Last Update : 24-October-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૪-૧૦-૨૦૧૨, બુધવાર
આજે દશેરા-વિજયા દશમી

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૮ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૨૯ મિ. (સૂ) ૭ ક. ૨૭ મિ. (મું.) ૭ ક. ૨૪ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.)ઃ રાશિ આવશે.
નક્ષત્ર ઃ ધનિષ્ઠા સાંજના ૫ ક. ૪૮ મિ. સુધી પછી શતભિષા
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૃ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કુંભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાંકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ.કા./૨/
માસ-તિથિ-વાર ઃ આસો સુદ દસમને બુધવાર
- આજે દશેરા, વિજયાદશમી છે. પંચક છે. આજે અસ્ત્ર, શસ્ત્ર, વાહન, શમીપૂજન.
- બુદ્ધ જ્યંતિ, માધવાચાર્ય જ્યંતિ, રવિયોગ અહોરાત્ર.
- કાલુપુર સ્વા.મં. આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી જન્મોત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૮ રોજ દએપદઆદર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. મિલન-મુલાકાત થાય. સીઝનલ-ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાની સાથે ઘર-પરિવારના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. આકસ્મિક જ બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય.

 

મિથુન ઃ જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને રાહત થતી જાય. યાત્રા-પ્રવાસ-મિલન-મુલાકાતમાં સાનુકૂળતા-સફળતા રહે.

 

કર્ક ઃ માનસિક-શારીરિક અસ્વસ્થતા-બેચેની અનુભવ્યા કરો, કામમાં રૃકાવટ-વિલંબ અનુભવાય. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

 

સિંહ ઃ જાહેર-સંસ્થાકીય કામ અંગે, રાજકીય-સરકારી કામ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. ઈચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાત આનંદ આપે.

 

કન્યા ઃ દિવસ દરમ્યાન કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ લાવી શકો.

 

તુલા ઃ ચિંતા-ઉચાટ-પરિતાપમાં ઘટાડો થતો જાય. આવેલી મુશ્કેલીને આપ અનુભવ-આવડત-બુદ્ધિના પ્રતાપે દૂર કરી પ્રગતિ કરી શકો.

 

વૃશ્ચિક ઃ યાત્રા-પ્રવાસમાં આપે હરવા-ફરવામાં, બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડે. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદ, મનદુઃખથી સંભાળવું પડે.

 

ધન ઃ આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે. ઉપરીવર્ગ-સહાકાર્યકરવર્ગ સાથ-સહકાર આપે. આનંદ રહે.

 

મકર ઃ દિવસ દરમિયાન કૌટુંબિક-પારિવારિક, સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ-ખર્ચ થાય. પરંતુ આનંદ રહે.

 

કુંભ ઃ અગત્યના નિર્ણયો લેવાની બાબતમાં ઉતાવળ કરવી નહીં. ચર્ચા-વિચારણા બાદ જ આગળ વધવું. વ્યગ્રતા-બેચેની જેવું લાગ્યા કરે.

 

મીન ઃ વધુ પડતી દોડધામ-શ્રમના લીધે થાક-બેચેની અનુભવો. વાણીની સંયમતા રાખીને ધીરજથી દિવસ પસાર કરી લેવો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૪-૧૦-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૃ થઈ રહેલા આ વર્ષમાં આપે ધીરજ અને શાંતિ રાખીને શાંતિથી દિવસો પસાર કરી લેવા. નોકરી-ધંધામાં આપે કરેલા આયોજનો અવળા પડતા આપની મુશ્કેલીમાં દોડધામમાં વધારો થાય. આપના અણધાર્યા સાહસો કે જોખમો આપની મુશ્કેલીમાં વધારો કરશે. નાણાંકીય આયોજન બાબતે ખૂબ સાવધાની રાખવી. જમીન-મકાન-વાહનની લે-વેચમાં ઉતાવળ કરવી નહીં. માતૃ પક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. સ્ત્રીવર્ગને તબિયતની અસ્વસ્થતા રહે. વિદ્યાર્થીબંધુને મિત્રવર્ગથી મુશ્કેલી-ચિંતા અનુભવાય.

 

સુપ્રભાતમ્

જુગારી માણસમાં સત્ય હોતું નથી, અવિચારી માણસમાં પવિત્રતા ન હોય, દારૃડિયામાં મૈત્રીભાવ ન હોય અને કપટી માણસમાં તો આ ત્રણે ગુણ હોતા નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અમદાવાદથી મુંબઇ ગયો અને ઘણા અમદાવાદીઓની જેમ એ રાતના શરાબના બારમાં ગયો. એણે બાજુના ટેબલ પર બેઠેલા એક ભાઇને શરાબનો ઓર્ડર આપતા સાંભળ્યા, ''એક પીટરસ્કોચ સીંગલ'' તો બીજી બાજુના ટેબલ પર બેઠેલા ભાઇને ઓર્ડર આપતા સાંભળ્યા, ''જ્હોની વોકર સીંગલ''
ેવેઈટર છગન પાસે આવીને ઓર્ડર લેવા ઊભો રહ્યો તો છગન બોલ્યો, ''કિશન સિંહ મેરીડ''

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved