Last Update : 24-October-2012, Wednesday

 

અજીત જોગી વધુ એક વાર બચી ગયા
કેન્દ્રનો વધુ એક સાથી પક્ષ નારાજ ઃ ડીએમકેમાં મંથન

 

- સલમાન ખુરશીદનો ડ્રામા 'સન ઓફ બાબર' લંડનમાં ઉર્દુમાં આવ્યું

 

યુપીએ કેન્દ્ર સરકાર સામે તેના મોટાભાગના સાથી પક્ષો કયાં તો બાખડી રહ્યા છે, કયાં તો પડદા પાછળ મોટો સોદો કરી રહ્યા છે કે કે તેમના સંબંધો તુટવાની અણી પર છે. સંબંધો તુટવાની અણી પર જે પક્ષો છે તેમાં કરૃણાનીધીનો ડીએમકે મોખરે છે. ડીએમકેના સુપ્રીમોને એવો વસવસો છે કે કેન્દ્ર સરકાર ધારત તો તેમની દીકરી અને સાંસદ કનીમોઝીને જેલમાં રહેવાનો વારો ના આવ્યો હતો. કનીમોઝી એ એ. રાજા સાથે મળીને આચરેલું કૌભાંડ સમગ્ર યુપીએને બદનામ કરનાર હતું. સરકારે તેને દબાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા છતાં કરૃણાનીધી માને છે કે આપણે કેન્દ્રમાં સત્તા પર હોઈએ તો કોઈ આપણો વાળ વાંકો ના કરી શકે ! જયારે કનીમોઝીને જેલની સજા સંભળાવાઈ ત્યારથી અત્યાર સુધી કરૃણાનીધીના કુટુંબમાં વિખવાદ વણસ્યો છે. ડીએમકેના નેતાઓ કરૃણાનીધીના ઝઘડતા કુટુંબીજનોને કહે છે કે યુપીએ કેન્દ્ર સરકારે પહાડ જેવા એન્ટી ઇન્કમબન્સી ફેકટરનો સામનો કરવાનો છે. જો આપણે ટોચનો પરિવાર હોવા છતાં આમ જ લડયા કરીશું તો જેમ રાજયમાં હાર્યા એમ લોકસભાની ચૂંટણીઓમાં પણ હારીશું. કરૃણાનીધીનો પુત્ર એમ.કે. સ્ટાલીન પણ માને છે કે કોંગ્રેસ સાથે બહુ લાંબુ ખેંચવામાં લાભ નથી. જયારે કરૃણાનીધીનો બીજો પ્રધાન પુત્ર એમ.કે. અલગીરી કેન્દ્ર સરકાર સાથે સંબંધો રાખવા માગે છે. અલગીરી સામે રાજયમાં જમીન પચાવી પાડવાના કેસો ચાલે છે. જો તે કેન્દ્રમાં ખાતર પ્રધાન ના હોત તો તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિથાએ કયારનાય તેમને જેલમાં પુરી દીધા હોત. જયારથી જયલલિથા સત્તા પર આવ્યા છે ત્યારથી ડીએમકેના ઘણાં નેતાઓને જમીન પચાવી પાડવાના કેસમાં જેલમાં ધકેલી દીધા છે. અલગીરીનો પુત્ર દુરાઈ દયાનીધી પણ પોલીસ ફરિયાદીની ઝપટમાં આવી ગયો છે. પોલીસ પકડવા ગઈ ત્યારે તે ભાગી ગયો હતો.
એક પુત્ર અલગીરી કહે છે કે કેન્દ્રનો સાથ છોડીશું તો જયલલિથા બધાને જેલમાં ધકેલી દેશે તો બીજી તરફ સ્ટાલીન કહે છે કે કોંગ્રેસ સામેના એન્ટી-ઇન્કમબન્સી ફેકટરની અસર લોકસભાની ચૂંટણીઓ પર પડશે અને ડીએમકેને ઘણી ઓછી બેઠકો મળશે. બિચ્ચારા કરૃણાનીધીને પુત્રી જેલમાં હતી ત્યારની વ્યથાની ખબર છે એટલે હવે તે અલગીરીના કુટુંબ સામે જેલની વાતથી જ ડરી જાય છે. હકીકત તો એ છે કે કરૃણાનીધી આ બંને પુત્રોની રાજકીય જરૃરિઆ તો વચ્ચે પીસાઇ રહ્યા છે.
ભારતમાં અંગ્રેજીમાં નાટક
બહુ ઓછા વાચકોને ખબર હશે કે મોગલ ઇતિહાસ પર પ્રકાશ પાડતું નાટક 'સન ઓફ બાબર' ની પાછળ સલમાન ખુરશીદના આઇડયા છુપાયેલા છે. તાજેતરમાં લંડન ખાતે આ નાટકનો શો ઉર્દુમાં યોજાયો હતો. જેમાં ટોમ અલ્ટરે બહાદુરશાહ ઝફરની ભૂમિકા ભજવી હતી. આ શોમાં મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ હતો અને કેમેરાની ફલેશ પર પણ પ્રતિબંધ ફરમાવાયો હતો. સલમાન ખુરશીદે પોતે શ્રોતાઓને ફલેશ પરના પ્રતિબંધની વાત કરી હતી. આ શોને ઉર્દુમાં અપર ફારૃકીએ ટ્રાન્સલેટ કર્યો હતો. આ નાટકને સલમાન ખુરશીદે અંગ્રેજીમાં લખ્યું છે જેના ભારતમાં ૨૮ શો થયા છે. વિચારો કે આ શો લંડનમાં ઉર્દુમાં થયો અને ભારતમાં તે અંગ્રેજીમાં થયો ! ખુરશીદે શ્રોતાઓને કહ્યું હતું કે આ નાટકને તમારે અંગ્રેજીમાં જોવું હોય તો ભારત આવવું પડશે. શો પુરો થયા પછી બધા સાથે ચેટીંગ કરતા ખુરશીદે કહ્યું હતું કે ભારતમાં અંગ્રેજી શૉ ના હોઈ શકે એવી માન્યતા હું તોડવા માગું છું. ભારતના લોકો માત્ર ઇંગ્લીશ બોલતા કે લખતા નથી, સમજે પણ છે એવું ખુરશીદ સિધ્ધ કરવા માગતા હોય એમ લાગી રહ્યું છે.
પિતા-પુત્રની જોડીનો રંગ
કોંગર્સમાં અજીત જોગી જેવો લકી રાજકારણી કોઈ નથી. અનેક સમસ્યાઓ અને ગંભીર આક્ષેપોમાંથી તે બચી જાય છે. ૨૦૦૩માં તેમના નેતૃત્વ હેઠળ જારખંડમાં પક્ષને ધોબી પછડાટ મળી હતી. બધાને હતું કે તેમનો રાજકીય અસ્ત આવી ગયો છે. પરંતુ તેમણે હાર નહોતી માની અને રાજકીય સોગઠાબાજી રમ્યા કરી હતી. તેમણે વિદ્યાચરણ શુકલ અને મોતીલાલ વોરા જેવા મોટા માથાઓને હંફાવ્યા હતા. તાજેતરમાં તેમની સામે ુપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નંદકુમાર પટેલ, કોંગ્રેસ વિધાનપક્ષના નેતા રવિન્દ્ર ચૌધરી અને કેન્દ્રીય પ્રધાન ચરન દાસમુનશી એમ ત્રણેય ત્રિપાંખીયો હુમલો કર્યો હતો. આ બધા અજીત જોગીને હટાવવા મેદાને પડયા હતા. આ લોકોનો એવો આક્ષેપ હતો કે આ પિતા-પુત્રની જોડી એટલે કે અજીત જોગી અને તેમનો પુત્ર અમીત જોગી પોતાની સમાંતર સંસ્થા ચલાવતા હોય એમ લાગે છે. કોંગ્રેસના બધા આ જોગીઓથી અકળાયા લાગતા હતા. કોંગ્રેસના છત્તીસગઢના ઇનચાર્જ બી.કે. હરિપ્રસાદે પણ કોંગી મોવડી મંડળને કહ્યું હતું કે આ જોગીઓને કાઢો ! મોવડી મંડળે હરિપ્રસાદની વાત ગંભીરતાથી લીધી હતી. પરંતુ જેવી અજીત જોગીને ખબર પડી કે હરિપ્રસાદ આડું વાટી આવ્યા છે કે તરત જ તે રાહુલ ગાંધીને મળી આવ્યા હતા. આ બેઠક ૩૦ મિનિટ ચાલી હતી. અજીત જોગીએ રાહુલ ગાંધીને શું કહ્ તેની તો કોઇને ખબર નથી પણ જારખંડમાં બીજા દિવસે કોંગ્રેસની મળેલી બેઠકમાં હરિપ્રસાદે અજીત જોગી અને તેમના પુત્ર અમીત જોગીના પેટભરીને વખાણ કર્યા અને કહ્યું કે આ પિતા-પુત્રએ પક્ષ માટે સખ્ત કામ કર્યું છે જે પ્રશંસાને પાત્ર છે ! બેઠક ચાલતી હતી ત્યારે બહાર ઉભેલાઓને એવું હતું કે અજીત જોગીની હકાલપટ્ટીની જાહેરાત થશે પરંતુ વાત સાવ ઊંધી જ નીકળી ! ખરેખર અજીત જોગી રાજકીય રીતે નસીબદાર છે. ફરી એક વાર તે બચી ગયા છે. જોગી ગયા.. ગયા... એવું વારંવાર થાય છે પણ તે જતા નથી..

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved