Last Update : 24-October-2012, Wednesday

 
 

ઇન્સ્યુરન્સ કંપનીએ ટુર ડી ફ્રાન્સ જીતવા બદલ બોનસ ચુકવ્યું હતુ
આર્મસ્ટ્રાંેગની મુશ્કેલી વધીઃ રૃ.૫૮ કરોડનું બોનસ પાછું આપવું પડશે

સાયકલીંગમાંથી જીતેલી ઇનામી રકમ પણ આર્મસ્ટ્રોંગ ગુમાવશે
આર્મસ્ટ્રોંગે તેના ટ્વીટરના એકાઉન્ટમાંથી ટુર ડી ફ્રાન્સના વિજયનો ઉલ્લેખ દૂર કર્યો

ટેક્સાસ,તા.૨૩
લાન્સ આર્મસ્ટ્રોંગને પ્રતિબંધિત ડ્રગના સેવન બદલ તેના સાતેય ટુર ડી ફ્રાન્સના ટાઇટલો અને અન્ય ટાઇટલ ગુમાવવા પડયા હતા. સાઇકલીંગના ઇતિહાસમાંથી આર્મસ્ટ્રોંગના નામનો ૧૯૯૮ બાદ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.જે પછી હવે તેને નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતી સર્જાઇ છે. આર્મસ્ટ્રોંગે સાઇકલીસ્ટ તરીકે જીતેલા ટાઇટલોની સાથે તેને મળેલી ઇનામી રકમ પણપાછી આપવી પડશે. તેને ટુર ડી ફ્રાન્સના ટાઇટલ જીતવા બદલ એક ઇન્સ્યુરન્સ કંપનીએ આશરે રૃપિયા ૫૮.૩ કરોડની બોનસ તરીકે ચુકવણી કરી હતી, હવે તેઓ આ રકમ પાછી માંગી રહ્યા છે.
યુએસ એન્ટી ડોપિંગ એજન્સીની તપાસને માન્ય રાખતાં ગઇકાલે જ યુનિયન ઓફ સાયકલીંગ ઇન્ટરનેશનલે (યુસીઆઇ) આર્મસ્ટ્રોંગના સાતે ય ટુર ડી ફ્રાન્સના ટાઇટલ પાછા આંચકી લીધા હતા. ટેકસાસની ઇન્સ્યુરન્સ કંપનીએ હવે આર્મસ્ટ્રોંગ પાસેથી તેને ચુકવાયેલી બોનસની રકમ પાછી લેવાનો નિર્ણય લીધો છે. જે અંગે ટુંક સમયમાં તેને પત્ર પાઠવવામાં આવશે.
કંપનીના એક કાઉન્સેલે એક મીડિયા સાથેની મુલાકાતમાં કહ્યું કે, અમે આર્મસ્ટ્રોંગ પાસેથી કુલ મળીને આશરે ૫૮.૩ કરોડ રૃપિયા એટલે કે ૧૧ મિલિયન ડોલરની માંગણી કરવા જઇ રહ્યા છીએ. આ બોનસ અમે આર્મસ્ટોંગને ટુર ડી ફ્રાન્સના૨૦૦૨માં જીતેલા ચોથાં, ૨૦૦૩માં જીતેલા પાંચમાં અને ૨૦૦૪માં જીતેલાં છઠ્ઠા ટાઇટલ બદલ ચુકવવામાં આવ્યું હતુ. દરેક વખતે કુલ ૧.૫ મીલિયન ડોલરનું બોનસ ચુકવાયું હતુ. આર્મસ્ટ્રોંગના સાતેય ટુર ડી ફ્રાન્સના ટાઇટલ આંચકી લેવામાં આવતા હવે તે સત્તાવાર વિજેતા રહ્યો નથી અને તેના કારણે અન્ય સ્પોન્સર્સની જેમ આ ઇન્સ્યુરન્સ કંપની પણ તેની સાથેનો છેડો ફાડી નાંખવાની છે.
પ્રતિંબધિત ડ્રગનું સેવન કરીને સાત ટુર ડી ફ્રાન્સ ટાઇટલ જીત્યા હોવાના ખુલાસા બાદ રાતોરાત આર્મસ્ટ્રોંગ રાતોરાત સ્પોર્ટસ વર્લ્ડના સુપર હિરોમાંથી ઝીરો બની ગયો છે. તેની સાઇકલીસ્ટ તરીકેની સિધ્ધિઓ તો રેકોર્ડ બુકમાંથી દૂર કરવામાં આવી હતી અને હવે તેને ચુકવાયેલી ઇનામની રકમ અને બોનસ પણ પાછા લેવામાં આવશે.
આ ઉપરાંત કેટલાક સ્પોન્સર્સ પણ આર્મસ્ટ્રોંગને ચુકવેલી ઇનામની રકમ પાછી માંગે તેવી શક્યતા છે. જેના કારણે આવનારા દિવસોમાં તેની મુશ્કેલીઓ વધશે તેમ મનાય છે.
યુનિયન ઓફ સાઇકલિંગ ઇન્ટરનેશને પણ અમેરિકન એન્ટી ડોપિંગ એજન્સીની તપાસને માન્ય રાખતાં આર્મસ્ટ્રોંગને તેના સાતેય ટુર ડી ફ્રાન્સના ટાઇટલ ગુમાવવા પડયા હતા. તેણે તરત જ ટ્વીટરના તેના એકાઉન્ટમાંથી ટુર ડી ફ્રાન્સના વિજેતા તરીકેનો ઉલ્લેખ પણ દૂર કરી દીધો હતો.

સાઇકલિંગમાં આર્મસ્ટ્રોંગનું કોઇ સ્થાન નથી ઃ યુસીઆઇ
પેરિસ,તા.૨૩
યુનિયન ઓફ સાઇકલિંગ ઇન્ટરનેશનલના વડા પેટ મેક્યુડે આર્મસ્ટ્રોંગને ડ્રગનો દોષી જાહેર કરવાની સાથે તેના તમામ ટુર ડી ફ્રાન્સના ટાઇટલ પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી.તેમણે કહ્યું હતુ કે, હવે સાઇકલિંગમાં આર્મસ્ટ્રોંગનું કોઇ સ્થાન નથી. સાઇકલિંગમાંથી તે ભુલી જવાને લાયક છે. સાઇકલીંગમાં આર્મસ્ટ્રોંગે ૧ લી ઓગસ્ટ, ૧૯૯૮ના રોજ અને ત્યાર બાદ મેળવેલી તમામ સફળતાઓ તેમજ રેકોર્ડને રેકોર્ડ બુકમાંથી દૂર કરવામાં આવ્યો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved