Last Update : 24-October-2012, Wednesday

 

કસાબને ફાંસીનો માર્ગ મોકળો
ગૃહ મંત્રાલયે આતંકવાદી કસાબની દયાની અરજી ફગાવી, રાષ્ટ્રપતિને મોકલી

ભાજપે ગૃહ મંત્રાલયના નિર્ણયને આવકાર્યો બને તેટલી ઝડપી ફાંસી આપવા માગણી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા.૨૩
૨૬/૧૧ના મુંબઈ આતંકી હુમલાના આતંકવાદી અજમલ આમીર કસાબની દયા અરજી ગૃહ મંત્રાલયે ફગાવી દીધી છે. અને તેને રાષ્ટ્રપતિને મોકલી આપી છે. ગૃહ મંત્રાલયના ટોચના સુત્રો અનુસાર કસાબની દયાની અરજી નામંજુર કરી ફગાવી દેવાઈ છે.
ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે કસાબ ભારત સામે યુધ્ધ જેવી સ્થિતિ નિર્માણ કરવાના કાવતરામાં સામેલ હતો, જેમાં વિદેશીઓ સહિત કુલ ૧૬૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના કારણે દયાની અરજી સ્વીકારવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
૨૫ વર્ષીય પાકિસ્તાની નાગરિક કસાબ અને અન્ય નવ જણા લશ્કર-એ-તોઈબાના આતંકીઓએ ૨૬, નવેમ્બર, ૨૦૦૮માં કરાંચીથી મુંબઈના દરિયાઈ માર્ગે ઘુસણખોરી કરી હતી અને મુંબઈના ઘણા સ્થળોએ અંધાધૂધં ગોળીબાર કર્યા હતા. અને ખતરનાક આતંકી હુમલાને અંજામ આપ્યો હતો એમાં કસાબ જીવતો પકડાયો હતો અને અન્ય સુરક્ષા દળોના હાથે માર્યા ગયા હતા.
ગયા મહિને મહારાષ્ટ્ર સરકારે દયાની અરજી મજૂર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને માહિતી આપી હતી ગૃહ મંત્રાલયે પણ તેને ફગાવીને આગળની પ્રક્રિયા માટે રાષ્ટ્રપતિને મોકલી આપી હોવાનું મંત્રાલયની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ચાર વર્ષના લાંબા કાનૂની યુધ્ધ બાદ ૨૯મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે તેની ફાંસીની સજા કાયમ રાખી હતી.
દરમિયાન ભાજપે કસાબની દયાની અરજી નામંજૂર કરવાના પગલાંને આવકાર્યું છે અને કસાબને શક્ય એટલો વહેલી તકે ફાંસીએ લટકાવવાની માગણી કરી છે, જેથી કરીને આતંકવાદને પોષનારા પરિબળો સુધી એક સંદેશો પહોંચે.
ભાજપના ઉપપ્રમુખ મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, અમે કસાબ વિરૃધ્ધના પગલાંને આવકારીએ છીએ. કસાબ દેશનો દુશ્મન છે. દેશ વિરૃદ્ધ ષડયંત્ર રચવા બદલ તેને ફાંસીએ જ લટકાવી દેવો જોઈએ. ભાજપે અગાઉ અનેક વખત એવા આરોપ મૂક્યા છે કે યૂપીએ સરકાર આતંકના મુદ્દે નરમ વલણ ધરાવે છે અને અફઝલગુરૃ તેમજ કસાબને ફાંસીએ લટકાવવામાં વિલંબ કરીને લઘુમતિઓના તુષ્ટિકરણની કોશિશ કરી રહી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved