Last Update : 25-October-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૫-૧૦-૨૦૧૨, ગુરૂવાર
પાશાંકુશા એકાદશી

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૦૮ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૩૦ મિ. (સૂ) ૭ ક. ૨૭ મિ. (મું) ૭ ક. ૨૫ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શતભિષા સાંજના ૬ ક. ૩૯ મિ. સુધી પછી પુર્વાભાદ્રપદ
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ. હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-કુંભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન હેમંત ૠતુ રા.દિ.કા./૩/
માસ-તિથિ-વાર ઃ આસો સુદ અગિયારસને શનિવાર.
- પાશાંકુશા એકાદશી, ભરત મિલાપ.
- આજે પંચક છે.
- વિષ્ટી ૭.૨૭ થી ૧૯.૩૯ સુધી.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ જીલ્હેજ માસનો ૯ રોજ
પારસી શહેનશાહી ૧૩૮૨ ખોરદાદ માસનો ૯ રોજ આદર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં રહો. કૌટુંબિક-સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય.

 

વૃષભ ઃ અનિચ્છા છતાં દિવસ દરમ્યાન આપે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. સહકાર્યકરવર્ગ-ઉપરીવર્ગ સાથ આપવાના પ્રયાસ કરે.

 

મિથુન ઃ ધર્મકાર્ય-શુભકાર્ય નિમિત્તે મિલન-મુલાકાત થાય, ખર્ચ થાય. પરદેશની કાર્યવાહીમાં સાનુકૂળતા રહે. આનંદ રહે.

 

કર્ક ઃ આપ હરો-ફરો પરંતુ માનસિક પરિતાપ-વ્યગ્રતા અનુભવાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપની ચંિતા વધે, ખર્ચમાં વધારો થાય.

 

સંિહ ઃ રાજકીય-સરકારી કામકાજ અંગે જાહેર-સંસ્થાકીય કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં ઉતાવળ ના કરવી. ગળામાં-ખભામાં દર્દ-પીડા અનુભવાય.

 

કન્યા ઃ સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર આપના ગ્રાહકને તોડવાના પ્રયાસ કરે. નાણાંકીય લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવી પડે.

 

તુલા ઃ પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચંિતા-દ્વિધા, અનુભવાય. જાહેર-સંસ્થાકીય કામકાજમાં વાણીની સંયમતા રાખીને ધૈર્યથી કામ લેવું.

 

વૃશ્ચિક ઃ યાત્રા-પ્રવાસમાં આપે સાવધાની રાખવી. અજાણી વ્યક્તિનો ભરોસો કરી મુશ્કેલીમાં ના મુકાવ તેની તકેદારી રાખવી. ખર્ચ-ખરીદી થાય.

 

ધન ઃ ધંધાકીય કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય. મિલન-મુલાકાતમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય.

 

મકર ઃ આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. સ્વજન-સ્નેહીની મુલાકાતથી હૃદય-મન પ્રસન્નતા અનુભવો. હર્ષ-લાભ થાય.

 

કુંભ ઃ વ્યક્તિગત કોઈ ચંિતા-મૂંઝવણના લીધે વૈચારિક દ્વિધામાં અટવાઈ પડો. મહત્ત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ના કરવી.

 

મીન ઃ આપના રૂકાવટ-વિલંબમાં અટવાયેલાં કામમાં પ્રગતિ જણાય. આકસ્મિક જ આવી પડેલી સાનુકૂળતાને લીધે રાહત રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૫-૧૦-૨૦૧૨, ગુરૂવાર

 

વર્ષ દરમિયાન આપ કોઈને કોઈ મુશ્કેલીમાં અટવાયા કરો. નોકરી-ધંધાની ચંિતામાંથી બહાર આવો ત્યાં ઘર-પરિવારની ચંિતામાં અટવાયા કરો. આપની ગણત્રી-ધારણાઓ અવળે પડતા આપના મનસૂબાઓ પર પાણી ફરી વળે. આપની નાદાનીયત, બેવકૂફભરી ઉતાવળ આપની મુશ્કેલી-ચંિતામાં વધારો કરશે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે. સંયુક્ત મિલ્કત, ધંધાના પ્રશ્ને વર્ષ શાંતિથી પસાર કરી લેવું. ઉતાવળા નિર્ણયોથી દૂર રહેવું. સ્ત્રીવર્ગને પતિ-સંતાનની ચંિતા અનુભવાય. વિદ્યાર્થીબંઘુએ અભ્યાસમાં કાળજી રાખવી નહીં.

 

સુપ્રભાતમ્

જુગારી માણસમાં સત્ય હોતું નથી, અવિચારી માણસમાં પવિત્રતા ન હોય, દારૃડિયામાં મૈત્રીભાવ ન હોય અને કપટી માણસમાં તો આ ત્રણે ગુણ હોતા નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને લીલી મોટરમાં બેઠા હતા અને ચાર રસ્તે લાલબત્તી હોવાથી ગાડી ઊભી રાખીને રાહ જોતા હતા ત્યાં એક ભિખારી આવીને બોલ્યો, ‘‘સુંદરી, દસની નોટ આપો... હું આંધળો છું...’’
છગન એ સાંભળીને બોલ્યો, ‘‘સાંભળ્યું સુંદરી? આપ આપ દસ નહીં વીસ રૂપિયા આપ... તને સુંદરી કહી છે... એ ખરેખર આંધળો લાગે છે.’’

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved