વડા બાન કૂ મૂનને પણ ઈર્ષ્યા આવે છે. દક્ષિણ કોરિયાના ગાયક સાય અને ઓસ્ટ્રિયન જાંબાઝ ફેલિકસ બોમગાર્ટનરને મળ્યા બાદ બાન કી મૂને આવું જણાવ્યું હતું. બાન કી મૂને કટાક્ષ કર્યો હતો કે યુ.એન.માં દુનિયાભરની સમસ્યાઓ સાથે લમણાઝીંક કર્યા બાદ હળવા થવા અમારે પણ આવો ડાન્સ કરવો જોઈએ.
(૩) પશ્ચિમ મ્યાનમારમાં થઇ રહેલી મુસ્લિમો અને બૌદ્ધોની હિંસક અથડામણો રાખાઇન રાજ્યના કયાઉકફયૂ અને મ્ઇબોન જિલ્લાઓમાં પ્રસરી છે. ગત જૂન મહિનામાં એક બૌદ્ધ મહિલા પર ત્રણ મુસ્લિમોના કથિત બળાત્કાર અને હત્યાના બનાવ બાદ આ અથડામમો ફાટી નીકળી છે. હિંસામાં અત્યાર સુધી ત્રણ વ્યકિતઓના મોત નીપજયા છે અને એક હજાર કરતાં ય વધુ મકાનો સળગાવવામાં આવ્યાં છે.
(૪) બ્રાઝિલના રિઓ ડી જાનેરોમાં એક સ્મશાનયાત્રામાં અચાનક ચીસાચીસ થઈ ગઈ ! મહિલાઓ તો બેભાન થઇ ગઈ ! જે વ્યકિતને મૃત માનીને દફનાવવા નીકળ્યાં હતાં એ સાક્ષાત્ સદેહે પ્રગટ થઈ ! માન્યામાં ન આવે તેવા આ કિસ્સામાં ૪૧ વર્ષીય ગિલ્બર્ટો અરૃજો નામનો શખ્સ ખુદ પોતાની દફનવિધિમાં હાજર થઇ ગયો ! આબેહૂબ તેના જેવા જ દેખાતા એક શખ્શના મૃતદેહને તેના કુટુંબીજનો દફનાવવા જઈ રહ્યાં હતાં ત્યારે ગિલ્બર્ટોને એની જાણ થતાં એ પહોંચી ગયો અને પોતે જીવતો હોવાનું જાહેર કર્યું.
(૫) અમેરિકાના સાન ડિયેગોની એક વ્હેલ માણસોના અવાજની નકલ કરી શકતી હોવાનું એક વિજ્ઞાાન સામાયિકમાં જણાવાયું છે. અહીંયાના નેશનલ મરિન મેમલ ફાઉન્ડેશનના કર્મચારીઓના ધ્યાનમાં એ વાત આવી કે વ્હેલ અને ડોલ્ફીનના કન્ટેનરમાંથી વાતચીત થઇ રહી હોય તેવા અવાજો આવે છે. ત્યાર બાદ આ બેલૂગા વ્હેલના અવાજો વર્ષો સુધી રેકર્ડ કરાયા બાદ સંશોધકો એ તારણ પર આવ્યા કે આ વ્હેલ મનુષ્યની ભાષામાં વાત કરી શકતી હતી. ડોલ્ફિન કે પોપટ તાલીમ આપ્યા બાદ મનુષ્યના અવાજની નકલ કરી શકે છે પરંતુ કોઇ તાલીમ વિના આપમેળે જ મનુષ્યની ભાષા શીખી ગયેલી આ વ્હેલનો દાખલો વિરલ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved