Last Update : 24-October-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

 

'દાગી' ગડકરી સામે ભારે ગરમાવો
નવી દિલ્હી,તા.૨૩
ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ એમની વ્યાપાર કડીઓ સામેના આક્ષેપો વિષેનો ખુલાસો કર્યો છે, છતાં એમના પર આરએસએસ તરફથી ભારે તવાઈ આવી હોવાનું તેઓ અનુભવી રહ્યા છે (તેઓ આરએસએસની નિમણુક હોવાનું ગણાય છે) એમને ભાજપ વડા તરીકે બીજી વાર નિમણૂક આપવા બાબત પોતે કરેલા નિર્ણયને સંઘ વળગી રહેશે કે કેમ એ વિષે શંકા છે.ભાજપ જ્યારે સંરક્ષણાત્મક સ્થિતિમાં છે ત્યારે આરએસએસે ગડકરીને નોટિસના ઉંબરે ખડા કરી દઈ તમામ આક્ષેપોનો જવાબ આપવા માટે ગડકરી પર દબાણ કરી રહ્યા છે. ગડકરીને બંધનમાં નાખે એવી હકીકત એ છી કે, તમામ રોકાણકારો નિયામકો બધા જ એમના નિકટના સાથીઓ છે. એમના પૂર્તિ વ્યાપાર જૂથના નાણાકીય સ્ત્રોતો રહસ્યમય રહ્યા છે. જો આરએસએસને સંતોષ નહિ થાય તો એ ભાજપને આગામી પ્રમુખ વિષે નિર્ણય કરવા જણાવી દે એ શક્ય છે. રામ જેઠમલાણી પણ ગડકરીનું રાજીનામું આપીને તેઓ આક્ષેપોમાંથી સ્વચ્છ થઈને બહાર આવે એવી માગણી કરી રહ્યા છે. એમના મતે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણી ગડકરીના નેતૃત્વમાં લડવાનું ભાજપ માટે હિતાવહ નહિ હોય.
કેજરીવાલને રાજકીય મહત્વાકાંક્ષા ભારે પડે છે
લાંચ રૃશ્વત વિરોધી કાર્યકરો અરવિંદ કેજરીવાલની આફતો દિવસે દિવસે વધી રહી છે. આ માટેના મુખ્ય કારણો પૈકી એક છે. એમની રાજકીય મહત્વાકાંક્ષા એમના પૂર્વ માર્ગદર્શક અન્ના હઝારે અને એમના પૂર્વ સાથીદાર એની કોહલીએ એમના પર તડી વરસાવી છે. દિલ્હીનામુખ્ય પ્રધાન શીલા દિક્ષિતે એમને બદનક્ષીનીનોટીસ ફટકારી છે. એમના માટે વધુ ચિંતાપ્રેરક એ છે કે સિવિલ સોસાયટીએ એમની સાથે છેડો ફાડવા માંડયો છે. ખેડૂતોના આપઘાત જેવી બાબતોમાં રોકાયેલી વિદર્ભ જન આંદોલન સમિતિએ કેજરીવાલ સમિતિનો પોતાના રાજકીય હેતુસર ઉપયોગ કરતા હોવાનો એમનાપર આક્ષેપ કર્યો છે. સમિતિ ઇચ્છે છે કે કેજરીવાલે અંતરિયાળ ગામડામાં રહેતા અને ભોજન તથા દવાઓ નહી મેળવી શકતા જનસામાન્ય માટે કામ કરવું જોઇએ.
સુષ્મા વિરૃધ્ધ શીલા
આ વર્ષે એપ્રિલમાં યોજાયેલી દિલ્હી મ્યુનિસિપલ સૂંચટણીમાં ન ગણ્ય રસ દાખવનાર સુષ્મા સ્વરાજમાં પાટનગરના રાજકારણને એકાએક રસ પડવાથી ભાજપ વર્તુળોમાં જિજ્ઞાાસા પેદા થઇ છે. પક્ષના વડા નિતિન ગડકારીને ત્યાં પક્ષના દિલ્હીના નેતાઓની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં સુષ્માએ ભારે રસ લીધો હતો. યોગાનુયોગ, ભાજપના રાજ્યસભાના નેતા અરૃણ જેટલી અનુપસ્થિત હતા. સુષ્મા આ વખતે શીલા દિક્ષીતની ત્રીજી વારની જીત હેટ-ટ્રિક રોકવા માગે છે, પરંતુ પક્ષીય વર્તુળોમાં ગણગણાટ એવો છે કે શીલા દિક્ષીતે કોંગ્રેસના મુખ્ય પ્રધાનરૃપે ૧૪ વર્ષ અગાઉ પોતાની પાસેથી જેનો હવાલો સંભાળ્યો એ દિલ્હીની ગાદી પર સુષ્માની નજર છે? નિઃશંકા એમના નવા ટેકેદારોમાં કેટલાક આવું માને છે.
શર્મિલા ટાગોરને રાજ્યસભામાં બેસવું છે?
રાજધાનીમાં ગણગણાટ છે કે બોલીવુડના અભિનેત્રી અને સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ શર્મિલા ટાગોરને કોંગ્રેસની ટિકિટ પર રાજ્યસભામાં નિમણુંક મળી શકે. શર્મિલાએ ગઇ તા.૧૮ ઓક્ટોબરે રાજધાનીના ઔરંગઝેબ રોડ ખાતે એમના પુત્ર સૈફઅલી ખાન અને એની નવવધૂ કરીના કપૂરના લગ્ન પ્રસંગે 'દાવત- એ- વાલિયા' નું આયોજન કર્યું હતું. દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક મોટા માથા નવદંપતીને શુભેચ્છા પાઠવવા આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ક્રિકેટ કેપ્ટન મનસુર અલી ખાન પટૌડીનું પરિવાર કોંગ્રેસ પ્રત્યેની વફાદારી માટે જાણીતું છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved