Last Update : 24-October-2012, Wednesday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
* નાણા પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું છે કે ગરીબોને ઋણ આપવામાં બેંકો અને નાણાકીય સંસ્થાઓએ ખચકાટ અનુભવવો જોઈએ નહીં કારણ કે ગરીબો પ્રામાણિક દેણદાર હોય છે અને ધિરાણ ભરવામાં કસૂરવાર ઠરતા નથી. નાણા મંત્રીની વાત તો સાચી છે, ગરીબો તો દેવું ભરવામાં પીછેહઠ કરતા નથી, કરે છે તો ૭૫૦૦ કરોડ જેટલું જંગી દેવું લેનારાઓ જ.
* વિજ્ઞાાન નીતિ આવતા વર્ષે જાહેર થશે. આવી જાહેરાત વિજ્ઞાાન અને ટેકનોલોજી મંત્રી વ્યાલાર રવિએ કરી છે. વૈજ્ઞાાનિક શોધો અને વિજ્ઞાાન દ્વારા પોસાય તેવા ઉકેલો અંગેની વૈશ્વિક સ્પર્ધાને પ્રાધાન્ય અપાશે તેમ પણ રવિએ કહ્યું છે.
* તમે 'ગોલમાલ-૩' અને 'એફઆઈઆર' સિરિયલમાં ભૂલકણા પાત્રો જોયા હશે. પણ આવું કોઈ પાત્ર વાસ્તવમાં હોઈ શકે? (જો કે આપણા ગૃહમંત્રી શિંદે સહિતના રાજકારણીઓ તો માને જ છે કે જનતાની યાદશક્તિ ટૂંકી છે અને કૌભાંડોને જલ્દી ભૂલી જાય છે.) હા. એ માટે મુંબઈના નિર્મલનગર પોલીસ મથકમાં દસ દિવસથી રહેતા ૧૧ વર્ષના કિશોરને મળો. આ કિશોર મુંબઈમાં ભૂલો પડી ગયો છે તેથી પોલીસ મથકમાં તે રહે છે. તેને કશું જ યાદ નથી રહેતું.
* ચીનનું આક્રમણ હવે ભારતની વેબસાઈટો પર પણ જોવા મળે છે. ભારતીય ભાષાઓની વેબસાઈટમાં ચીનની ભાષાઓમાં લખાણ હોય છે. તેનો અર્થ જાણવો હોય તો ગૂગલ ટ્રાન્સલેશનની મદદ લઈ શકાય.

 

આંતરરાષ્ટ્રીય
* લ્યો કરો વાત, પત્નીથી છુટકારો મેળવવા માગતા પતિદેવોએ આ સમાચાર વાંચ્યા પછી વિચાર કરવો પડે એમ છે. અમેરિકાની રોસેસ્ટર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના સંશોધનમાં એવું તારણ આવ્યું છે કે પત્નીના મૃત્યુ થયા બાદ પતિની મરવાની સંભાવના ૩૦ ટકા વધી જાય છે. કારણ હાથના કર્યા હૈયે વાગે એના જેવું છે. આખો દિવસ આ કર ને પેલુ કર જેવા હુકમ ચલાવવાની આદતવાળા પુરૃષોને એની કાળજી રાખનાર વ્યક્તિ જતી રહે પછી તેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે. જ્યારે પત્નીઓને આ મુદ્દે ખાસ અસર થતી નથી, તે પતિના મૃત્યુ બાદ પોતાની જાતને સંભાળી લે છે પણ જો બાળકોનું મૃત્યુ થાય તો સ્ત્રીના વહેલા મૃત્યુનો ખતરો ૧૩૩ ટકા વધી જાય છે.
* સોશિયલ મીડીયા પર પંચાત કુટનારાઓને આ સમાચાર વાંચી નવાઈ લાગશે. અમેરિકામાં કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કામ કરતાં મનીષ શેઠીને એટલી હવે ફેસબુકની કુટેવ પડી ગઈ કે તેણે એ વ્યસનથી છુટવા અનોખો રસ્તો અપનાવ્યો છે. મનીષ શેઠીએ જાહેરાત આપીને એક મહીલાને નોકરીએ રાખી છે. એનું કામ ફક્ત એટલું જ કે પેલા ભાઈને કામ કરતાં સોશિયલ સાઈટ પર ટાઈમ બગાડતા જુએ કે તરત એને સટાક દઈને એક લાફો મારવાનો. સોશિયલ મીડીયાની લતથી છુટવા આ ભાઈ લાફો મારવાના કલાકના પાંચ પાઉન્ડ આપે છે. જોકે એનાથી તેની રોજની કાર્યક્ષમતા ૩૫ ટકાથી વધીને ૯૮ ટકા થઈ ગઈ છે. સોશિયલ મીડિયાની લતના કારણે ભવિષ્યમાં ફેસબુક, ટ્વીટર, ઓફેટનું વ્યસન છોડાવવા મળો એવા પાટિયા ઝુલતા દેખાય તો હવે નવાઈ ન પામતા!
* ઈટાલીમાં સાત વૈજ્ઞાાનિકોને જેલની સજા થઈ છે. આની પાછળનું કારણ આપણાં હવામાન ખાતાના વૈજ્ઞાાનિકોએ ખાસ વાંચવું જોઈએ. આ વૈજ્ઞાાનિકોએ ભુકંપગ્રસ્ત વિસ્તારમાં રહેલા લોકોને ભૂકંપ અંગેની સાચી આગાહી અને પૂરતી ચેતવણી ન આપતા ૩૦૦ લોકોના મોત થયેલા. એપ્રિલ ૦૯ના ભૂકંપની તપાસમાં વૈજ્ઞાાનિકોની બેદરકારી બહાર આવતા ૧.૦૨ કરોડ ડોલર અને છ વર્ષની જેલની સજા થઈ છે. આપણે ત્યાં તો હવામાન ખાતાની આગાહીઓ એટલી બધી વાર ખોટી પડે છે કે ઈટાલીવાળી કરવા જઈએ તો વૈજ્ઞાાનિકોથી જેલ ભરાઈ જાય.
* અમેરિકામાં ઓબામા અને રોમ્ની વચ્ચે ચર્ચાનો છેલ્લો રાઉન્ડ યોજાઈ ગયો. રીપબ્લિકન પક્ષના છેલ્લાં પ્રમુખ જ્યોર્જ બુશની છબી હજુ પણ લોકોના મનમાં અંકિત છે. બરાક ઓબામા અને મિટ રોમ્ની આર્થિક અને વિદેશ નીતિના મુદ્દે જ્યોર્જ ડબલ્યુ બુશથી વધારે સ્પષ્ટ જણાયા ન હતા. ગયા સપ્તાહે ઓડિયન્સમાંથી બુશ વિશે સવાલ પુછતાં બન્નેએ સોમવારની ચર્ચામાં તેમના ફાયદા માટે બુશના નામનો ઉપયોગ કર્યો. ઓબામાએ કહ્યું કે બુશની સ્ટ્રેટેજીના કારણે હાલની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે રોમ્નીએ દલીલ કરી કે ઓટો ઈન્ડસ્ટ્રીઝ માટે રાહત પેકેજનો પહેલો ચેક જ્યોર્જ બુશે લખ્યો હતો. જોકે પોતે બુશથી અલગ દેખાવા એવી પણ દલીલ કરી હતી કે તેમણે એના કરતાં બેન્કોમાં લોન કૌભાંડો થયા તે અટકાવવાની જરૃર હતી. બન્નેની આ પ્રકારની દલીલબાજીથી બુશ તરફી અને આ વર્ષના રિપબ્લિકન પક્ષના સક્રિય કાર્યકરો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. બુશના એક પૂર્વ સ્ટ્રેટેજિસ્ટે કહ્યું કે બુશ ક્યાંય જાહેરમાં દેખાતા નથી. રિપબ્લીકન પક્ષના નેતા મિટ રોમ્ની છે. બુશે ચાર વર્ષથી વ્હાઈટ હાઉસ છોડી દીધું છે. છતાં મતદારોના મનમાંથી રિપબ્લીકન પક્ષના લીડર તરીકે તેમની છબી ભુંસાઈ નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved