Last Update : 24-October-2012, Wednesday

 

હિમાચલ પ્રદેશના કોંગ્રેસ નેતા અને
પૂર્વ સ્ટીલ મંત્રી વીરભદ્રસિંહ માટે પૈસા ખરેખર ઝાડ પર ઉગે છે

વીરભદ્ર સિંહની ઈસ્પાત ઈન્ડસ્ટ્રીઝ પર પડેલા આઈટીના દરોડા બાદ જંગી બિનહિસાબી વ્યવહારો પકડાયા

નવી દિલ્હી, તા. ૨૩
પૂર્વ સ્ટીલ મંત્રી વીરભદ્રસિંહ જેમના પર વિપક્ષ ભાજપે પ્રમોદ મિત્તલના અંકુશવાળી ઈસ્પાત ઈન્ડસ્ટ્રિઝ પાસેથી કટકી લેવાના આક્ષેપો કર્યા છે. તેમની સામે હવે નવા પ્રશ્નો ઊભા થયા છે. તેમના આવકવેરાના રિટર્ન અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે દાખલ કરેલા સંપત્તિના સોગંદનામામાં બેહિસાબી રોકડની એન્ટ્રીઓ બહાર આવી છે.
૧ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ આવકવેરા ખાતાએ ઈસ્પાત ઈન્ડસ્ટ્રિઝની દિલ્હી ઓફિસોમાં દરોડા પાડીને ૨૮-૧૦-૨૦૦૯ના રોજ 'વીબીએસ'ને કરવામાં આવેલા રૃપિયા ૫૦,૦૦,૦૦૦ના બિનહિસાબી પેમેન્ટની નોંધ લીધી હતી. જેમાં ૨૩-૧૨-૨૦૦૯ના રૃપિયા ૫૦,૦૦,૦૦૦ અને ૨૧-૪-૨૦૧૦ના રૃપિયા ૨૭,૦૪,૫૩૫ તેમજ ૨૪-૮-૨૦૧૦ના રૃપિયા ૧૦૦,૦૦,૦૦૦ના બિનહિસાબી પેમેન્ટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 'મીન ઓફ સ્ટીલ એપીએસ'ને ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ પણ બીનહિસાબી રૃપિયા ૧૫ લાખનું પેમેન્ટ કરાયું હતું. હવે ખુલેલી વિગતો મુજબ મી. સિંહે ૨૦૧૨માં સુધારેલું રીટર્ન ભર્યું હતું જેમાં ૨૦૦૯-૧૦, ૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨ના એસેસમેન્ટ દર્શાવ્યા હતા. સિંહે કબૂલ કર્યું હતું કે તેમના નાણાકીય વ્યવહાર આનંદ ચૌહાણ નામની વ્યક્તિ સંભાળે છે. ૨૦૧૧માં શિમલાના આઈ.ટી. અધિકારીઓએ ચૌહાણના હિસાબોમાં થયેલા ગોટાળા પકડયા પછી સિંહે નવા રીટર્ન ભર્યા હતા.
૨૦૦૮ના એપ્રિલથી ૨૦૧૦ના માર્ચ સુધીમાં ચૌહાણે તેના પંજાબ નેશનલ બેન્કના ખાતામાં લગભગ રૃપિયા પાંચ કરોડ જમા કર્યા હતા. ત્યારબાદ તેમણે પૂર્વ સ્ટીલ મંત્રી, તેમના પત્ની પ્રતિભાસિંહ અને બે બાળકો અપરાજીતા અને વિક્રમાદિત્યના વિમાના પ્રિમિયમ પેટે એલઆઈસીને પાંચ કરોડનું પેમેન્ટ ચેક દ્વારા કર્યું હતું.
જોગાનુંજોગ સિંહનું સુધારેલું આઈ.ટી. રીટર્ન ખેતીની આવકમાં રૃપિયા ૬.૫૭ કરોડનો વધારો સૂચવે છે. જ્યારે અસલ દસ્તાવેજમાં ખેતીની આવક ૨૦૦૯-૧૦માં ૭,૩૪,૦૦૦, ૨૦૧૦-૧૧માં રૃપિયા ૧૫૦૦૦૦૦ અને ૨૦૧૧-૧૨માં રૃપિયા ૨૫,૦૦,૦૦૦ દર્સાવાઈ છે. ખેતીની આ વધારાની આવક સિંહના સફરજનના વેપારમાંથી થઈ હતી કે અન્ય સ્ત્રોતોમાંથી તે જણવાયું નથી. ઉપરાંત ચૌહાણના ખાતામાં જમા થયેલી રકમનો સ્ત્રોત અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
હિમાચલ કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ સ્ટીલ મંત્રી એવા સિંહે તેમને કરેલા ઈ-મેલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
વિધાનસભામાં ઉમેદવારી નોંધાવતી વખતે તેમણે જાહેર કરેલી વિગતોમાં તેમના પરિવારની વિમાની પોલિસીઓ અંગે સ્પષ્ટતા કરી છે.
વિરભદ્ર સિંહે ૨૦૦૮માં તેમના સફરજનની ખેતરોનો વહિવટ એમઓયુ દ્વારા ચૌહાણને સોંપ્યો હતો સાથે સાથે તેવો જ એક કરાર વિશ્વંભર દાસ નામની વ્યક્તિ સાથે પણ કર્યો હતો એક જ દિવસે એક જ પ્રકારના બે વ્યક્તિઓ સાથેના કરાર અંગે પણ અખબારે પ્રશ્ન ઉઠાવ્યો હતો. હિમાચલ પ્રદેશના કોંગ્રેસના આ નેતાની ઈસ્પાત કંપની પર દરોડો પડયો ત્યારે તે સ્ટીલ મંત્રી તરીકે નહોતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved