Last Update : 24-October-2012, Wednesday

 

ભારતીય ચલચિત્રના ઈતિહાસના પાયાના પથ્થરો

વિચાર વિહાર - યાસીન દલાલ
- બહુ ઓછા લોકો જાણે છે કે મહા ગુજરાત ચળવળના નેતા ઈન્દુલાલ યાજ્ઞિાકે પણ ફિલ્મો બનાવેલી

 

૧૮૯૫માં ૨૮મી ડિસેમ્બરે વિશ્વમાં એક અદ્ભૂત ઘટના બની. પેરીસમાં સલૂન ઈન્ડિયાના નામના થીયેટરમાં લૂમીયેર બ્રધર્સ નામના બે ભાઈઓએ વિશ્વની પહેલી ફિલ્મ ત્યાં રજૂ કરી. જો કે એ ફિલ્મ જોવા માટે પૂરા ૩૦ પ્રેશકો પણ નહોતા આવ્યા. કારણ કે કોઈને ખબર જ નહોતી કે પડદા ઉપર હાલતાં ચાલતા માણસો બતાવતી ફિલ્મ રજૂ થવાની છે. બીજે દિવસે પેરિસનાં બધા અખબારોએ આ ઘટનાને વધાવી લીધી અને પાછળથી ત્યાં હાઉસફૂલના બોર્ડ લાગી ગયા. સિનેમાનું મૂળ નામ બાયોસ્કોપ હતું, એમાં તસવીરો અને ચિત્રો દેખાતા હતા. નાના હોલમાં અંધારું કરીને ભીંત ઉપર મોટા સ્થિર ચિત્રો દર્શાવાતા એ ચિત્રો જે યંત્ર દ્વારા દર્શાવાતા એને લોકો ''જાદુઈ ફાનસ'' તરીકે પણ ઓળખતાં. થોમસ એડીશને આ દિશામાં પ્રયોગો કરેલા. ડીકસ્ને એવું મશીન બનાવ્યું જે ચિત્રોને ઝડપથી પસાર કરે એટલે ચિત્રો હાલતાચાલતાં હોય એવું લાગે. એને કાઈનેટોગ્રાફ નામ મળ્યું. લુમિયેર બ્રધર્સે પણ આમાં ઝંપલાવ્યું. તેઓ સાધન સંપન્ન અને ધનિક હતા, એટલે બીજાઓ કરતાં આગળ નીકળી ગયા.
પેરિસમાં પહેલો શો યોજાયો એના છ માસમાં જ ભારતમાં ફિલ્મનો શો યોજાયો. ૧૮૯૬ની ૭મી જુલાઈએ મુંબઈના મ્યુઝિયમ વિસ્તારમાં વોટસન હોટલમાં લુમિયેર બ્રધર્સના એજન્ટોએ આ શોનું આયોજન કરેલું. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'એ એને 'મારવેલ ઓફ ધ સેન્ચ્ચુરી'કહીને બિરદાવ્યું. આ પ્રથમ શો માં 'એરાઈવલ ઓફ ધ ટ્રેન' અને 'ધ શી બાથ' જેવી ટૂંકી અને મૂંગી ફિલ્મો દર્શાવાઈ હતી. શો ની ટીકીટ એક રૃપિયો રખાઈ હતી. આમ ભારતમાં ફિલ્મનું આગમન પશ્ચિમમાં એના આગમનની સાથે જ થયું.
આ પછી આવી મૂંગી ફિલ્મો લઈને એનું યુનિટ ગામે ગામ ફરતું. હોલમાં પાછળ બેસીને સંગીત પણ રજૂ થતું. વિદેશથી કેમેરા અને બીજી સામગ્રી આયાત થવા માંડી. દરમ્યાન ૧૯૧૨માં આર.જી. તોરણે નામના ગૃહસ્થે એકાદ કલાક લાંબી એક ફિલ્મ તૈયાર કરી જેનું નામ 'પુંડલિક' હતું. આ ફિલ્મ આપણી પ્રથમ મૂંગી ફિલ્મ હતી, પણ એ એક કલાકની હતી અને બીજી ફિલ્મોની સાથે દર્શાવાતી એને લીધે પ્રથમ ચલચિત્રનું માન 'રાજા હરિશચંદ્ર' લઈ ગયું. ઉપરાંત તોરણે એ માત્ર એક જ ફિલ્મ બનાવી ત્યારે 'રાજા હરિશચંદ્ર'ના નિર્માતા દાદા સાહેબ ફાળકેએ સંખ્યાબંધ ફિલ્મો બનાવી. 'પુંડલિક'ની રજુઆત ૧૯૧૨ની ૧૮મી મેના રોજ મુંબઈના કોરોનેશન સિનેમામાં રજૂ થઈ. એના કેમેરામેન અંગ્રેજ હતા અને વાર્તા મહારાષ્ટ્રના પ્રસિધ્ધ સંતના જીવન ઉપર આધારિત હતી. તોરણે પોતે એક ઈલેક્ટ્રિક કંપનીના કર્મચારી હતા. નાટય પ્રવૃત્તિમાં રસ લેતા એન.જી. ચિત્રે નામના મિત્ર સાથે મળીને એમણે ફિલ્મ બનાવવાની યોજના ઘડી હતી. લેમિંગ્ટન રોડ ઉપર આવેલા મંગળદાસ બાગમાં એનું શુટીંગ થયું.
દાદાસાહેબ ફાળકેને આપણા ફિલ્મ ઉદ્યોગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઘુંડીરાજ ગોવિંદા ફાળકે એમનું પુરું નામ હતું. નાસિક જીલ્લાના ત્ર્યેબકેશ્વર મુકામે ે૧૮૭૦માં એમનો જન્મ થયો. બાળપણથી જ ચિત્રકલા, સંગીત, નાટક અને જાદુમાં એમને રસ હતો. પિતાજીની સાથે એ પણ મુંબઈ આવ્યા અને જે.જે. સ્કુલ ઓફ આર્ટમાં ચિત્રકલા અને ફોટોગ્રાફીની તાલીમ લીધી. થોડો સમય એમની દ્રષ્ટિ જતી રહેલી. એ પાછી આવી ત્યારે એમણે ''લાઈફ ઓફ ક્રાઈસ્ટ'' નામની ફિલ્મ જોઈ અને ભારતીય વાર્તા ઉપરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. કુટુંબીઓના વિરોધને અવગણીને થોડા ઉછીના પૈસા લીધા અને થોડીક ઘરવખરી ગીરો મૂકીને એમણે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો અને ફિલ્મો માટેની સામગ્રી દેશમાં લઈ આવ્યા.
પોતાની ફિલ્મ 'રાજા હરિશચંદ્ર'ના રીલ અને પ્રોજેક્ટર ગાડામાં નાંખીને દૂર દૂરના ગામડામાં જઈને ફિલ્મ બતાવતા. લોકો બે આના, ચાર આના અને આઠ આનાની ટીકીટ લેતા અને જમીન ઉપર બેસીને ફિલ્મ જોતાં. મુંબઈથી ફાળકે નાસિક ઉપડી ગયા અને ત્રણ માળના પોતાના મકાનમાં સહકુટુંબ રહેવા લાગ્યું. એમના બા કેમેરામાં ફિલ્મ ચડાવતા અને બીજા સભ્યો પણ કોઈને કોઈ કામ કરતાં. અમુક સભ્યો ફિલ્મોમામાં અભિનય પણ આપતાં. 'કાલિય મર્દન'માં એમની પુત્રી મંદાકિનીએ કૃષ્ણની ભૂમિકા ભજવી. ઘરમાં રસોડા પાસે ફિલ્મની લેબોરેટરી સ્થાપવામાં આવી, એમની ટીમમાં કુલ એકસો માણસો કામ કરતાં. મકાન જ્યાં હતું એ પ્લોટ ખુલ્લો હતો. પાછળના બગીચામાં સેટ લગાડવામાં આવતાં. 'લંક દહન' જેવી ફિલ્મમાં એમણે 'સુપર ઈમ્પોઝ'ની પધ્ધતિ પણ અપનાવી ફાળકે જાદુ શીખેલા એ ફિલ્મ નિર્માણમાં ખૂબ ઉપયોગી નીવડયું. 'રાજા હરિશચંદ્ર'માં કોઈ તારામતીની ભૂમિકા માટે તૈયાર નહોતું પરિણામે સાળુકે નામના છોકરાએ એ ભૂમિકા કરેલી. ૧૯૧૪માં ત્રણ ફિલ્મો લઈને એ ઈંગ્લેન્ડ ગયા અને ત્યાં એમની કામગીરીની પ્રશંસા થઈ.
મૂંગી ફિલ્મોમાં મૌન એ કલાત્મકતાનો એ આવિષ્કાર હતો. મૂંગી ફિલ્મમાં પાત્રો બોલી શકે નહીં એટલે એમના ચહેરાના હાવભાવનું મહત્વ વધી જતું. જો કે સંગીત માટે એક ખૂણામાં ઓરકેસ્ટ્રા બેસતું અને ફિલ્મના દ્રશ્યના ભાવ મુજબ વાજિંત્રો વગડતા રહેતા.
આપણે ત્યાં ૧૯૧૩ થી ૧૯૩૧ સુધી કુલ ૧૨૫૦/ જેટલી મૂંગી ફિલ્મો બની હતી .એમાંથી માત્ર ૧૩ ફિલ્મોની પ્રિન્ટ પૂનાની નેશનલ આર્કાઈઝમાં સચવાયેલી છે. દાદાસાહેબ ફાળકેની 'રાજા હરિશચંદ્ર' અત્યાર સુધી અપ્રાપ્ય હતી, પણ હમણાં એના ટૂકડાઓ જોડીને ૧૯ મિનીટની ફિલ્મ તૈયાર કરીને બજારમાં સીડી રૃપે મૂકાઈ છે. 'રાજા હરિશચંદ્ર'નું એક રીલ નાસિકમાં ફાળકેના બહેનના ઘરનાં કમ્પાઉન્ડમાંથી મળી આવ્યું હતું અને એનું છેલ્લુ રીલ ફાળકેના પુત્ર નિલકંઠ પાસેથી મળ્યું હતું. 'કાલિય મર્દન'ની પ્રિન્ટ નાસિકમાંથી જ મળી હતી. હજી મૂંગી ફિલ્મોની ઘણી પ્રિન્ટ અપ્રાપ્ય છે જે મળવાની કોશિષ કરવી જોઈએ.
તોરણેની 'પૂંડલિક' ક્યાંય નોંધાઈ નથી. ડઝનેક ફિલ્મો એવી છે કે જેની નોંધ સેન્સર બોર્ડમાં ક્યાંય નથી. મૂંગી ફિલ્મોના સંવાદો પડદા ઉપર ટાઈપ થયેલા આવતાં.
એ જમાનામાં મૂંગી ફિલ્મો બનાવવાની જાણે હરિફાઈ શરૃ થયેલી, એ હરિફાઈ એટલી બધી હતી કે ફિલ્મ નિર્માણની ટેકનીક નવા લોકો શીખી ન જાય એની તકેદારી રખાતી પરિણામે નવા લોકો એ શીખવા માટે ઈંગ્લેન્ડ અને અમેરિકા જવું પડતું. અમેરિકાની એક સંસ્થાએ ફિલ્મ નિર્માણની તાલીમ આપતો પત્રવ્યવહાર અભ્યાસક્રમ શરૃ કરેલો.
મુંબઈ, મદ્રાસ અને કલકત્તા ઉપરાંત લખનૌ, દિલ્હી, હૈદ્રાબાદ, પેશાવર, નાગરકોઈલ અને છેક રાજકોટ સુધી ફિલ્મ કંપનીઓ શરૃ થઈ હતી એ જમાનાના એક વાર્ષિક અંકમાં જણાવાયું છે કે મોટાભાગની કંપનીઓ ફડચામાં ગઈ હતી. એક યુવાન ફિલ્મકલા શીખવા લંડનનાં એક સ્ટુડિયોમાં ગયો તો એની પાસે પંદરસો પાઉન્ડની ફી માંગવામાં આવી. ૧૯૧૩માં દેશમાં દોઢસો સિનેમાઘર હતા તે વધીને ૧૯૨૦માં ૨૬૫ થયા ત્યારે ફિલ્મ નિર્માણમાં ગુજરાતીઓની બોલબાલા હતી. ભોગીલાલ દવે એ શારદા કંપની શરૃ કરી. ઉપરાંત નાનાભાઈ દેસાઈ માણેકલાલ પટેલ વિગેરે પણ સક્રિય હતા. દ્વારકાદાસ સંપતની કોહિનૂર કંપની ખૂબ જાણીતી હતી. એમની 'કૂલીન કન્યા' ફિલ્મ સફળ થયેલી.
એ જમાનામાં એક નવાઈની વાત એ છે કે વિદેશથી પણ ટેકનીશિયનો ભારત આવતા. આમાં સૌથી જાણીતું નામ ફ્રાંઝ ઓસ્ટિનનું છે. એમણે હિમાંશુ રોયની માલિકીના બોમ્બે ટોકિઝની ફિલ્મ 'લાઈટ ઓફ એશિયા' અને 'અછૂત કન્યા'નું નિર્દેશન કરેલું. મેકર મૂલર પછી કોઈ જર્મને ભારતીય કળાઓમાં સૌથી મોટું પ્રદાન કર્યુ હોય તો તે ઓસ્ટિનનું છે. તેઓ ફોટોગ્રાફીના નિષ્ણાંત હતા. જર્મનીમાં ઉત્તમ ફિલ્મો બનાવીને એ ભારત આવેલા. એમણે ૧૯૨૮માં 'શિરાઝ' અને ૧૯૨૯માં 'થ્રો ઓફ ડાઈસ' પણ બનાવી હતી. 'થ્રો ઓફ ડાઈસ'ની સીડી હમણાં બહાર પડી ગઈ છે. 'લાઈટ ઓફ એશિયા' જર્મનીમાં મ્યુનિક ખાતે રજુ થઈ અને ખૂબ સફળ થઈ.
બહુ ઓછા લોકો જાણે છે કે મહા ગુજરાત ચળવળના નેતા ઈન્દુલાલ યાજ્ઞિાકે પણ ફિલ્મો બનાવેલી. તેઓ રાજકારણમાં આવ્યા એ પહેલાં પત્રકારત્વમાં હતા અને રણછોડદાસ લોટવાળાના 'હિન્દુસ્તાન'ના તંત્રી હતા. એ છોડીને બે વરસ એમણે ફિલ્મી દુનિયામાં ગાળ્યા, તેઓ એક વખત નાણાં ભીડમાં હતા એક મિત્રે સૂચન કર્યું કે તમે ફિલ્મની વાર્તા લખો. એક ફિલ્મના એક હજાર રૃપિયા મળશે. ઈન્દુલાલ યાજ્ઞિાક પત્રકાર હોવાથી ફિલ્મજગતના ઘણા માણસોના સંપર્કમાં આવેલા એમણે 'લાઈટ ઓફ એશિયા' ફિલ્મના અંગ્રેજી ટાઈટલનો ગુજરાતી અનુવાદ કર્યો ત્યાં જ એમને શારદા ફિલ્મ કંપનીના નાનુભાઈ દેસાઈનો પરિચય થયો. ધીમે ધીમે રોયલ સ્ટુડિયો અને કોહિનૂર કંપનીમાં આવવા જવા માંડયા.
થોડા સમયમાં જ 'પાવાગઢનો પ્રલય'ની વાર્તા લખી અને રોયલ સ્ટુડીયોના માલિક અબુ શેઠને મળ્યા એમણે સો રૃપિયા આપીને એ વાર્તા ખરીદી લીધી, પણ વિવાદ થશે એમ માનીને વાર્તા પાછી આપી દીધી. એમણે હિમાંશુ રોયની કંપની માટે 'નૂરજહાં'ની વાર્તા તૈયારી કરી, પણ એ વાત પણ અધૂરી રહી. દરમ્યાન એમને અભિનેત્રી સુલોચનાનો પરિચય થયો એમને અભિનેત્રી ગમી ગઈ એને લઈને 'દયાની દેવી' બનાવીએ ફિલ્મ બની અને બે અઢવાડીયા ચાલી એ પછી એમણે કલાસિકલ પીક્ચર્સની સ્થાપના કરી અને 'પાવાગઢનો પ્રલય'નું શુટીંગ શરૃ કરી દીધું. મુંબઈના એમ્પિરીયલ સિનેમામાં બે અઠવાડિયા એ ચાલી આ પછી 'યંગ ઈન્ડિયા' નામની ફિલ્મ બનાવી એમાં ઝુબેદા અને સુલોચનાએ અભિનય આપેલો. આ પછી 'રાજપૂત સવાર' નામની ફિલ્મ બનાવી એમાં મીસ. માધુરી નામની નવી હિરોઈનને ચમકાવી.
કોઈને પ્રશ્ન થશે કે ઈન્દુલાલે અચાનક ફિલ્મનિર્માણ બંધ કેમ કરી દીધું. જવાબ એ છે કે અચાનક ઈન્દુલાલ યાજ્ઞિાક આર્થિક સંકડામણમાં આવ્યા અને ત્રીસની લતનો આરંભ થયો. યાજ્ઞિાકને પાંચ વરસ વિલાયત જવું પડયું ત્યાંથી પાછા આવ્યા ત્યારે અબુ શેઠ ગુજરી ગયા હતા. ફિલ્મી દુનિયાનો નકશો બદલાઈ ગયો હતો. મૂંગી ફિલ્મોની જગ્યાએ બોલતી ફિલ્મો આવી ગયેલી આથી એમણે ફિલ્મનિર્માણ બંધ કરી દીધું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved