Last Update : 24-October-2012, Wednesday

 

અન્ન પ્રધાને થોડા સપ્તાહમાં ખાંડની ઈમ્પોર્ટ ડયૂટી વધારવા નિર્દેશ આપ્યો છે ત્યારે ઈસ્માનો
રો-વ્હાઈટ ખાંડની આયાત સામે વિરોધ ઃ કસ્ટમ જકાત વધારવા માંગણી

જો કે મહારાષ્ટ્ર-કર્ણાટકની ઘણી મિલોએ જકાત-મુક્ત ધોરણે કાચી સુગરની આયાતની છૂટ માંગી

નવી દિલ્હી,મંગળવાર
ખાંડમાં પુરાંત વધારો હોઈ ઈન્ડિયન સુગર મિલ્સ એસો.ને (ઈસ્માએ) આ વર્ષે કાચી કે સફેદ કાંડની આયાતોનો વિરોધ કર્યો છે. એટલું જ નહીં આ સંગઠને આવી આયાતો પર કસ્ટમ્સ જકાત ૧૦ ટકાથી વધારી ૨૫ ટકા કરવાની માંગણી પણ કરી છે. વડા પ્રધાનની કચેરી, વાણિજય અને અન્ન મંત્રાલયને લખેલ એક પત્રમાં ઈસ્માએ જણાવ્યું છે કે આ વર્ષે સ્ટોક અને અંદાજીત ઉત્પાદન ઘરઆંગણેની ખાંડની માંગ સંતોષવા માટે પૂરતા છે તેથી આયાતો કરવાની જરૃર નથી.
જો કે દક્ષિણની કેટલીક મિલો અને મહારાષ્ટ્રની મિલોએ શેરડીની તંગીની સ્મસ્યાને પહોંચી વળવા રો-સુગરની ડયુટી ફ્રી આયાતોની માગણી કરી છે.
ગયા સપ્તાહે અન્ન પ્રધાન કે.વી.થોમસે રો અને વ્હાઈટ બન્ને સુગર પરની આયાત જકાત થોડા સપ્તાહમા ંજ વધારાશે એવી જાહેરાત કરી હતી.
ઈસ્માનાં અંદાજ મુજબ ૨૦૧૧-૧૨ની સિઝનમાં ઉત્પાદન ૨૬૩.૪ લાખ ટનનું થયું હતું. જે પૂર્વેનાં અંદાજમાં ૨૬૦ લાખ ટન જેટલું મૂકાયું હતું. તે જ રીતે તે વર્ષે નિકાસો ૩૩.૩ લાખ ટન થઈ હતી જેનો શરૃઆતમાં ૩૫ લાખ ટનનો અંદાજ વ્યકત કરાયો હતો. આમ ૩૦મી સપ્ટેમ્બરે આગળ ખેંચાયેલી પુરાંત લગભગ ૬૫ લાખ ટન હતી જે પૂર્વે ૬૦ લાખ ટનનો અંદાજ મૂકાયો હતો.
ઈસ્માએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થયેલ પાછોતરા વરસાદના કારણે શેરડીનો ઉતાર વધુ આવવાની સંભાવના છે અને પૂર્વના અંદાજથી પાકની સ્થિતિ ઘણી સારી જણાઈ છે.
૨૦૧૨-૧૩માં ઉત્પાદન ૨૪૦ લાખ ટનનું અંદાજાયું છે. સરકારના અંદાજ મુજબ સીઝનનો ઓપનીંગ સ્ટોક ૬૨ લાખ ટન ખાંડનો છે અને સરકારે ૨૩૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન અંદાજયું છે.
૬૫ લાખ ટનનાં કેરીઓવર સ્ટોક અને ૨૪૦ લાખ ટનનાં ઉત્પાદન સાથે ૨૦૧૨-૧૩માં ઉપલબ્ધી સ્થાનિક માગ સંતોષવા જરૃર કરતાં પણ વધુ હશે એવું ઈસ્માએ જણાવ્યું હતું. વપરાશનો અંદાજ ૨૨૦ લાખ ટનનો મૂકાય છે. આ એસોસીએશને વધુમાં જણાવ્યું હતું કે આયાતી સુગરની લેન્ડેક કોસ્ટ અને ઘરઆંગણે પ્રવર્તમાન ભાવો લગભગ સરખાં જ છે. ૧૦ ટકાની આયાત જકાતના કારણે બિનજરૃરી આયાતો થતી નથી.
જો કે રૃપિયો સુધરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રો-સુગરના ભાવ તૂટી જાય અને સ્થાનિક ભાવો વધુ ઉંચા જાય તો ૧૦ ટકા ડયુટીએ પણ માટો પાયે ખાંડની આયાત વધી શકે છે એવું પણ ઈસ્માએ જણાવ્યું હતું.
આયાતોના કારણે સ્થાનિક ભાવો દબાશે અને તેની સીધી અસર રૃપે શેરડીની ચૂકવણી પર થતા ૨૦૧૩-૧૪માં શેરડીની ઉપલબ્ધી પર અસર થઈ શકે છે. એમ પણ આ સંસ્થાએ જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved