Last Update : 23-October-2012, Tuesday

 

'કિંગફિશર'ઃ સરવૈયામાં સ્વિમસુટ


મહિનાઓથી ખોડંગાતી-લથડાતી અને ઉધારીના પૈસે નભતી 'કિંગફિશર એરલાઇન્સ'નું ઉડ્ડયન- લાયસન્સ છેવટે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવ્યું છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને તેના માટે આપેલું કારણ છેઃ નુકસાની અને દેવામાં માથાબૂડ કંપની આ સ્થિતિમાંથી બહાર નીકળવાની કોઇ નક્કર યોજના રજૂ કરી શકી નથી. એમાં નવું કશું નથી. ઓછામાં ઓછાં બે વર્ષથી કંપની ખાડે ગયેલી હતી. પરંતુ 'ઉડ્ડયન ક્ષેત્રે સમગ્રપણે મંદી છે' એવા બહાના હેઠળ સરકારે અને જાહેર ક્ષેત્રની બેન્કોએ બેદરકારીની હદની ઉદારતાથી કામ લીધું. છેક નવેમ્બર, ૨૦૧૦માં 'કિંગફિશર'ને આપેલી લોન પાછી નહીં મળે એવું લાગતાં, બેન્કોએ આત્મઘાતી પગલું ભર્યુંઃ 'કિંગફિશર એરલાઇન્સ'ને આપેલી લોનની રકમ 'કિંગફિશર'ના શેરમાં ફેરવી નાખી- અને એ પણ શેરના બજારભાવ કરતાં આશરે ૭૦ ટકા વધારે ભાવે. એટલે કે, બેન્કોએ ખોટ કરતી 'કિંગફિશર એરલાઇન્સ'માં ભાગીદારી કરી અને તે પણ અવાસ્તવિક ભાવે. કોઇ પણ શાણો બેન્કર આવો ધંધો ન કરે. એ ધ્યાનમાં રાખતાં, આવો નિર્ણય આર્થિક ગેરરીતિ કેમ ન ગણાય એ સમજવું અઘરું છે. પરંતુ 'કિંગફિશર એરલાઇન્સ'નો કિસ્સો, તેના માલિકના વ્યક્તિત્વની જેમ અપવાદરૃપ અને સાથોસાથ, 'નામ બડે ઔર દરશન છોટે'નો હતો.
'કિંગફિશર એરલાઇન્સ'ના માલિક વિજય માલ્યા માટે અત્યારે 'એફ-૧'નો અર્થ ફોર્મ્યુલા રેસિંગને બદલે (કમ્પ્યુટરની પરિભાષામાં) 'હેલ્પ' થઇ ગયો છે. તેમની એરલાઇન્સના પ્રતીક એવા કિંગફિશર પક્ષીના ચિત્રના સ્થાને કાર્ટૂનિસ્ટને 'કેએફસી'નું ચિકન-સ્વરૃપનું મૃત શરીર દેખાય છે. 'કિંગ ઓફ ગુડ ટાઇમ્સ' જેવી નાણાંનો ધુમાડો કરીને મેળવેલી માલ્યાની ઓળખમાંથી હવે નાણાં રહ્યાં નથી ને ફક્ત ધુમાડો રહી ગયો છે. સ્વિમસુટ હવે 'કિંગફિશર કેલેન્ડર'ની મોડેલનો પોશાક તો બનતાં બનશે, પણ ધ્વન્યાર્થમાં તે વિજય માલ્યાનો પોશાક બની ગયો છે. કારણ કે સ્ટાફના પગારોની ચૂકવણીના મુદ્દે તે સુટ કાઢીને ટાઢકથી સ્વિમસુટ પર આવી ગયા છે. તેમણે સાવ હાથ ઊંચા ન કરી દીધા હોય તો પણ, મહિનાઓથી બાકી પગારને કારણે સ્ટાફને તો એવું જ લાગે છે.
'કિંગફિશર એરલાઇન્સ' શરૃ થઇ ત્યારથી તેણે એક રૃપિયાનો પણ નફો કર્યો નથી. તેની ગતિ, વિમાની પરિભાષામાં 'નોઝડાઇવ' કહેવાય એવી, નાકની દાંડીએ પણ સીધી નીચેની તરફ રહી છે. છતાં, સાત વર્ષ સુધી તે ચાલી ગઇ એ મહત્ત્વનું છે. મુખ્યત્વે જાહેર ક્ષેત્રોની બેન્કો પાસેથી વિજય માલ્યાએ 'કિંગફિશર એરલાઇન્સ' માટે રૃ.૭,૬૦૦ કરોડની લોન મેળવી હતી. તેમ છતાં, એરલાઇન્સનો મોરો કદી ઉંચકાયો જ નહીં. બેન્કોએ લોનની અવેજીમાં કંપનીના શેર ખરીદ્યા ત્યારે પણ તેમને 'કિંગફિશર'ના સંચાલનમાં કોઇ પ્રકારનો હિસ્સો આપવામાં આવ્યો નહીં. એટલે બેન્કો તરફથી મદદ મળ્યા પછી પણ એરલાઇન્સના વહીવટમાં કશો સુધારો થયો નહીં.
વિજય માલ્યાનાં ઝાકઝમાળ, પ્રભાવ, રાજકીય સંપર્કો જેવાં પરિબળોને કારણે અને ખોટ કરતી એરલાઇન્સ કદીક ઊંચી આવશે, એવી અપેક્ષાએ તેમને આર્થિક મદદ મળતી રહી. કંપની કે ગુ્રપની સદ્ધરતાનો અંદાજ તેનાં કેલેન્ડર પરથી નહીં, પણ સરવૈયા પરથી કાઢવાનો હોય, એવું સીધુંસાદું શાણપણ તેમને રૃપિયા ધીરનારા જાણે સાવ ભૂલી ગયા.
પાઘડીનો વળ છેડે આવ્યા પછી પણ વિજય માલ્યા અને તેમના પુત્ર પરદેશમાં ઠંડી હવા ખાઇ રહ્યા છે અને તેમના કર્મચારીઓ આર્થિક તથા વ્યાવસાયિક અસલામતી વચ્ચે તનાવગ્રસ્ત અવસ્થામાં ઝઝૂમી રહ્યા છે. કંપનીના આશરે છ હજાર કર્મચારીઓ સામે તોળાઇ રહેલો નોકરી ગુમાવવાનો ખતરો હવે વાસ્તવિકતા બન્યો છે- અને એ પણ મહિનાઓ સુધી પગારવંચિત રહ્યા પછી. માલ્યા કે તેમનો પુત્ર સ્વિમસુટસુંદરીઓની તલાશ કરે તે એેમનો વિષય છે, પણ એરલાઇન્સના કર્મચારીઓ, તેને અત્યાર સુધી કરોડો રૃપિયાની આર્થિક મદદ કરનાર સંસ્થાઓ અને આગોતરી ટિકિટ ખરીદનારા સહિત બીજા લેણિયાતોને સાવ રેઢા મૂકી દેવાનો માલ્યાને કશો અધિકાર નથી.
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેનું ઉડ્ડયન-લાયસન્સ કાયમ માટે નહીં, ફક્ત કામચલાઉ ધોરણે રદ કરવામાં આવ્યું છે. શબ્દાર્થમાં આ વાત સાચી છે, પણ હકીકત એ છે કે એરલાઇન્સને ફરી ચાલુ કરવા માટે રૃ.ત્રણેક હજાર કરોડ નાખવા પડે એમ છે અને ત્યાર પછી પણ તેનું કામકાજ સરખી રીતે ચાલે તેની કોઇ ખાતરી નથી. કંપનીના માથે રહેલી દેવાની કુલ રકમ રૃ.૧૩,૩૪૬ કરોડ અને કુલ નુકસાન રૃ.૧૦,૨૬૦ કરોડનું કંપની શું કરવા ધારે છે તે જાણવા મળ્યું નથી. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણના દરવાજા પહોળા કર્યા પછી માલ્યાના વિકલ્પો વધ્યા હતા. પરંતુ એ છેલ્લી આશા પણ હજુ સુધી ફળીભૂત થઇ લાગતી નથી. પરદેશી કંપનીઓ દેશી બેન્કો જેવી 'મૈત્રીપૂર્ણ' નથી લાગતી કે જે સરવૈયાને બદલે ઝાકઝમાળ જોઇને 'કિંગફિશર એરલાઇન્સ'ને મદદ કરવા તૈયાર થઇ જાય.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved