Last Update : 24-October-2012, Wednesday

 

ભ્રષ્ટાચારને ડામવામાં કોંગ્રેસ ગંભીર નથી
વિપક્ષો સંગઠિત થઈ સંસદમાં કોલસા કૌભાંડનો મુદ્દો ઉઠાવશે ઃ જદ (યૂ)

 
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૨૩
ભ્રષ્ટાચાર નાથવામાં નિષ્ફળ ગયાનો કોંગ્રેસ પર આરોપ મુકતા જનતાદળે (યૂ) જણાવ્યું હતું કે વિરોધ પક્ષ 'કોલ બ્લોક' મુદ્દે સરકારને શિયાળુ સત્રમાં ભીંસમાં લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર ૨૧મી નવેમ્બરથી ચાલુ થવાનું છે.
જે.ડી.(યુ)ના વડા તેમજ એન.ડી.એ.ના કન્વીનર શરદ યાદવે અત્રે એક પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે અમારા વિરોધનો મુખ્ય સુર કોલ બ્લોકસની ફાળવણી રહેશે. જેમાં અનેક અનિયમીતતાઓ જોવા મળી છે. જો કોઈ એમ કહેતું હોય કે આ મુદ્દે વિપક્ષ મૌન થઈ ગયો છે તો તે ખોટું છે. શિયાળુ સત્રમાં વિપક્ષ આ મુદ્દો સંયુક્ત રીતે ઉઠાવશે. શરદ યાદવે ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેના એ નિવેદનની ટીકા કરી હતી કે, 'કોલ બ્લોકની ફાળવણીમાં કોઈ ખોટ ગઈ નથી.'
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે કેગે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કોલ બ્લોકની ફાળવણીમાં ૧.૮૬ લાખ કરોડની સરકારી તિજોરીને ખોટ ગઈ છે ત્યારે આવા બેજવાબદાર નિવેદનો કરવાનો શો અર્થ ?
યાદવે ઉમેર્યું હતું કે કોલ બ્લોકની ફાળવણી રદ્દ કરવામાં આવે અને નવેસરથી ફાળવણી થાય તો એવું માની લઈ શકાય કે સરકારી તિજોરીને નુકસાન નથી ગયું પણ અહીંથી તો ખુબ જ નજીવા દરેજીન્દાલને કોલ બ્લોક ફાળવવામાં આવ્યા છે. જે સામાન્ય માનવીના ભોગે ભારે ઉંચા દરે વિજળી વેચે છે. તેમણે ઉદાહરણ આપ્યું હતું કે જીન્દાલ ૫.૫૦ પૈસાથી ૬ રૃા. પ્રતિ યુનિટે વિજળી વેચે છે. જ્યારે તેની નજીક જ આવેલો એન.ટી.પી.સી.નો પ્લાટ ૨.૨ પૈસાના દરે વિજળી આપે છે. આ પ્રકારે સરકાર સાથેના મેળાપીપણાથી જીન્દાલ બેસુમાર નફો મેળવે છે. જ્યારે કોંગ્રેસ તેની સરકાર મારફત નવિન જીન્દાલને તમામ લાભ આપે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved