Last Update : 24-October-2012, Wednesday

 

ચંદ અને પીટરસન દિલ્હી તરફથી રમી રહ્યા છે
પીટરસનની ઉન્મુક્ત ચંદને સલાહ દરેક બોલ પર શોટ ના ફટકારીશ

જયવર્દને, મોર્ની મોર્કેલ જેવા સ્ટાર્સને મળવાનો અનુભવ યાદગાર રહ્યો

નવી દિલ્હી,તા.૨૩
ભારતની અંડર-૧૯ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન ઉન્મુક્ત ચંદને ચેમ્પિયન્સ લીગમાં ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન પીટરસન, શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન જયવર્દને તેમજ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ની મોર્કેલ સાથે પ્રેક્ટિસ કરવાની તક મળી હતી. આ ત્રણેય દિગ્ગજો અને ચંદ દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યા છે.
ડરબનમાં એજન્સી સાથેની વાતચીતમાં ચંદે કહ્યું કે, જ્યારે તમને પીટરસન જેવા ધુંરધર બેટ્સમેનની સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાની તક મળે છે ત્યારે તમારો આત્મવિશ્વાસ વધી જાય છે. પ્રિટોરિયામાં યોજાયેલા પ્રેક્ટિસ સેશનમાં પીટરસને મને કેટલીક ટીપ્સ આપી હતી. હું ત્યારે દરેક બોલ પર શોટ ફટકારવાનો પ્રયાસ કરતો રહું છું. કેપીએ મને કહ્યું કે, મારે દરેક બોલને ફટકારવાનો પ્રયાસ ના કરવો જોઇએ. તેણે કહ્યું કે, અંહીની પીચો ભારત જેવી નથી કે પહેલા જ બોલથી શોટ ફટકારી શકાય. અંહી તમારે પીચ પર સેટ થવું પડે અને ત્યાર બાદ તમે શોટ ફટકારી શકો.
ચંદે એમ પણ ઊમેર્યું કે, હું બેટિંગમાં ટોપ ઓર્ડરમાં આવું છું એટલે તેણે મને સલાહ આપી કે શોટ ફટકારવામાં ઉતાવળ કરવાની જરૃર નથી. તારે પહેલા પીચ પર સેટ થવું જોઇએ. જે પછી પણ શોટ ફટકારતી વખતે ધ્યાન રાખવું જરૃરી છે. જો તમે સ્હેજ માટે ચુક્યા તો વિકેટ ગુમાવવી પડે. જયવર્દને એ તો ચંદની બેટિંગની વખાણ કર્યા હતા. જયવર્દનેએ કહ્યું કે, પરિસ્થિતીને જોતા મારી તે ઇનિંગ ઘણી જ મહત્વની હતી. ચંદે કહ્યું કે, જયવર્દને જેવા દિગ્ગજ ખેલાડીની સરાહનાથી હું ખુબ જ ખુશ થયો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved