Last Update : 24-October-2012, Wednesday

 

ત્રણ હપ્તામાં પગાર ચુકવવાની ઓફર પર
કર્મચારીઓ ટસના મસ ન થતાં કિંગફિશરની કટોકટી વધુ લાંબી ચાલશે

માલ્યાએ ટ્વિટ કર્યુ ઃ હું ભાગેડુ નથી

(પીટીઆઇ) મુંબઇ, તા. ૨૩
૨૩ દિવસની તાળાબંધી પછી કિંગફિશર એરલાઇન્સની કટોકટી વધુ ઘેરી બની રહી છે. કર્મચારીઓના બાકી પગાર અંગે મેનેજમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી ઓફરને આજે મોટાભાગના કર્મચારીઓ દ્વારા ફગાવી દેવામાં આવતા એરલાઇન્સની સમસ્યામાં વધારો થયો છે. આ દરમિયાન આજે એરલાઇન્સના માલિક વિજય માલ્યાએ જણાવ્યું હતું કે તે ભાગેડું નથી.
પોતાને ભાગેડું જાહેર કરવા બદલ માલ્યાએ મિડિયાની ટીકા કરી હતી. તેમણે ટ્વીટર પર જણાવ્યું હતું કે હું મારા વિવિધ જવાબદારીઓને કારણે ૨૪ કલાક મુસાફરી કરી રહ્યો છું. મિડિયા સાથે હું વાત કરી રહ્યો ન હોવાથી મિડિયાના કેટલાક જુથોએ મને ભાગેડું જાહેર કરી દીધો હતો. જો કે મુંબઇસ્થિત પાઇલોટોએ જણાવ્યું હતું કે તેઓ કાર્ય શરૃ કરવાની શરતે મેનેજમેન્ટ દ્વારા ઓફર કરવામાં આવેલી સમજૂતીનો સ્વીકાર કરવા તૈયાર છે. છેલ્લા સાત મહિનાથી પગાર ચુકવવામાં આવ્યા નથી. એરલાઇન્સના સીઇઓ સંજય અગ્રવાલે આજે કર્મચારીઓને વ્યકિતગત રીતે ઇ મેઇલ મોકલીને કાર્ય શરૃ કરવાની શરતે નવેમ્બરની મધ્ય સુધીમાં ત્રણ માસનો પગાર ચુકવવાની ઓફર કરી હતી.
જો કે કર્મચારીઓ દ્વારા આ ઓફર ફગાવી દેવામાં આવી હતી. આ ઇ મેઇલમાં જણાવવામાં આવ્યું હતું કે કર્મચારીઓએ લેખિતમાં જણાવવું પડશે કે મને તમામ શરતો મંજુર છે અને હું ૨૬ ઓક્ટોબરથી નોકરી શરૃ કરીશ.

માલ્યા ગ્રાન્ડ પ્રિક્સમાં હાજર રહેશે
સહારા ફોર્સ ઇન્ડિયા ટીમના વડા અને કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યા ૨૬થી ૨૮ ઓક્ટોબર દરમિયાન બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે યોજાનાર ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સમાં હાજર રહેશે. તેમણે પોતાની ટીમના સારા પ્રદર્શન અંગે આશા વ્યક્ત કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved