Last Update : 24-October-2012, Wednesday

 

સરકારી વકીલે ૮ થી ૧૦ વર્ષની સજા માગી છે
ગોલ્ડમેન સાક્સના પૂર્વ ડિરેક્ટર રજત ગુપ્તા સામે આજે સજા સંભળાવાશે

હેજ ફંડના સ્થાપક રાજ રાજારત્નમને બોર્ડ રૃમનાં રહસ્યો કહેવાનો ગુપ્તા પર આરોપ

(પી.ટી.આઈ) ન્યુયોર્ક, તા. ૨૩
ગોલ્ડમેન સચના પૂર્વ ડાયરેક્ટર રજત ગુપ્તાને આવતીકાલે સજા ફટકારવામાં આવશે. તેમની સામે 'ઈનસાઈડર' ટ્રેડીંગનો આરોપ મુકવામાં આવ્યો હતો, અને તેમને તે માટે જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા. કંપનીના બોર્ડ રૃમમાં ચર્ચવામાં આવેલા મુદ્દાઓ અંગે હેજ ફંડના સ્થાપક રાજ રત્નમને માહિતી આપવાનો આરોપ સાબીત માનવામાં આવ્યો હતો. રાજ રત્નમ પણ હાલ જેલમાં છે.
ફરીયાદ પક્ષે ૬૩ વર્ષીય રજત ગુપ્તાને ૮ થી ૧૦ વર્ષની સજા ફટકારવા માંગ કરેલી છે. જ્યુરી દ્વારા જુન માસમાં આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 'સીક્યોરીટી સંદર્ભે કૌભાંડ આચરવા માટે તેમને ત્રણ કાઉન્ટ જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા.' જ્યારે કાવત્રુ ઘડવા માટે તેમને એક કાઉન્ટ જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા.
મેનહટ્ટનના મુખ્ય કેન્દ્રીય એટર્ની અને ભારતમાં જન્મેલા પ્રિત ભરારાએ તેમની સામે ઈન સાઈડર ટ્રેડીંગના આક્ષેપો સાથે ફરીયાદ કરી હતી. તે પછી બરાબર એક વર્ષે અમેરીકાના ડીસ્ટ્રીક્ટ જજ જેડ રેક્કોફ તેમની સામેના આરોપો સાબીત માનીને સજા કરશે. ગુપ્તા પૂર્વે મેક કેન્સીના વડા પણ રહી ચૂકેલા છે.
સરકાર દ્વારા ઈનસાઈડર ટ્રેડીંગ પર ઘોંસ બોલાવવામાં આવી હતી. તેના પગલે ખૂબ જ હાઈ પ્રોફાઈલ એકઝીક્યુટીવ ગુપ્તા સકંજામાં આવી ગયા હતા. તેમને ચાર કાઉન્ટથી ગુનેગાર ઠરાવવામાં આવ્યા છે. ગુપ્તાએ તેમની નિષ્કલંક કારકિર્દી અને સમાજની અન્ય પ્રકારે કરેલી સેવા ધ્યાનમાં રાખીને સજા સંદર્ભે દયાની યાચના કરી હતી. જિલ્લા અદાલતમાં ગત સપ્તાહે દાખલ કરવામાં આવેલા જવાબ અને ક્ષમા માટેના વિનંતી પત્રમાં ગુપ્તાના વકીલ ગેરી નાફતાલીસે હાવર્ડમાં ભણેલા તેમના અસીલ (ગુપ્તા) માટે ક્ષમાની અરજી કરતા જણાવ્યું હતું કે તેઓ હવે રવાન્ડામાં સ્થાયી થવા માંગે છે અને સ્થાનિક સરકાર સાથે મળીને આરોગ્ય અને ખેતી ક્ષેત્રે કામ કરવા માંગે છે.
જ્યારે ભરારાએ તેમના ગુનાને 'આંચકારૃપ' ગણાવતા નાણાકીય ગેરરીતિ અને પ્રણાલીમાં રહેલા છીદ્રોની મદદથી ઈનસાઈડ ટ્રેડીંગ કરનારા (ગુપ્તાને) અન્ય પર દાખલો બેસે તે પ્રકારે આકરી ૮ થી ૧૦ વર્ષની સજા કરવાની માંગ કરી છે. જોકે માઈક્રો સોફટના બીલ ગેટ્સ, સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ વડા કોફી અન્નાન સહીત ૪૦૦ જણાએ ન્યાયમૂર્તિ રેક્કોફને પત્ર લખીને રજત ગુપ્તાએ વૈશ્વિક સ્તરે કરેલી રોગીઓ અને દુઃખીઓની સેવાને લક્ષ્યમાં લઈને ક્ષમાભાવ રાખવા વિનંતી કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved