Last Update : 24-October-2012, Wednesday

 

આજથી ફ્રાન્સમાં સુપર સિરિઝ ઇવેન્ટ શરૃ થશે
સાયના નેહવાલની સિઝનના પાંચમા ટાઇટલ પર નજર

ડેનમાર્ક ઓપન જીત્યા બાદ સાયના ટોપ સીડ જાહેર થઇ

પેરિસ,તા.૨૩
ડેનમાર્ક ઓપનમાં ટાઇટલ જીત્યા બાદ ઉત્સાહિત ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલ પેરિસ પહોંચી ગઇ છે, જ્યાં આવતીકાલથી બેડમિંટનની ફ્રેન્ચ ઓપન સુપર સિરિઝ ટુર્નામેન્ટ શરૃ થવા જઇ રહી છે. સાયનાને ચાલુ સિઝનના પાંચમા મેજર ટાઇટલની તલાશ છે અને આ ટુર્નામેન્ટમાં પણ તે ટાઇટલ જીતવા માટેના પ્રબળ દાવેદારોમાં સામેલ છે.
લંડન ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સાયના નેહવાલે બે મહિનાનો બ્રેક લીધો હતો. જે પછી હવે તેણે ફરી બેડમિંટન સર્કિટમાં પુનરાગમન કર્યું છે. તેણે ડેનમાર્ક ઓપનમાં જબરજસ્ત સફળતા મેળવી હતી.
સેમિ ફાઇનલમાં તેણે ચીનની વર્લ્ડ નંબર વન યીહાન સામે પણ નોંધપાત્ર વિજય મેળવ્યો હતો. હાર તરફ ધકેલાયેલી યીહાને ઘુંટણની ઇજાને કારણે મેદાન છોડયું હતુ.
હવે ફ્રેન્ચ ઓપનમાં તો ટોચની ત્રણેય ચાઇનીઝ ખેલાડીઓ રમવાની નથી. તેમની ગેરહાજરીમાં સાયનાને ટોપ સીડ જાહેર કરવામાં આવી છે. સાયના નેહવાલ હાલમાં વર્લ્ડ રેન્કિગમાં ચોથા ક્રમે છે.
તેને પ્રથમ રાઉન્ડમાં ચીનની લી હાન સામે રમવાનું છે અને ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો સાતમો સીડ ધરાવતી થાઇલેન્ડની એન્તાનોન સામે થઇ શકે તેમ છે.
જો તે સેમિ ફાઇનલમાં પ્રવેશે તો તેને ત્યાં જર્મનીની ચેંકનો સામનો કરવો પડી શકે છે. ચેંકને તેણે ડેનમાર્ક ઓપનની ફાઇનલમાં હરાવીને ટાઇટલ જીત્યું હતુ. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય ટોચની જાણીતી ખેલાડીઓમાં શીક્ષિન વાંગ અને ટીન બાયુનનો સમાવેશ થાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved