Last Update : 24-October-2012, Wednesday

 

સિંચાઇ કૌભાંડ બાદ નવું કૌભાંડ
ગડકરીના ભ્રષ્ટાચારની પરાકાષ્ટા ઃ ડ્રાઇવર જ ડાયરેકટર

બેનામી કંપનીઓએ ગડકરીની કંપનીમાં કરોડોનું રોકાણ કર્યું ઃ કાળાં નાણાંને ધોળા કર્યા

નાગપુર,તા. ૨૩
ભાજપ પ્રમુખ નીતિન ગડકરી સામે સિંચાઇ કૌભાંડ બાદ નવા ભ્રષ્ટાચારના આક્ષેપો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. તેમનું પ્રમુખ પદ પણ જોખમમાં મૂકાઇ ગયું છે. ગડકરીના નિંયત્રણ હેઠળની પૂર્તિ પાવર એન્ડ સુગર લિમિટેડનાં આવક સ્ત્રોત સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
કંપનીના ભંડોળ પૈકી મોટા ભાગની રકમ ક્ન્ટ્રકશન કંપની આઇડિયલ રોડ બિલ્ડર્સ(આઇઆરબી) ગુ્રપ તરફથી લોન સ્વરૃપે આપવામાં આવી છે. જ્યારે ગડકરી મહારાષ્ટ્રમાં પીડબ્યુડી પ્રધાન હતાં ત્યારે આઇઆરબીને ૧૯૯૫થી ૧૯૯૯ દરમિયાન ઘણા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતાં.
આઇઆરબી ઉપરાંત પૂર્તિમાં ૧૬ કંપનીઓ શેરહોલ્ડર છે. જ્યારે ચાર શહેરોમાં આ કંપનીઓના સરનામાની તપાસ કરવામાં આવી તો આ સરનામા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું.
કંપની રજિસ્ટ્રાર પાસેથી મળેલ માહિતી પરથી જ્યારે આ કંપનીઓની તપાસ કરવામાં આવી તો પૂર્તિ ગુ્રપની શેર હોલ્ડર કંપનીઓ પૈકી પાંચ કંપનીઓ અંધેરી કુર્લા રોડ પર આવેલા ઝુપડપટ્ટી વિસ્તારના એક રૃમ પર રજિસ્ટર્ડ થયેલી છે. અન્ય ચાર કંપનીઓનું સરનામુ ઝુપડપટ્ટીમાં રહેતા લોકો માટેની એસઆરએ સ્કીમ હેઠળ બનાવવામાં આવી રહેલ એક બિલ્ડીંગનું આપવામાં આવ્યું છે.
મહત્નપૂર્ણ વાત એ છે કે આ કંપનીઓ ગડકરીના નજીકના સહયોગીઓની છે. ૨૦૧૦-૧૧નાં રેકોર્ડ્સ જણાવે છે કે પૂર્તિમાં રોકાણ કરનાર કંપનીઓના ડાયરેક્ટરમાં ગડકરીનો ડ્રાઇવર, એકાઉન્ટન્ટ અને કંપનીના જ બે કર્મચારીઓે સામેલ છે. એક ડાયરેક્ટર તેમના પુત્ર નિખિલનો મિત્ર છે. જો કે આ અંગે પૂર્તિના મેનેજિંગ ડાયરેક્ટર સુધીર દિવેએ જણાવ્યું હતું કે ગડકરીએ ક્યારેય પણ ઇન્વેન્સ્ટમેન્ટ કંપનીઓને તેમના સહયોગીઓને ડાયરેક્ટર બનાવવાની ભલામણ કરી નથી. ગડકરીના નજીકના સહયોગીઓને ડાયરેક્ટર બનાવવાના મુદ્દાને બાજુ પર રાખવામાં આવે તો પણ આઇઆરબીનો સંબધ ઘણો મહત્ત્વપૂર્ણ છે. આ કંપનીના પ્રમોટર ડી. પી. મ્હેસકરના પૂર્તિમાં ૬૮.૪ લાખ શેર છે. આ કંપનીનો પૂર્તિમાં સૌથી વધારે ૪૦.૭ ટકા હિસ્સો છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આઇઆરબીની પેટા કંપની ગ્લોબન સેફ્ટી વિઝને પૂર્તિને ૧૬૪ કરોડ રૃપિયાની લોન આપી છે.

સંઘે ગડકરી પાસે ખુલાસો માગ્યો ?
મુંબઈ, તા. ૨૩
સંઘના અમુક સૂત્રોના જણાવ્યા અનુસાર આરએસએસએ ગડકરી વિરુદ્ધના આક્ષેપો અંગે તેમની પાસે ખુલાસો માંગ્યો છે અને જો ગડકરી સંતોષકારક ખુલાસો આપવામાં નિષ્ફળ જાય તો તેમની પાંખો કા પી લેવા કેસરિયા બ્રિગેડ તત્પર બની છે.
ચેન્નાઈ ખાતે નવેમ્બરના પહેલા સપ્તાહમાં મળનારી રાષ્ટ્રીય બેઠકમાં સંઘની ઉચ્ચ નેતાગીરી આ અંગે ચર્ચા કરશે એવું મનાય છે. જો ગડકરી સંઘને સમજાવવામાં નિષ્ફલ જશે તો ભાજપને અન્ય પ્રમુખની વરણી કરવાનું જણાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગડકરીને સતત બીજી ટર્મ માટે પ્રમુખ પદે ચૂંટી કાઢવા માટે ભાજપે તાજેતરમાં જ તેના બંધારણમાં ફેરફાર કરાવ્યો હતો.

ભાજપ ગડકરીની પડખે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩
ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ભાજપ પ્રમુખ નિતીન ગડકરીના બચાવમાં પક્ષે જણાવ્યું હતું કે તે સંપૂર્ણ તેમની સાથે છે અને સક્ષમ ઓથોરિટી દ્વારા આ આરોપોની તપાસ કરવાની ગડકરીની રજુઆતને સમર્થન આપે છે.
ગડકરી પર મૂકવામાં આવેલા આરોપોની તપાસ કરવાની માંગ કરી રહેલ કોંગ્રેસની ટીકા કરતા ભાજપ પ્રવક્તા નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે એક બાજુ સત્તારૃઢ પક્ષ નિતીન ગડકરી વિરુદ્ધના પાયાવિહોણા આરોપોની તપાસની માંગ કરી રહ્યો છેે જ્યારે બીજુ બાજુ પોતાના અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર મૂકવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનો ઇનકાર કરી રહ્યો છે.
ગડકરીની કંપની પૂર્તિ પાવર એન્ડ સુગર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુધીર દિવેએ આઇઆરબી કે અન્ય સ્ત્રોતોમાંથી કંપનીને મળેલ ભંડોળમાં કોઇ પ્રકારની ગેરરીતિઓ થઇ હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તમામ કંપનીઓ ૧૨થી ૧૫ વર્ષ જુની છે અને તમામ નિયમો અને કાયદાઓનું પાલન કરવામાં આવી રહ્યુ છે.

ગડકરીની કંપની વિરુદ્ધ તપાસ કરાશે ઃ મોઇલી
(ભાજપ પ્રમુખ નિતીન ગડકરીની કંપનીઓમાં થયેલ અનિયમિતતાના આરોપો અંગે જારી અહેવાલને ધ્યાનમાં રાખી સરકારે આજે જણાવ્યું હતું કે તે આ સંબધમાં તપાસ કરશે.
કોર્પોરેટ બાબતોના પ્રધાન એમ. વીરપ્પા મોઇલીએ જણાવ્યું હતું કે ગડકરીની કંપનીઓમાં થયેલ ગેરરીતિઓ જાહેર થયા બાદ રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા ચોક્કસપણે તપાસ કરવામાં આવશે.
ંકોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે આજે વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખી ભાજપ પ્રમુખ નિતીન ગડકરી દ્વારા ચલાવવામાં આવતી કંપનીઓે વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપોની તપાસ કરાવવાની માંગ કરી હતી. તેમણે વડાપ્રધાનને પત્રની સાથે કેટલાક દસ્તાવેજો પણ મોકલ્યા છે.

ગડકરીની કંપની વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો
- ભાજપ પ્રમુખ ગડકરીનાં અંકુશ હેઠળની પૂર્તિ પાવર એન્ડ સુગર લિમિટેડને આઇડિયલ રોડ બિલ્ડર્સ(આઇઆરબી) ગુ્રપ દ્વારા મોટા પ્રમાણમાં લોન આપવામાં આવી હતી. જેના બદલામાં આઇઆરબીને ૧૯૯૫થી ૧૯૯૯ દરમિયાન ગડકરીએ ઘણા કોન્ટ્રાક્ટ અપાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આ સમય દરમિયાન ગડકરી મહારાષ્ટ્રમાં પીડબ્લ્યુડી પ્રધાન હતાં.
- આઇઆરબી ઉપરાંત પૂર્તિમાં અન્ય ૧૬ કંપનીઓ શેર હોલ્ડર છે. આ કંપનીઓ અંગે તપાસ કરવામાં આવી તો તેના સરનામા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું.
- ૨૦૧૦-૧૧ના રેકોર્ડ દર્શાવે છે કે આ ૧૬ કંપનીઓના ડાયરેક્ટરોમાં ગડકરીના ડ્રાઇવર, એકાઉન્ટન્ટ અને પૂર્તિમાં કાર્યમાં કરતા બે કર્મચારીઓ પણ સામેલ છે.
- ગડકરીના પુત્ર નિખિલનો એક મિત્ર પણ આ પેકી એક કંપનીનો ડાયરેક્ટર હોવાનું જાણવા મળ્યું છે.
- આઇઆરબી અને તેના પ્રમોટર ડી. પી. મ્હેસકર પૂર્તિના ૬૮.૪ લાખ શેરો ધરાવતા હતાં.
- આઇઆરબીની પેટા કંપની ગ્લોબલ સેફ્ટી વિઝને ગડકરીની કંપનીને ૧૬૪ કરોડ રૃપિયાની લોન આપી હતી.
- ગડકરી પૂર્તિનાં સાત પ્રમોટરો પૈકીના એક છે. આમ છતાં તેમની પાસે પૂર્તિના માત્ર ૩૧૦ જ શેર છે. જેની કીંમત ૩૧૦૦ રૃપિયા થાય છે.
- સુધીર દિવે પૂર્તિના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ૨૦૦૫માં જોડાયા હતાં. આ અગાઉ જ્યારે ગડકરી પીડબ્લ્યુડી પ્રધાન હતાં ત્યારે દિવે તેમના અંગત સચિવ છે.
- પૂર્તિ ગુ્રપની શેર હોલ્ડર કંપનીઓ પૈકી પાંચ કંપનીઓ અંધેરી કુર્લા રોડ પર આવેલા ઝુપડપટ્ટી વિસ્તારના એક રૃમ પર રજિસ્ટર્ડ થયેલી છે. અન્ય ચાર કંપનીઓનું સરનામુ ઝુપડપટ્ટીમાં રહેતા લોકો માટેની એસઆરએ સ્કીમ હેઠળ બનાવવામાં આવી રહેલ એક બિલ્ડીંગનું આપવામાં આવ્યું છે.

પૂર્તિના એમડીએ ગડકરીનો બચાવ કર્યો
પૂર્તિ જૂથના એમડી સુધીર દિવેએ આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીનો બચાવ કરતા જણાવ્યું હતું કે ગડકરીને પૂર્તિ જૂથ સાથે કોઈ લેવાદેવા નથી.
દિવેએ જણાવ્યું હતું કે ગડકરી વિરુદ્ધના આક્ષેપો પાયા વગરના છે અને તેમને કંપની સાથે કોઈ સંબંધ નથી. જો કે દિવેએ સ્વીકાર્યું હતું કે ગ્લોબલ સેફ્ટી વિઝને પૂર્તિ ગુ્રપને ૧૪ ટકાના વ્યાજદરે રૃા. ૧૬૪ કરોડની લોન આપી હતી. તેમણે કહ્યું હતું કે આ લોન ૭૩ હપ્તામાં ભરપાઈ કરવાની હતી જેમાંના મોટા ભાગના હપ્તા ચૂકવાઈ ગયા છે. દિવેએ બચાવ કર્યો હતો કે પૂર્તિ ગુ્રપના ૧૦,૫૦૦થી વધારે શેરધારકો છે અને શક્ય છે કે અમુક જણાંને સાચા સરનામા ન પણ અપાયા હોય.

ગડકરી ભાજપનું પ્રમુખ પદ છોડી દે ઃ જેઠમલાણી
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૩
ભ્રષ્ટાચારના આરોપોના પગલે ભાજપ સાંસદ રામ જેઠમલાણીએ નીતિન ગડકરીને પક્ષના પ્રમુખનું પદ છોડી દેવા અને બીજી ટર્મ માટે પ્રમુખ પદની અપેક્ષા ન રાખવા જણાવ્યું છે. જેઠમલાણીએ જણાવ્યું હતું કે ભાજપના અને તેમના પોતાના હિતમાં ગડકરીએ રાષ્ટ્રીય પ્રમુખનું પદ છોડીને બીજા ભરોસાપાત્ર વ્યક્તિને સોંપી દેવું જોઈએ. ઉપરાંત તેમણે બીજી ટર્મ માટે આ પદે ચાલુ રહેવાની અપેક્ષાઓ છોડી દેવી જોઈએ.
ગયા સપ્તાહે જેઠમલાણીએ આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને જાહેર કરવાની માગણી કરી હતી અને ગડકરીના કાર્યકાળમાં પક્ષની સ્થિતિ સતત નબળી પડી રહી હોવાની ટિપ્પણી કરી હતી. તેમણે ગડકરીના પોતાના હિતના કારણે પાર્ટીના ઉદ્દેશોને નુકસાન થતું હોવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આના કારણે પક્ષ નબળો પડયો છે. આગામી ચૂંટણીમાં ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દે લડત આપવી હોય તો પક્ષના ટોચના પદે સો ટકા શુધ્ધ વ્યક્તિ હોવી જોઈએ એવો મત જેઠમલાણીએ વ્યક્ત કર્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved