Last Update : 25-October-2012, Thursday

 

બે મોઢાની વાતો ઃ ભ્રષ્ટાચારને હટાવો, ભ્રષ્ટાચારીને નહીં
ગડકરી અંગે સંઘનું મૌન ઃ ભ્રષ્ટાચારની આલોચના

અડવાણી, સુષમા અને જેટલી ગડકરીના બચાવમાં ઃ સિંચાઇ કૌભાંડ કે પૂર્તિ કંપનીના ગોટાળા અંગે ચૂપકીદી ઃ ગડકરીની પ્રશંસા

(પી.ટી.આઈ.) નાગપુર, તા. ૨૪
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આજે વિજયાદશમીના ઉત્સવ ઉપક્રમે રેલી સંબોધતા ભ્રષ્ટાચારની કડક આલોચના કરી હતી પરંતુ આ રેલીમાં હાજર એવા ભાજપ પ્રમુખ નીતીન ગડકરીના તાજેતરમાં બહાર આવેલા કથિત ભ્રષ્ટાચારના મામલે મૌન સેવ્યું હતું. ગડકરીના સિંચાઇ કૌભાંડ અંગેનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે, સંઘ તરત જ બચાવમાં કૂદી પડયો હતો. આમ, પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે સંઘની બે મોઢાની વાતો છે - ભ્રષ્ટાચારને હટાવો, ભ્રષ્ટાચારીઓને નહીં.
આજે ભાજપના વરિષ્ઠ નેતાઓ - અડવાણી, સુષમા સ્વરાજ અને અરુણ જેટલી પણ ગડકરીના બચાવમાં આગળ આવ્યા હતા. અડવાણીએ તો ઉલટું ગડકરીની પ્રશંસા પણ કરી હતી. ગડકરી ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે તપાસ માટે તૈયાર હોવાથી અડવાણીએ તેમના વખાણ કર્યા હતા તો સુષમા અને જેટલીએ પણ કહ્યું હતું કે જયાં સુધી તપાસમાં પુરવાર ન થાય ત્યાં સુધી આરોપો સ્વીકારી લેવા યોગ્ય નથી. જોકે સિંચાઇ કૌભાંડ હોય કે પૂતિ કંપની અંગેના પ્રશ્નોના જવાબ આપવા કોઇ નેતા તૈયાર નથી.
અયોધ્યાની વિવાદાસ્પદ જમીન પર લઘુમતી સમુદાય માટે કોઈ પણ બાંધકામ કરવાનો વિરોધ કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જણાવ્યું હતું કે આ જમીન પર રામ મંદિર બને તેટલું ઝડપથી બનાવી શકાય તે માટે સંઘે કાયદો લાવવાનું કેન્દ્ર સરકારને કહ્યું છે. કાશ્મીર મુદ્દે સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે પાકિસ્તાનના તાબા હેઠળના ભાગને મુક્ત કરી દેવાવો જોઈએ.
વિજયા દશમીના તહેવાર નિમિત્તે નાગપુર ખાતે મળેલા સંમેલનમાં ભાગવતે કહ્યું હતું કે લઘુમતી સમુદાય માટેનું કોઈ પણ બાંધકામ અયોધ્યાના 'સાંસ્કૃતિક સીમાડાઓ'ની બહાર થવું જોઈએ. રામ જન્મભૂમિની બાજુમાં મુસ્લિમો માટેનું વિશાળ બાંધકામ કરવા માટે જમીન મેળવવાની તજવીજ ચાલી રહી છે. રાજ્ય સરકાર જમીન મેળવશે અને કેન્દ્ર સરકાર બાંધકામ માટે નાણા આપશે.
રામજન્મભૂમિનો મુદ્દો અદાલતમાં હોવાથી આવો કોઈ પ્રસ્તાવ મુકવો એ દેશના કરોડો હિંદુઓની લાગણી સાથે રમત કરવા બરાબર છે. દેશમાં વર્ષોથી સળગી રહેલા કાશ્મીર વિવાદ અંગે ભાગવતે કહ્યું હતું કે પાકિસ્તાન હસ્તકના વિસ્તારને મુક્ત કરાવવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ, લેહ, લદાખ અને કાશ્મીર ખીણમાં વહિવટી અને વિકાસને લગતા મુદ્દાઓમાં ભેદભાવ રખાય છે. ભેદભાવ બંધ કરીને આ વિસ્તારોને દેશના અન્ય વિસ્તારોની જેમ જ ગણવા જોઈએ. સત્તા ભૂખ્યા રાજકીય પક્ષો રાજ્યો અને કેન્દ્રમાં શાસન કરે છે અને તેઓ દેશના હિતને સતત અવગણી રહ્યા છે.
ભાગલાના સમયે જમ્મુ-કાશ્મીરમાં શરણ લેનારાઓને નાગરિકત્વ આપવાની પણ તેમણે તરફેણ કરી હતી. દરમિયાન તેમણે કહ્યું હતું કે સંઘે ચારિત્ર્ય ઘડતરના તેના મહત્વના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે અને પ્રણાલી બદલવાની જરૃરીયાત અંગે લોકોને જાગૃત કરવા જોઈએ. સંઘના વડાએ વધુમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારનો હજુ અંત આવ્યો નથી. ભ્રષ્ટ લોકોને સજા અપાવવા અને કાળુ નાણુ પાછુ લાવવા માટે અનેક નાના-મોટા આંદોલનો થાય છે.
ગાંધીજીએ 'યંગ ઈન્ડિયા'ની ૧૯૨૨ની આવૃત્તિમાં રજૂ કરેલા 'સાત પાપ' અંગે ભાગવતે જણાવ્યું હતું કે આપણે તમામ જવાબદારી રાજકારણ, સરકાર અને વહિવટીતંત્ર પર ઢોળી દઈને દોષમુક્ત થઈ શકીએ નહીં. આ પાપોમાં મૂલ્યો વગરના રાજકારણ, મહેનત વગરની સંપત્તી, ચારિત્ર્ય વગરના જ્ઞાાન, નૈતિકતા વગરના વાણિજ્ય, માનવતા વગરના વિજ્ઞાાન, ભાવ વગરની ભક્તિ અને સભાનતા વગરના આનંદનો સમાવેશ થાય છે.
દરમિયાનમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પક્ષ પ્રમુખ નિતીન ગડકરીના કોઈપણ તપાસનો સામનો કરવાના વક્તવ્યની પ્રશંસા કરી હતી. ગડકરીની કંપની પર બનાવટી નામોથી ફંડ મેળવી કાળા નાણાં ધોળા કર્યાના આક્ષેપો છે. અડવાણીએ જણાવ્યું હતું કે ભાજપમાં ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી. ભાજપે અન્ય પક્ષોથી અલગ બનવું જ પડશે. આક્ષેપોના પ્રકાર કે કદની ચર્ચામાં પડયા વિના વ્યકિતએ પોતાની સ્વચ્છતા સિદ્ધ કરવી પડશે.
ભાજપના વડા નિતીન ગડકરીના બચાવમાં હવે લોકસભા વિપક્ષના નેતા અને ભાજપના નેતા સુષ્મા સ્વરાજ પણ જોડાઈ ગયા છે. તેમણે ગડકરી વિરૃદ્ધ કરવામાં આવેલા આરોપોની તપાસ કર્યા વીના સ્વિકારી લેવા યોગ્ય નથી તેમ જણાવ્યું હતું.
સુષ્મા સ્વરાજે સ્પષ્ટતા કરી હતી કે ભાજપના સભ્યોને ગડકરીમાં પુરેપુરો વિશ્વાસ છે અને તેઓ ગડકરીની પડખેજ ઉભા છે. ગડકરી વિરૃદ્ધ તેમના વ્યવસાયમાં કરવામાં આવેલી ગરબડ સંદર્ભે મીડિયામાં આક્ષેપો થતા સુષ્માએ ટ્વીટર પર લખ્યું હતું કે આરોપોની આ ઋતુમાં કેટલાક આક્ષેપો અમારા પક્ષના વડા પર પણ થયા છે. જોકે ગડકરીએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેમાં કોઈ જ ગોટાળો નથી અને તેમણે જાતે જ તપાસ માંગી છે. તેમની સામે થયેલા આરોપોની તપાસ કર્યા વીના આક્ષેપો કરવા કે સ્વિકારવા તે ખોટું છે.
ગડકરી પરના ભ્રષ્ટાચારના આક્ષેપો ભાજપની આંતરિક બાબત ઃ ભાગવત
આ આક્ષેપો માત્ર માધ્યમોમાં છે ઃ મનમોહન વૈદ્ય

(પીટીઆઈ) નાગપુર, તા. ૨૪
વિજયાદશમી નિમિત્તે નાગપુર ખાતે યોજાયેલા વાર્ષિક સમ્મેલનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ ચાલક (વડા) મોહન ભાગવતે ભાજપના પ્રમુખ નિતિન ગડકરી પરના ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે કોઈ પણ ટીપ્પણી કરવાનું શીફતપૂર્વક ટાળ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગડકરીનો મુદ્દો ભાજપની આંતરિક બાબત છે.
પત્રકારો સાથે વાત કરતાં ભાગવતે જણાવ્યું હતું કે તેમણે તેમના વક્તવ્યમાં ભ્રષ્ટાચારના મુદ્દાને ઉલ્લેખ કર્યો હતો અને વધુ જાણવાની ઈચ્છા ધરાવતા લોકો સંઘના પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યને મળી શકે છે. વૈદ્યે કહ્યું હતું કે ગડકરી પરના ભ્રષ્ટાચારના આક્ષેપો માત્ર માધ્યમોમાં છે. સમારોહમાં ગડકરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ તેમણે પત્રકારો સાથે વાત કરવાનું ટાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગડકરીની પુર્તી પાવર એન્ડ સુગર લી.ને મળતા ભંડોળ અંગે માધ્યમોએ સવાલો ઉભા કર્યા છે. માધ્યમોનો દાવો છે કે ગડકરી ૧૯૯૫થી ૧૯૯૯ દરમિયાન મહારાષ્ટ્રના જાહેર બાંધકામ પ્રધાન હતા તે સમયે અનેક કોન્ટ્રાક્ટ મેળવી ચુકેલી બાંધકામ જૂથ આઈડીયલ રોડ બિલ્ડર્સ જૂથે ગડકરીની આ કંપનીને મોટી રકમનું ભંડોળ અને લોન આપી હતી.

પૂર્તિ કંપનીમાં ડ્રાઇવર બાદ હવે જ્યોતિષી ડાયરેકટર
નવી દિલ્હી, તા. ૨૪
ભાજપના પ્રમુખ નિતિન ગડકરીના પુર્તિ જૂથની કંપનીઓ અંગે નવી નવી વિગતો સપાટી પર આવતી જાય છે. પુર્તિમાં ડ્રાઇવર અને એકાઉન્ટન્ટ બાદ હવે ડાયરેકટર તરીકે જ્યોતિષિનું નામ આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અશ્વમિ સેલ્સ એન્ડ માર્કેટિંગ લી. પુર્તિમાં ઈક્વિટી ધરાવે છે પણ આ અશ્વમિનું તો અસ્તિત્વ જ નથી. આ કંપનીના ડાયરેકટરોમાં હનુમંત પ્રસાદ શર્માનો પણ સમાવેશ થાય છે.
શર્માના પત્નીએ જણાવ્યું હતું કે તેમના પતિ એક જ્યોતિષિ છે. તેઓ રાજસ્થાનમાં રહે છે અને તેમણે આવી કોઇ કંપનીનું નામ ક્યારેય સાંભળ્યું નથી. અશ્વમિ એ જ કંપની છે જેમાં ગડકરીનો ડ્રાઇવર ડાયરેકટર હતો. હનુમંત પ્રસાદ ઘરે બેઠા માત્ર જ્યોતિષનું કામ કરતાં હોવાની સ્પષ્ટતા પણ તેમની પત્નીએ કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved