Last Update : 24-October-2012, Wednesday

 
અભી નહીં તો શું કભી નહીં? કેટલા આવ્યા અને કેટલા ગયા? લેખાંક ઃ બીજો
- રાની મુખર્જી ને આદિત્ય ચોપરા ખરેખર પરણશે કે પછી...?
- આદિત્યની પહેલી પત્નીએ છૂટાછેડા લેવા માટે રૃપિયા ૨૫,૦૦,૦૦,૦૦૦ વત્તા મિલકતોમાં ભાગીદારી માંગી છે
- આદિત્યને કશું સંતાન પણ નથી
- લગ્ન કરવા માટે હાથમાં વરમાળા લઇને ઊભેલી પ્રીતિ ઝિન્ટા, પ્રિયંકા ચોપરા, રાખી સાવંત, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, બિપાશા બાસુ... પણ મનનો માણિગર ક્યાં?

૨૮થી ૩૮ વર્ષની એ બધી અભિનેત્રીઓની ઉંમર હશે. કોઇપણ યુવક કે યુવતિને પરણવા માટે આ ઉંમર આદર્શ ગણાય. એમ તો, આ બધી અભિનેત્રીઓ રૃપેરી પડદા ઉપર દુલ્હન બની જ ચુકી હશે પણ ''રીયલ લાઇફ''માં દુલ્હન બનવા માટે ફાંફા મારી રહી છે. મનનો માણિગર ક્યાં?
પાસે પૈસો છે.
અઢળક પૈસો છે કદાચ!
રૃપ છે અને રૃપ ન હોય તો આકર્ષણ છે.
પ્રતિષ્ઠા નહીં પણ નામના છે. (આપણા રાજકારણીઓની જેમ)
અને એ બધાની પાછળ આવતું અભિમાન પણ છે અને એ અભિમાન જ નડે છે. કેટરીના કૈફથી માંડી રાખી સાવંત, પ્રિયંકા ચોપરા વગેરે ડઝનેક અભિનેત્રીઓમાં સિનીયર ગણાય એવી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને રાની મુખરજી છે. બન્નેના સફળ અભિનય અને સફળ ફિલ્મો વિષે બેમત કોઇનો હોય શકે નહી.
રાની મુખરજી ગોવિંદા, અભિષેક બચ્ચન જેવા કેટલાકોની સાથે નામ રમાડી ચુક્યા પછી છેલ્લા ત્રણ ચાર વર્ષથી આદિત્ય ચોપરા નામના નિર્માતા દિગ્દર્શક સાથે સ્થિર થઇ છે. આદિત્ય ચોપરા ૪૧-૪૨ વર્ષ છે અને રાની મુખરજી ૩૪-૩૮ વર્ષની આ ઉંમરે પણ એણે ફિલ્મમાં હૂબહૂ મરાઠી સ્ટાઇલ પકડીને જે લાવણી નૃત્ય ''એય્યા''માં કર્યું છે એ એની અભિનય પ્રત્યેની નિષ્ઠા બતાવે છે.
આદિત્ય ચોપરા માતાપિતા (યશ ચોપરા... નિર્માતા દિગ્દર્શકમાં મોટું નામ છે)ના દબાણથી જેને પરણેલા એથી એ ગુંગળામણ અનુભવતા હતા. એમણે છૂટાછેડા માટે અરજી પણ કરી દીધેલી. દરમ્યાનમાં, દસ વર્ષથી જેના પરિચયમાં એ હતો એ રાની મુખરજીએ એનામાં પોતાના મનના મણિગરને જોયો.
આદિત્યની પહેલી પત્નીએ છૂટાછેડા લેવા માટે સહીસિક્કા કરી આપ્યા પણ પાંચ વર્ષથી ચોપરા કુટુંબની ''વહૂ'' તરીકે હોવાથી ચોપરા કુટુંબ કેટલું ધનિક છે એ એ જાણતી હતી એટલે એણે છૂટાછેડા મેળવવા માટે જે રકમની માંગણી કરી એ રૃપિયા ૨૫ કરોડ હતી અને એ ઉપરાંત મિલકતોમાં પણ ભાગ માંગ્યો.
જોકે છૂટાછેડાનો કેસ હજી ઊભો હોવાથી એ પાયલ ચોપરા કુટુંબની સાથે જ રહે છે. નોકરચાકર પણ એને માનથી રાખે છે અને એમને ''ભાભીજી'' કહીને જ બોલાવે ચે.
આદિત્ય ચોપરા પહેલાં જૂહુ પરની શેરટોન હોટલમાં પત્નીથી અલગ રહેવા માટે રહેતા હતા પણ હવે એ જૂહુ પર આવેલા બાપદાદાના બંગલામાં એક વિંગમાં અલગ રહે છે. એ વિંગને ખૂબ જ સુશોભિત કરી છે. એ ઘરની સજાવટ ઈન્ટીરીઅર જાણીતા દિગ્દર્શક નિર્માતા રામાનંદ સાગરની પૌત્રી શબનમ સાગરે કરેલું છે. શબનમ અને આદિત્ય બાળપણના દોસ્ત છે.
આદિત્યના ઘરમાં જ રાની અવારનવાર આદિને મળવા જતી હોય છે. ત્યારે કદીક ત્યાં રોકાય પણ જાય છે. બન્ને જોકે પુખ્ત અને સમજુ છે એટલે પોતાની મર્યાદા સમજતા હશે એવું માની લઇએ.
બીજી બાજુ ચોપરા કુટુંબે રાની સાથેના સંબંધનો બહુ વિરોધ કર્યા પછી રાનીને સ્વીકારી લીધી છે. ચોપરાકુટુંબનો એક ભાગ જ રાનીને ગણવા લાગ્યા છે. દિવાળી હોય કે હોળી પણ રાની એ ઘરના બધા જ ઉત્સવોમાં હાજર રહેતી હોય છે. દુર્ગાપૂજાના તહેવારમાં અપાતા ખાસ ભોજન સમારંભ આદિ રાનીને આમંત્રિત કરે છે. રાની પણ ઈચ્છે છે કે ચોપરાકુટુંબને ત્યાંના દુર્ગાપૂજાના ઉત્સવનું આયોજન પોતે કરે. (રાની બંગાળી હોવાથી અને દુર્ગાપૂજાનો ઉત્સ બંગાળીઓનો ખાસ ઉત્સવ છે.) એટલે રાની અને એની પિતરાઇ બહેન કાજલ (કાજોલ)ના ઘરવાળા ચોપરાને ત્યાં આયોજન કરે છે. જોકે આદિ બહુ શરમાળ સ્વભાવના છે. એ મીડીયાથી દૂર રહેવામાં માને છે.
હજી થોડાંક મહિના પહેલાં જ રાની ચોપરા કુટુંબ સાથે રાજાઓ ગાળીને પાછી ફરી ત્યારે એવી વાત સાંભળવા મળી કે ચોપરા કુટુંબના જે કેટલાક સભ્યો રાનીનો વિરોધ કરતા હતા એ સંબંધને મંજુર કરે છે.
જો કે બન્નેના કુટુંબના સંસ્કાર અને રીતરીવાજ અલગ અલગ છે. રાની મુખરજી એક સફલ અને સ્થાપિત અભિનેત્રી છે. લગ્ન પછી એ પોતાની કારકીર્દિ છોડવા તૈયાર નહીં થાય. હમણાં જ એણે જાહેરમાં નિવેદન કર્યું કે... એ ''બાળકો પાછળ સમય આપનાર ગૃહિણીમાંની નથી.'' રાનીનો ઈરાદો સાફ અને સ્પષ્ટ છે. એ લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાનું નહીં છોડે. એ માને છે કે, આદિ એની આ ઈચ્છાને સમજશે.
વળી રાની પોતાના કુટુબની એક માત્ર કમાઉં સભ્ય છે. પોતાના કુટુંબની સાથેસાથે એ પોતાના ભાઇના કુટુંબની પણ દેખભાળ રાખે છે. રાનીએ પોતાના કુટુંબ ખાતર પોતાનું આખું જીવન ન્યોચ્છાવર કરી દીધું છે. તો પણ એ કદી કોઇને ફરિયાદ નથી કરતી. રાજા પોતાનો ભાઇ જે દિગ્દર્શક બનવા માંગે છે એને સપોર્ટ કરે છે.
ભાઇ અને ભાભી જ્યોતિ સાથે પણ એને સારું બને છે. આમ, કુટુંબનો આર્થિક ભાર એકલા એના ઉપર છે એટલે એ ફિલ્મી કારકીર્દિ છોડી શકે તેમ નથી. આમાં એ આદિની મદદ લેવા પણ નથી માંગતી. રાની એવી સ્વાભિમાની છે (અભિમાનના બદલે વપરાતો સારો શબ્દ) કે એ કોઇ પણ બાબતમાં કોઇની પણ મદદ લેવા તૈયાર નથી હોતી. આખી જિંદગી એ કામ કરવા તૈયાર છે પણ કોઇની ઊંચી આંગળી એ નથી ઈચ્છતી.
રાનીનો આ આગ્રહ કદાચ ચોપરા કુટુંબે માન્ય રાખ્યો હોય. કારણ કે રાની હવે પોતાના લગ્નની તારીખ નક્કી કરવામાં પડી છે. સીમી ગેરેવાલના એક ચેટ શોમાં રાનીના પિતા રામ મુખરજીએ કહ્યું હતું કે, એમની બેટી એક વર્ષમાં સેટલ થઇ જશે. બીજા માતાપિતાની જેમ રાનીના માતાપિતા પણ એમ જ ઈચ્છે છે કે, એમની દિકરીનું ઘર વસેલું જોઇને અમે જઇએ.
રાનીની મમ્મી કૃષ્ણાની વળી એવી ઈચ્છા છે કે એમની દિકરીના લગ્ન સંપૂર્ણપણે બંગાળી રીતરીવાજ મુજબ થાય. વળી એ એ પ્રસંગે ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓને આમંત્રિત કરવા નથી માંગતી. રાનીએ પોતાના ડીઝાઇનર (સાદી ભાષામાં દરજી) સવ્યસાચીને કહી દીધું છે કે લગ્ન વખતે સંપૂર્ણપણે બંગાળી પહેરવેશ જ પહેરવા માગે છે એટલે એવા પોષાક વિષે એ વિચારે.
રાનીએ ૨૦૧૨નો પોતાનો જન્મદિન પણ આદિત્ય સાથે ઉજવેલો. એ ''તલાશ'' ફિલ્મનું શુટીંગ કરી રહી હતી એ અટકાવીને આદિત્ય જ્યાં કેટરીના કૈફ સાથે યશ ચોપરાની ફિલ્મનું શુટીંગ કરતા હતા એ લંડન પહોંચી ગઇ હતી.
આદિ એમ માને છે કે... સમાજમાં પતિપત્નીના સંબંધને માન્યતા મળે એ માટે લગ્ન અનિવાય નથી. એની એને જ્યારે જરૃરિયાત જણાશે ત્યારે એ લગ્ન કરી લેશે. એ ઈચ્છે છે કે... રાની યશ રાજ ફિલ્મ્સમાં સક્રિયપણે ભાગ લે. રાનીની ''તલાશ'' અને ''અપ્પા'' (આ યયા) ફિલ્મ રજૂ થવાની ચોપરા રાહ જૂએ છે. એ પછી યશ રાજ ફિલ્મ્સમાં એ એને કામ કરતી જોવા માંગે છે.
બધું જ જો સીધું રહ્યું તો ૨૦૧૩ના શરૃઆતના દિવસોમાં આદિ અને રાનીના લગ્ન થઇ જવા જોઇએ. આદિને એના પહેલાં લગ્નનો જે અનુભવ થયો છે એમાંથી હજી એ બહાર નથી આવ્યો. એટલે જ એ લગ્ન માટે ઉતાવળ નથી કરતો. રાની પણ એ માટે એની ઉપર દબાણ નથી કરતી.
રાનીથી સાવ અલગ દાસ્તાન અમિષા પટેલની છે. મહેશ ભટ્ટ નામના એક ગુજરાતી હોવા છતાં જેઓ ગુજરાતી બોલી શકતા નથી એવા બુધ્ધિજીવી ગણાતા દિગ્દર્શક નિર્માતાના નાનાભાઇ વિક્રમ ભટ્ટના કારણે અમિષા પટેલે પોતાનું માતાપિતાનું ઘર છોડેલું. એ અમિષા પણ ગુજરાતી.
માબાપનું ઘર છોડીને એ વિક્રમ ભટ્ટ સાથે રહેવા લાગી. વિક્રમ ભટ્ટે અમિષાનો બરોબર ઉપયોગ કર્યા પછી અમિષાને ભાન થયું કે (ઘણી છોકરીઓ સાવ નાદાન હોય છે. પ્રેમના નામે એ પલળી જાય છે અને પછી બરબાદ થઇને પસ્તાઇ છે.) એનું શોષણ થયું છે અને એ ફસાઇ છે. છેવટે વિક્રમ ભટ્ટથી હવે એ અલગ રહેવા માંડી છે અને કોઇ પાત્રની શોધમાં છે. (વિક્રમ ભટ્ટે એ પહેલાં સુસ્મિતા સેન સાથે પણ એમ જ કરેલું.)
કેટરીના કૈફની કથા વળી એનાથી પણ ખરાબ છે. આજની અત્યંત સફળ અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ પેલા ''વૂમન ઈટર'' સલમાનખાનના સંપૂર્ણ કબજામાં છે. સલમાનખાને અગાઉ ઘણી અભિનેત્રીઓ ઉપર કબજો રાખેલો એમાં એક ઐશ્વર્યા રાય હતી. સલમાન કેટરીનાને આજે જેમ મારે છે એમ ઐશ્વર્યાને પણ મારતો. અંતે ઐશ્વર્યા એનાથી દૂર થઇ ગઇ એટલે સલમાન એના ઘરની બહાર જઇને દેકારો ધમાલ કરતો હતો. કેટરીના ઉપર એણે એવો કબજો જમાવ્યો છે કે કેટરીના એને પૂછ્યા વિના ફિલ્મોના કરાર પણ કરી શકતી નથી. બાકી ''બૂમ'' ફિલ્મથી પ્રવેશનાર આ અભિનેત્રીએ મૈંને પ્યાર ક્યોં કિયા, પાર્ટનર, અપને, રેસ, વેલકમ, નમસ્તે લંડન, સિંહ ઈઝ કીંગ, રાજનીતિ, એક થા ટાયગર, ન્યુયોર્ક, જિંદગી ના મિલેગી દોબારા, સરકાર, યુવરાજ, બ્લ્યુ, અજબ પ્રેમકી ગજબ કહાની, હમકો દિવાના કર ગયે, તિસ્માર ખાં વગેરે ફિલ્મોમાં એનું કામ વખણાયેલું. સલમાન ખાન એને પરણતો નથી કે નથી એને પોતાની ગુલામીમાંથી મુક્ત કરતો.
કરીના કપુર કેટલાય સમય સુધી શાહીદ કપુરને વળગેલી રહી પણ પછી બ્રેક-અપ બાદ તેનાથી મોટા સૈફ અલીના પ્રેમમાં પડી અને અંતે ગઇ તા.૧૬મીએ એની સાથે પરણી ગઇ.
પ્રિયંકા ચોપરાની પણ એ જ કથા છે. એ પણ ૩૦ વર્ષની થઇ ગઇ છે. ૨૦૦૦માં વિશ્વસુંદરીનો ખિતાબ મેળવનાર પ્રિયંકા ઝારખંડના જમશેદપુરમાં ૧૯૮૨માં જન્મી અને એની પહેલી ફિલ્મ તમિળભાષી હતી. હિંદીમાં એ હીરો ફિલ્મથી ૨૦૦૩માં શનિ દેઓલ સાથે ઉતરી. અંદાજ, ઐતરાજ, મુઝ સે શાદી કરોગી, ક્રીશ, ડોન, ફેશન, કમીને, વોટસ યોર રાશી, સાત ખૂન માફ, બરફી, વક્ત, બ્લેકમેલ, લવસ્ટોરી ૨૦૫૦, અગ્નિપથ, તેરી મેરી કહાની, દોસ્તાના, અનજાના અનજાની, પ્યાર ઈમ્પોસીબલ, સલામે ઈશ્ક, યકીન, દ્રોણા, બરસાત, ગોડ તુઝસી ગ્રેટર, બ્લફ માસ્ટર, કિસ્મત, આપકી ખાતીર, ચમકુ, અસંભવ, કરમ, બીગ બ્રધ્રર, પ્લાન, વગેરે ફિલ્મોમાં એણે પણ પોતાની અભિનયકલા દેખાડી. એ પણ પ્રેમીઓ બદલવામાં બીજી અભિનેત્રીઓ સાથે સ્પર્ધામાં રહી... શાહિદ કપુરથી માંડી સલમાનખાન સુધી. છેવટે હરમન બવેજા સાથે એ એટલી બધી નિકટ થઇ ગઇ કે બન્નેના લગ્ન થવાની વાતો થવા લાગી જેને બંનેમાંથી કોઇએ ઈન્કારી પણ નહીં. અંતે એ લગ્ન નથી થયા અને પ્રિયંકા કોઇ મનના માણિગરની શોધમાં છે.

આ જાણો છો?
* ભારતમાં મોંઘામાં મોંઘું પુસ્તક ફેશન ડીઝાઇનર રીતુ બેરીનું ''ફાયર ફ્લાઇ- એ ફેરી ટેઇલ'' નામનું છે. એની કિંમત ૧,૦૦,૦૦૦ રૃપિયા છે.
* ''મહાભારત'' વિશ્વનું મોટામાં મોટું કાવ્ય છે. એમાં ૧૮,૦૦,૦૦૦ શબ્દ છે અને ૭૪,૦૦૦ છંદ છે.
* ડાર્ક ચોકલેટમાં સૌથી વધુ એન્ટી ઓક્સીડેન્ટ છે જે મિલ્ક ચોકલેટ કે વ્હાઇટ ચોકલેટમાં નથી હોતું.
* તરબુચમાં સૌથી વધુ કુદરતી પાણી હોય છે... ૯૬ ટકા પાણી હોય છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved