Last Update : 23-October-2012, Tuesday

 

યશ ચોપરાની વિદાયથી ખાલીપો
રોમાન્સ-ક્રિએટીવિટીના સિલસિલાને ડેન્ગ્યૂ ભરખી ગયો

 

- તુ હિંદુ બનેગા ના મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા

 

યશ ચોપરાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. બોલીવુડમાં ૫૩ વર્ષની કારકિર્દી ધરાવનાર યશ ચોપરાએ જોગાનુજોગ ૫૩ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમના મૃતદેહને 'આદિત્યોદય' નિવાસ પર લવાયા બાદ અંતિમ દર્શન માટે યશરાજ સ્ટુડીઓ પર રખાયો હતો. ચંદનવાડી સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.
૧૩ ઓક્ટોબરે તેમને લીલાવતી હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર માટે દાખલ કરાયા હતા. પ્રાથમિક અહેવાલો પ્રમાણે ડેન્ગ્યૂ ખતરનાક નહોતો પરંતુ ૮૦ વર્ષના યશ ચોપરાનું શરીર બેકટેરીયાનો સામનો કરી શક્યું નહોતું. અંતે ડેન્ગ્યૂ ૮૦ વર્ષના યુવાન નિર્માતાને ગળી ગયો હતો.
યશ ચોપરાને બોલીવુડના કિંગ ઓફ રોમાન્સ કહેવાય છે પરંતુ હકીકતે તો તે કિંગ ઓફ ક્રિએટીવીટી છે. ૫૦ના દાયકામાં જ્યારે કુંવારી માતા જેવા વિવાદાસ્પદ વિષયને કોઈ છંછેડવા તૈયાર નહોતું ત્યારે તેના પર ફિલ્મ 'ધૂલ કા ફૂલ' બનાવી હતી.
આ ફિલ્મ અને તેના સોંગ બંને હીટ ગયા હતા. આ ફિલ્મમાં હિંદુ બાળકને મુસ્લિમ ઉછેરે છે. આશ્ચર્ય તો એ છે કે આ મુસ્લિમની ભૂમિકા મનમોહન ક્રિષ્ના નામના હિન્દુ કલાકારે ભજવી હતી.
આ ફિલ્મમાં કોમી એકતા સાથે સંકળાયેલું એક સોંગ આજે પણ જ્યાં ગવાય છે ત્યાંનું શ્રોતાગણ ઝુમી ઉઠે છે. આ સોંગ છે...
''તું ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા
ઈન્સાન કી ઔલાદ હૈ તો ઈન્સાન બનેગા...''
જ્યારે મનમોહન દેસાઈ અને પ્રકાશ મહેરા જેવા એકશન ફિલ્મો આપવામાં વ્યસ્ત હતા ત્યારે યશ ચોપરાએ મલ્ટીસ્ટાર ફિલ્મોનો કોન્સેપ્ટ આપ્યો હતો. પ્રકાશ મહેરાએ અમિતાભ બચ્ચનને એંગ્રી યંગમેનની ઈમેજ આપી ત્યારે યશ ચોપરાએ અંડર વર્લ્ડના હાજી મસ્તાનના જીવન પરથી 'દિવાર' બનાવી હતી. દિવારના ડાયલોગ આજે પણ શ્રોતાઓના કાનમાં ગુંજી રહ્યા છે. ત્યારે દિવાર, કાલા પથ્થર, ત્રિશુલ જેવી ફિલ્મોએ અન્ય ફિલ્મોને દૂર હડસેલી દીધી. આવી ફિલ્મોમાં અમિતાભ, રાખી, રીશીકપુર, હેમા માલિની, રીનારોય જેવાઓને સમાવવામાં આવતા હતા. અમિતાભ બચ્ચન - રેખા અને જયા બચ્ચનને સાથે રાખીને સિલસિલા બનાવવું એ તો બોલીવુડનું મોટું ક્રિએશન હતું.
ડેન્ગ્યૂના ખપ્પરમાં જ્યારે કોઈ સેલિબ્રીટીનો જાન જાય છે ત્યારે આ જીવલેણ રોગ અંગે સરકારે વધુ સતર્કતા બતાવવી જોઈએના અહેવાલો આવે છે. ડેન્ગ્યૂની ઝપટમાં દિલ્હી આવી ગયું છે.
દિલ્હીની હોસ્પિટલોમાં દર્દીઓની લાઈન લાગે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પણ ડેન્ગ્યૂની અસર જોવા મળે છે. ડેન્ગ્યૂ અંગેની અગમચેતીના પગલાં લેવાય છે પરંતુ પાયાની જાગૃતિનો અભાવ જોવા મળે છે. ડેન્ગ્યૂના ગંદા હાથ અનેક લોકોનું જીવન ગુંગળાવી રહ્યા છે. મેલેરીયાનો આતંક ચાલુ છે ત્યાં જ ડેન્ગ્યૂ તેનો ભરડો લઈ રહ્યો છે.
અમિતાભ બચ્ચનને જ્યારે એબીસી કોર્પોરેશનમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડયો ત્યારે તે યશ ચોપરાને મળ્યા હતા અને તેમને ફિલ્મમાં તક આપવા વિનંતી કરી હતી. યશ ચોપરાએ તેમને આદિત્ય ચોપરા પાસે મોકલ્યા હતા.
ગુજરાતી નાટક ધુમ્મસ પરથી બનેલી ફિલ્મ ઈત્તફાક પણ બોલીવુડમાં બહુ ચર્ચાસ્પદ બની હતી. કેમકે તેમાં કોઈ સોંગ નહોતા તે તો ઠીક પણ તેમાં કોઈ ઈન્ટરવલ નહોતો. તે સમયગાળામાં સોંગ વીનાની ફિલ્મ બજારમાં ચાલે તે શક્ય નહોતું છતાં યશ ચોપરાએ હિંમત કરીને ઈત્તફાક મૂક્યું હતું. ઈત્તફાકમાં ઈન્ટરવલ નહીં અને સોંગ પણ ના હોવાના કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી. લોકો ઈન્ટરવલ વીનાની ફિલ્મ જોવા ઉમટતા હતા.
યશ ચોપરાની યશ કલગીમાં ધૂલ કા ફૂલ, ઈત્તફાક અને દિલ વાલે દુલ્હનીયાં મુકી શકાય. દિલવાલે દુલ્હનીયાં તો શોલે કરતાં પણ વધુ ચાલ્યું હતું અને યુવાન પ્રેમી-પંખીડા તે અવશ્ય જોતા હતા. બોલીવુડમાં ક્રિએટીવીટી દર્શકો ખેંચી લાવે છે તે યશ ચોપરાએ સાબિત કરાવી દીધું હતું.
લાહોરમાં જન્મેલા યશ ચોપરા તેમના પંજાબી માતા-પિતાનું આંઠમું સંતાન હતા. બી.આર. ચોપરા તેમનાથી ૩૦ વર્ષ મોટા હતા. જલંધર જઈને પછી લુધિયાણામાં શિક્ષણ લેનાર યશ ચોપરાએ બોલીવુડને નવી દિશા ચીંધી હતી.
કોણ જાણે કેમ પણ યશ ચોપરાને વિદાયનો સંકેત મળી ગયો હોય એમ લાગતું હતું. તેમની ૮૦મી બર્થ-ડે ઉજવાઈ ત્યારે તેમણે ફિલ્મ ક્ષેત્રે સન્યાસની જાહેરાત કરી ત્યારે તેમની 'જબ તક હૈ જાન' ફિલ્મ તૈયાર થતી હતી. આ ફિલ્મ દિવાળીના તહેવારોમાં રજૂ થઈ રહી છે.
સોમવારે તેમના પાર્થિવ દેહને અંજલિ આપવા હજારો લોકો ઉમટયા હતા. યશ ચોપરાને યાદ કરીએ ત્યારે કભીકભી ફિલ્મનું ગીત... કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ... હોઠો પર આવી જાય છે...

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 

 

 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved