Last Update : 24-October-2012, Wednesday

 

સવારથી સાંજ સુધી કુવાડવા પોલીસ મથક બહાર 'ડ્રામા'
રાજકોટમાં ૧૨ કરોડની ચાંદી અટકાવાઈ, સોની બજારો બંધ

લાંબી રકઝક, માથાકૂટને અંતે સાંજે ઈન્કમટેક્સ વિભાગે ચાંદી પરત આપી દેવાનો નિર્ણય લીધો

રાજકોટ, તા.૨૩
રાજકોટના કુવાડવા પોલીસ મથક પાસે ઉભી કરાયેલી એક પોસ્ટના સ્ટાફે આજે પરોઢીયે અંદાજે રૃા. ૧૨ કરોડની કિંમતની ૨૦૦૦ કિલો ચાંદીનો જથ્થો ભરેલી આઈશર ઝડપી લેતા જ સોની બજારનાં વેપારીઓ, આંગડીયા પેઢીના સંચાલકો ઉપરાંત ચાંદી મંગાવનાર વેપારીઓમાં દેકારો મચી ગયો હતો અને વેપારીઓનાં ટોળેટોળા કુવાડવા પોલીસ મથકે ધસી ગયા હતા અને માલ કાયદેસરનો હોવાનું જણાવી આ સમગ્ર કાર્યવાહી સામે તિવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે મામલો ઈન્કમટેક્સ વિભાગને સોંપી દેતા તેના અધિકારીઓએ વેપારીઓ પાસે આધાર, પુરાવા અને બીલ માંગતા બંને પક્ષો વચ્ચે કલાકો સુધી રકઝક થઈ હતી. અંતે વેરીફીકેશન બાદ માલ વેપારીઓને સોંપવા ઈન્કમટેક્સ વિભાગ રાજી થઈ ગયું હતું.
આ ઘટનાને પગલે રાજકોટ સહિતની સૌરાષ્ટ્રની અનેક સોનીબજારો બંધ થઈ ગઈ હતી. અંતે વેપારીઓને માલ સોંપાયાની જાણ થતાં વેપારીઓએ આવતીકાલથી બજાર ખોલવાની જાહેરાત કરી દીધી હતી.
મળતી માહિતી પ્રમાણે, કુવાડવા પોલીસ મથકની બાજુમાં ઉભી કરાયેલી એક પોસ્ટના સ્ટાફે આજે પરોઢીયે શંકાના આધારે બંધ બોડીના આઈશરને અટકાવી તલાશી લેતા અંદર કાપડના તાકા જોવા મળ્યા હતા.
ત્યાર બાદ કુવાડવાના પીએસઆઈ શ્રી જોષીએ કાપડના તાકા બહાર કઢાવી તપાસ કરતા વચ્ચેથી ચાંદીની પાટો મળી આવી હતી. પોલીસે આઈશરના ચાલકની પુછપરછ કરતા તેણે અમદાવાદથી ઈશ્વર બેચર આંગડીયા પેઢીની ઓફિસમાંથી ચાંદીનો જથ્થો અને કાપડના તાકા ભરી રાજકોટ સ્થિત ઓફિસે લઈ આવી રહ્યાનું કહ્યું હતું. પોલીસે તત્કાળ ચાંદીની પાટો ઉતરાવી પોલીસ મથકમાં મુકાવી દીધી હતી.
પોલીસે તપાસના અંતે ૧ હજાર કિલો ચાંદી બીલવાળી અને ૧૦૨૬ કિલો બીલ વગરની હોવાનું જાહેર કર્યુ હતું. બીજી તરફ જાણ થતાં જ આંગડીયા પેઢીના સંચાલકો અને સોની મહાજનો કુવાડવા પોલીસ મથકે દોડી ગયા હતા અને ચાંદીનો આ જથ્થો કાયદેસરનો હોવાની રજૂઆત કરી હતી.
પરિણામે પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. અંતે પોલીસે આ સમગ્ર મામલાની ઈન્કમટેક્સ વિભાગને જાણ કરતા તેના અધિકારીઓ કુવાડવા પોલીસ મથકે દોડી ગયા હતા. બીજી તરફ જાણ થતા બુલીયન, સોની બજારના વેપારીઓ, કારીગરો, આંગડીયા પેઢીના સંચાલકો અને સામા કાંઠાના ચાંદીના વેપારીઓના ટોળેટોળા કુવાડવા પોલીસ મથકે ધસી ગયા હતા. વેપારીઓએ આ માલ કાયદેસરનો હોવાની રોષભેર રજૂઆત કરી હતી અને થઈ રહેલી કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પરિણામે વેપારીઓને પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ સાથે અનેક વખત રકઝક થઈ હતી.
છેક ગાંધીનગર અને દિલ્હી સુધી મામલો પહોંચ્યો હતો. ઈન્કમટેક્સ વિભાગ ચાંદીનો જથ્થો સીઝ કરશે કે રિલીઝ તે અંગે અનેક અટકળો ચાલુ રહી હતી. ઈન્કમટેક્સ વિભાગે ચાંદીના જથ્થા સાથે સંકળાયેલા તમામ વેપારીઓ અને આંગડીયા પેઢીના કર્મચારીઓની પુછપરછ કરી હતી અને તેમની પાસે બીલ, આધાર પુરાવા વગેરે માંગ્યા હતા.
વેપારીઓએ જણાવ્યું કે ઝડપાયેલી ચાંદી ઘડામણ માટે આવતી હોય છે. તેના બીલ હોતા નથી. માત્ર વાઉચરો જ હોય છે. આ વાઉચર ઉપરાંત ચાંદી મોકલનાર, મેળવનાર પાર્ટી અમે રજૂ કરવા તૈયાર છીએ.
અંતે રજૂ થયેલા આધાર, પુરાવા, રજૂઆતો માન્ય રાખવા કે નહીં તે અંગે લાંબી ગડમથલ, ચર્ચા, માથાકૂટ અને રકઝક બાદ સાંજે વેપારીઓને માલ પરત આપી દેવાનો ઈન્કમટેક્સ વિભાગે નિર્ણય લઈ માલ પરત કરવાનું શરૃ કરતા સવારથી કુવાડવા પોલીસ મથક બહાર શરૃ થયેલા ડ્રામાનો મોડી સાંજે અંત આવ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved