w

Last Update : 24-October-2012, Wednesday

 

રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!

 

એક વાત તો સાચી જ છે કે રિઆલિટી-શૉ 'બિગ-બોસ'ની દરેક સીઝનની માફક આ વખતે પણ તેની છઠ્ઠી સીઝનમાં આ શૉ વિવાદોના વંટોળમાં વિંટળાઈ ગયો છે! હવે નવો વિવાદ આ શોના પ્રમોશન દરમ્યાન રાષ્ટ્રગીતના દુરઉપયોગને લઈને સામે આવ્યો છે! રાષ્ટ્રગીતનો કોમર્શીયલ ઉદ્દેશના ઉપયોગનો આરોપ લગાવનારી એક અરજી ઉપર સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે આ મામલામાં એક જ અઠવાડીયામાં પગલા લો! યાચિકાકર્તા તરફથી અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે રિઆલિટી-શૉ 'બિગબોસ-૬'નું સિનેમાઘરોમાં પ્રમોશન કરવામાં આવી રહ્યું છે, આ દરમ્યાન રાષ્ટ્રગીતનો કોમર્શીયલ ઉદ્દેશ માટે ઉપયોગ થઈ રહ્યો છે. આના કારણે રાષ્ટ્રગીતની પ્રતિષ્ઠામાં આંચ આવી રહી છે.
નોંધપાત્ર બાબત એ છે કે આજકાલ સિનેમાઘરોમાં અને મલ્ટીપ્લેક્સોમાં અચાનક જ 'બિગબોસ'ની જાહેરાત શરૃ થઈ જાય છે. બિગ-બોસના અવાજમાં દર્શકોને કહેવામાં આવે છે કે, ''બિગબોસ'' ઈચ્છે છે કે તમે સૌ ઊભા થઈ જાઓ, કારણ કે રાષ્ટ્રગીત શરૃ થવાનું છે.'' આની સાથે કોઈપણ પ્રકારની અગાઉ ચેતવણી આપ્યા વગર રાષ્ટ્રગીત શરૃ થઈ જાય છે. હાઈકોર્ટે આ અરજી ઉપર સુનાવણી દરમ્યાન કહ્યું કે, ''કારણ કે આ મામલામાં રાષ્ટ્રગીતની પ્રતિષ્ઠા ઝાંખી પડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, એવામાં કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે તે આ જનહિત અરજીને રિપ્રેઝન્ટ તરીકે જુવે અને કાયદા અનુસાર તેની સાથે યોગ્ય કરે. હાઈકોર્ટની ચીફ-જસ્ટીસ ડી. મુરૃગેશન અને જસ્ટીસ રાજીવ સહાય એન્ડ લોની બેન્ચ સમક્ષ યાચિકાકર્તા જીતેન્દ્ર ગુપ્તા તરફથી દલીલો કરવામાં આવી હતી. ટીવી ચેનલ અને સિનેમા હોલને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved