Last Update : 25-October-2012, Thursday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨૪ ઓક્ટોબરથી મંગળવાર ૩૦ ઓક્ટોબર સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ ફળકથન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ. લ. ઇ.) ઃ King of Cups - ધ હાઇપ્રિસ્ટ સિંહાસન પર બિરાજમાન શાંત મુખમુદ્રામાં ધર્મગુરુનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમે કોઈ ધાર્મિક કાર્ય અંગે નિર્ણય લઈ શકવાનું સૂચવી જાય છે તમને જે ધર્મમાં શ્રદ્ધા હશે તેવી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું બનશે. સંતાનોની કારકિર્દી અંગે નોંધપાત્ર નિર્ણય લેવાશે. તા. ૨૪, ૨૫, ૨૯, ૩૦ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Eight of Coins - ધ વર્લ્ડ દુનિયાના નકશાનું દર્શાવવામાં આવેલું ચિત્ર વિદેશ જવા કાર્યવાહી કરી રહેલાઓને સરળતા રહેવાનું સૂચવી જાય છે. વીસા બાબત અવરોધ સર્જાયો હોય તેઓને યોગ્ય ઉકેલ પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે મનગમતું સ્થાન પરિવર્તન થઈ શકશે. તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ Princess of swords - જજમેન્ટ પ્રાર્થના કરી રહેલ સ્ત્રી- પુરુષને અદ્રશ્ય રીતે ઇશ્વરરૃપ વ્યક્તિના થઈ રહેલા દર્શનનું દર્શાવવામાં આવેલું ચિત્ર ઇશ્વરમાં તમારી શ્રદ્ધા વધે તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. તમારો આત્મવિશ્વાસ વધવા પામશે. સંતાનોનો સહકાર મેળવી શકશો. તા. ૨૭, ૨૮, ૨૯, ૩૦ શુભ.

 

કર્ક (ડ. હ.) ઃ The Wheel of fortune - સ્ટ્રેન્થ સિંહની કેશવાળી પકડીને ઉભેલી હિંમતવાન સ્ત્રી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમને ખોટા સાહસથી દૂર રહેવા સૂચવી જાય છે. વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક ના નીવડે તે અંગે ધ્યાન આપવું જીવનસાથીના આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા ઉભી થશે. તા. ૨૯, ૩૦, શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ The Fool - ધ લવર્સ સુંદર વૃક્ષ પાસે સ્ત્રી-પુરુષ વ્યક્તિના મિલનનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા પ્રિય પાત્ર સાથે મુલાકાત થવાનું સૂચવી જાય છે. તમારા પ્રિય પાત્ર સાથે બૌદ્ધિક મતભેદો સર્જાઈ શકે. ભાગીદારી સંબંધિત બાબતો સાથે સંકળાયેલી વ્યક્તિઓને નવા નિર્ણયો લેવાના આવશે તા. ૨૪, ૨૫ શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ Seven of Cups - ધ સન ઘોડેસવારી કરી રહેલી વ્યક્તિના માથા પાછળ પૂર્ણ પ્રકાશમાન સૂર્યનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમને યશ મેળવવાનું સૂચવી જાય છે. હાથ પર લીધેલા કામોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. નવા કાર્યો કરવા માટે લાભદાયક સમય ચાલી રહેલો છે. તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮ શુભ.

 

તુલા (ર. ત.) ઃ Eight of Cups - ધ શેરીઓટ બે ઘોડાવાળા રથને હંકારી આગળ વધી રહેલા સારથીનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા માન-સન્માનમાં વધારો થઈ શકવાનું સૂચવી જાય છે. નવા કાર્યોની શરુઆત કરી શકશો. તમારા એકાદ મહત્ત્વના કાર્યમાં અણધારી સફળતા પ્રાપ્ત થશે. વડિલ વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. તા. ૨૭, ૨૮, ૨૯, ૩૦ શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ Eight of Wands - ધ હેંગમેન ફાંસીના માચડે ઉંધા માથે લટકાવાયેલી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા એકાદ કાર્યમાં અણધારી નિષ્ફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે અથવા તમે શરુ કરેલા કોઈ કાર્યને અધૂરું મૂકવું પડશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે નવું સાહસ કરી રહ્યા હો તો ઉતાવળા ન બનવું હિતાવહ જણાવી શકાય. તા. ૨૯, ૩૦ શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ Three of wands - ડેથ. માનવ શરીરનું હાડપિંજરવાળું દર્શાવવામાં આવેલું ચિત્ર સ્વ-આરોગ્યની કાળજી રાખવા સૂચવી જાય છે. સ્વાસ્થ્ય સંબંધી કોઈ નાની-મોટી મુશ્કેલી આવી શકે અને કુટુંબમાં કોઈ વડિલ વ્યક્તિના આરોગ્ય અંગેનો પ્રશ્ન- ચિંતા ઉદ્ભવી શકે. સ્વજનો સાથે મતભેદ ન ઉદ્ભવે તે માટે કાળજી રાખવી. તા. ૨૪, ૨૫ શુભ.

 

મકર (ખ. જ.) ઃ Queen of wands - ધ મેજીસીયન એક ટેબલ પર જાદુના સાધનો ગોઠવી હાથમાં લાકડી સાથે ઉભેલા જાદુગરનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારી આવડત હોંશિયારીને બતાવી શકો તેવો પ્રસંગ બનવાનુ સૂચવી જાય છે. કોઈ બાબતમાં ગાફેલ રહેશો તો નુકસાન ઉભું થશે. કૌટુંબિક સમસ્યાઓમાં મતભેદ સર્જાઈ શકે. વાણી પર સંયમ જાળવવો હિતાવહ જણાવી શકાય. તા. ૨૬, ૨૭, ૨૮ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Ten of cups - ધ હેરમીટ એક વૃદ્ધ અશક્ત વ્યક્તિને અંધારામાં ફાનસ લઈને તેના અજવાળે ચાલી રહેલી દર્શાવવામાં આવેલું ચિત્ર તમારી સમસ્યાનો ઉકેલ સ્વપ્રયત્નો દ્વારા લાવવાનો રહેશે તથા આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા ન સર્જાય તે માટે કાળજી રાખવા સૂચવી જાય છે. ભાગ્ય પરિવર્તનની તેની દ્રષ્ટિએ વર્તમાન સમય તમારા માટે નોંધપાત્ર પુરવાર થશે તા. ૨૪, ૨૫, ૨૯, ૩૦ શુભ.

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ Ace of Coins - જસ્ટીસ આંખે પાટા બાંધી એક હાથમાં ત્રાજવાની જોડી ખડકીને શાહી પોશાકમાં ઉભેલી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા કોર્ટ- કચેરી સંબંધિત જો કોઈ કાર્યો હોય તો તે અગત્યના બનાવાનું સૂચવી જાય છે. તમારા ખાસ મિત્રો સાથેના સંબંધોમાં પરિવર્તન જોવા મળશે. એકાદ હૃદયસ્પર્શી ઘટના ઘટનાથી તમારું નવું પરિવર્તન ઉભું થઈ શકે તા. ૨૬, ૨૭, ૨૮ શુભ.

 

બિહારના મુખ્યમંત્રી નીતિનશકુમારનો ગ્રહોની દ્રષ્ટિએ વર્તમાન સમય

 

જયપ્રકાશ નારાયણ ચળવળમાં ૧૯૭૪થી ૧૯૭૭ દરમ્યાન સક્રિય બનનાર હાલમાં જનતા દળ (યુ)ના નેતા તથા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનો જન્મ ૧ માર્ચ ૧૯૫૧ના રોજ થયલો છે જેમની લોકપ્રિયતામાં બિહારમાં જ ઓટ આવી રહી છે તથા રાજ્યમાં કાઢેલી અધિકારયાત્રા સામે ઠેર ઠેર કાળા વાવટા ફરકાવાયા હતા જેનો કોન્ટ્રેક્ટ સિસ્ટમ હેઠળ નોકરી કરતા અઢી લાખ જેટલા શિક્ષકોએ વિરોધ કર્યો હતો અને આગામી લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન બિહારની ૪૦ બેઠકોનુ શું પરિણામ આવે તે પછી કેન્દ્ર સરકાર સાથેનું વર્ચસ્વ કેટલું ટકાવી શકશે તે અંગે જ્યોતિષની દ્રષ્ટિએ તેઓની મિથુન લગ્નની જન્મકુંડળીનો અભ્યાસ કરતા જણાવી શકાય કે કર્મેશ ગુરુ સૂર્ય- બુધ તથા રાહુ સાથે કુંભ રાશિમાં ભાગ્ય સ્થાનમાં રહેલો છે. જેમાં રાહુ- ગુરૃના ૨૬ અંશ તથા ૨૪ અંશના અંશાત્મક સંબંધો તેમજ ૧૪ નવેમ્બર ૨૦૧૨થી શરુ થઈ રહેલી રાહુ મહાદશા મધ્યે રાહુમાં રાહુ તેમજ ગુરૃની પ્રત્યન્તર્દશાઓ તેમના માટે કસોટીરૃપ પુરવાર થશે તેઓની પ્રતિષ્ઠા ટકાવી રાખવા માટે પુરુષાર્થની અને પોતાની વિચારસરણીમાં બાંધછોડ કરવાની રહેશે. ગોચરમાં ભાગ્યેશ શનિ પોતાની ઉચ્ચની તુલા રાશિમાં પાંચમા સ્થાને પસાર થાય છે જેના પર કર્મસ્થાને રહેલા મંગળની આઠમી દ્રષ્ટિ રહેલી હોવાથી ભાગ્ય હાનિના તેમજ પરિવર્તનના સંજોગો ઉદ્ભવેલા છે. ગોચરમાં વૃશ્ચિકના ચંદ્ર સાથે રાહુનું ગોચરના ગુરૃની પ્રતિયુતિમાં થઈ રહેલું ભ્રમણ ૨૩ ડિસેમ્બર ૨૦૧૨ સુધી નુકસાનકારક નીવડશે હાલમાં તેઓને ઓગસ્ટ ૨૦૧૩ સુધી કસોટીમાંથી પસાર થવાનું આવશે જે તેમની રાજકીય કારકિર્દીમાં નવો વળાંક આપી જશે.

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અશ્લીલ ભાષા વાપરતી એફએમ ચેનલો સામે સરકારની લાલ આંખ
સુપ્રીમના ચુકાદા પછી હાઈકોર્ટ રીવ્યુ પીટીશન સ્વિકારી શકે?

કિંગફિશરના સ્ટાફે ચાર મહિનાના પગાર માટે કાલ સુધીની મુદ્દત આપી

મારો ગુરૃ કાગઝી સાઉદીના જેદ્દારના મદરેસામાં શિક્ષક છે ઃ જુંદાલ
દેવનાર કતલખાનામાં ૭૭ લાખનાં હંગામી શેડ અંગે શિવસેના-ભાજપ સામસામા

ફેસબુકના વેચાણમાં ૩૨ ટકાનો વધારો થવા છતાં ૫.૯ કરોડ ડોલરની ખોટ

કોસ્ટા રિકામાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
પોપ છ બીન યુરોપિય કાર્ડિનલની નિમણુંક કરશે
ચેમ્પિયન્સ લીગ ઃ આજે દિલ્હી અને લાયન્સ વચ્ચે સેમિ ફાઇનલ

ગંભીરની બડાઇઃઓપનર તરીકે તો હું અને સેહવાગ શ્રેષ્ઠ છીએ

ભારતમાં ફોર્મ્યુલા કાર રેસિંગમાં ગયા વર્ષ જેટલો રોમાંચ નથી
યુવરાજ ઈંગ્લેન્ડ સામેની ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચમાં રમશે
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરના ડ્રગ કૌભાંડમાં બોર્ડે ભીનુ સંકેલી લીધું હોવાની શંકા

૮૮ ટકા હોમ મેડ પોર્નોગ્રાફી વિડિયો ઇન્ટરનેટ પર મૂકાય છે !

એન્ડ્રોઈડ આધારિત એપ્લિકેશનોમાં અંગત માહિતી લીક થવાનો ભય
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved