Last Update : 23-October-2012, Tuesday

 
રાણી મુખર્જી સાથે આદિત્ય ચોપરા લગ્ન કરવાના છે કે નહીં?
- કે પછી લગ્ન કરી લીધા છે?
- કે પછી અમિષા પટેલને વિક્રમ ભટ્ટે ટટળાવી એવું છે?
- લગ્ન કરવાને લાયક આપણી અપરિણીત અભિનેત્રીઓની યાદી લાંબી થતી જાય છે
- જ્યા ભાદુરી ઐશ્વર્યા કાજોલ યોગ્ય સમયે પરણી ગયા અને સુખી થયા
- પ્રીતિ ઝિન્ટા, પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ, તબ્બુ, અમિષા પટેલ, વિદ્યા બાલન, બિપાશા બસુ, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા વગેરે પરણશે કે પછી સુરૈયા અને રેખાની માફક લગ્ન વિના જીવન પુરું કરશે?

ચકાચૌંધ કરનારું જીવન
વાહ વાહની તાળીઓના ગડગડાટ
ગ્લેમરની દુનિયા
ટોળેટોળા વળે એવી લોકપ્રિયતા
સેલિબ્રીટીનો દરજ્જો
રૃપિયાની રેલમછેલ
ઐશ્વર્યની ઝાકમઝોળ
આપણને દરેકને એમ લાગે કે કેવું સુખથી ભરેલું જીવન છે! પણ અંદરથી એ દુઃખી હોય છે. દુઃખનું મુખ્ય કારણ લગ્ન જીવન અથવા કૌટુંમ્બિક જીવન હોય છે. યોગ્ય સમયે, યોગ્ય વયે પરણે નહીં અને પછી ગમે તેવા પાત્રને પરણવું પડે અથવા અપરિણીત જ રહેવું પડે એના જેવું વ્યક્તિના જીવનમાં બીજું દુઃખ કયું હોય શકે છે? કેટલી કેટલી અભિનેત્રીઓ છેવટે પાગલ અને દુઃખી થઈ ગઈ! બીનારોયથી માંડી ડિમ્પલ સુધીની સેંકડો અભિનેત્રીઓની એક સરખી દાસ્તાન છે. પાસે પૈસો ખરો, પણ પૈસો પણ 'પૈસો જ સુખ નથી આપતો' એવી ફિલસુફનું વાક્ય અહિં સાચું પડે છે.
સુરૈયા અને રેખાથી માંડી રાખી સાવંત, પ્રિયંકા ચોપરા, પ્રીતિ ઝિન્ટા, કેટરીના કૈફ, અમીષા પટેલ, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, બિપાશા બસુ વગેરે અભિનેત્રી ખૂટે નહીં એટલો પૈસો છે, નામ પણ છે, પણ પતિ નથી, ઘર નથી, પોતાનું કહેવાય એવું કુટુંબ નથી. (અહિં લગ્નની વાત છે. આપણા બધાની જેવા, પ્રેમિકા કે રાત વિતાવવાની કે રખાત તરીકે રહેવાની વાત નથી. આપણે જીવીએ છીએ એવા લગ્ન જીવનની વાત છે.)
આજે આ બધી અભિનેત્રીઓ ૨૫-૨૬ ઉંમરને પાર કરી ગઈ છે. કેટલીક માટે તો એ આંકડો ૧૦-૧૨ વર્ષ જુનો થઈ ગયો છે. બેચાર જણીઓએ લગ્નની તારીખ નહીં પણ વર્ષો બદલતા રહેવું પડયું છે.
આવું છે આ તો!
આ બાબતમાં રાની મુખરજી અને અમિષા પટેલના દાખલા જોવા જેવા છે.
રાની મુખરજી એટલે અભિનયની દૃષ્ટિએ આજના યુગની પ્રથમ હરોળની અભિનેત્રી. દા.ત. ૨૦૦૫માં આવેલી 'બ્લેક' ફિલ્મમાં એણે મૂંગી-બહેરી છોકરીનો જે અભિનય આપેલો એ એક જ અભિનયે એને ટોચની અભિનેત્રી બનાવી દીધી. એ પછી એણે અભિનય છોડી દીધો હોત તો પણ એ જે ટોચ ઉપર પહોંચેલી ત્યાંથી એને કોઈ ખસેડી શકે તેમ નહોતું.
એવી જ રીતે, જેમ કેટલાક ગાયનો ફિલ્મોને અમર બનાવે છે (દા.ત. 'કિસ્મત' ફિલ્મ ૧૯૪૬માં આવેલી એનું ગાયન 'દૂર હટો એ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ'અથવા 'મુગલે આઝમ'નું 'પ્યાર કિયા તો ડરના ક્યા' વગેરે) એમ એ ગાનાર અભિનયકારને પણ અમર બનાવે છે. (આ લખેલા બે ગાયનો વિષે જોઈએ તો પહેલા ગાયને મુમતાજ શાંતિને અને બીજા ગાયને મધુબાલાને અમર બનાવેલા) એ રીતે, રાનીની બીજી જ ફિલ્મ વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત અને આમિરખાનના મુખ્ય નાયકવાળી ૧૯૯૮માં આવેલી ફિલ્મ 'ગુલામ'માં ગાયેલું ગાયન 'આતી ક્યા ખંડાલા' ગાયન એને અમર બનાવે એવું છે. એ પછી એ 'ખંડાલા ગર્લ' તરીકે ઓળખાવા લાગી.
૧૯૭૪ના ૨૧મી માર્ચે એક વખતના ડિરેક્ટર અને ફિલ્માલય સ્ટુડિયોના સ્થાપકોમાંના એક રામ મુખર્જીને ત્યાં જૂહુ વરસોવા પરના ભાડાના મકાનમાં જન્મેલી રાની પિતાની બંગાળી ફિલ્મ 'બિયેરફૂલ' નામની ફિલ્મમાં ૧૯૯૨માં નાનકડી ભૂમિકા કરીને ફિલ્મ ક્ષેત્રમાં પ્રવેશ કરેલો. (રાની મુખરજીની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ થઈ ગયેલી. ભાડાનો એમનો બંગલો પણ ખખડધજ હતો. ચોમાસામાં પાણી પડતું હતું. વળી કોર્ટમાં કેસ ચાલતો હતો. રાનીના કારણે પૈસો થતા ૨૦૦૮માં એજ એરીયામાં રાનીએ નવો બંગલો ખરીદ્યો જેનું ઈન્ટીનીરિયર અભિનેતા ઋત્વિક રોશનની પત્ની સુજૈન અને અક્ષયકુમારની પત્ની ટવીંકલે કરેલું. બંગલાના વાસ્તુ પ્રસંગે હાઉસ વોર્મિંગ પાર્ટીમાં કરન જોહર, શાહરૃખખાન, અનિલકપુર, અક્ષયકુમાર વગેરે ઘણા હાજર રહેલા. રાની સાંઈ બાબાની ભક્ત છે. એટલે નવા બંગલામાં સાંઈબાબાની પૂજા માટે ખાસ અલગ પૂજાગૃહ બનાવ્યું છે. રાનીએ વિસ્તારમાં ઉછરીને મોટી થએલી. ત્યાંથી એ વધુ કમાતા વરસોવા યારીરોડ ઉપર એક ફલેટમાં રહેવા ગયેલી. એણે બંગલાનું નામ માતાપિતાના નામે 'કૃષ્ણા-રામ' રાખ્યું છે.
૧૯૯૨ પછી ૪ વર્ષ બાદ રાનીએ ૧૯૯૬માં 'રાજા કી આયેગી બારાત' ફિલ્મમાં બાળાત્કારનો ભોગ બનનારની ભૂમિકા સફળ રીતે કરી. ફિલ્મમાં એના અભિનયની પ્રશંસા થઈ પરંતુ ફિલ્મ ન ચાલી. એથી નિરાશ થઈને પાછી કોલેજ જવા લાગી. ફરી ૧૯૯૮માં એ 'ગુલામ' ફિલ્મથી પાછી ફરી અને પછી એનો સિક્કો ચાલ્યો.
એને એક ભાઈ રાજા નામનો છે. એ નિર્માતા અને દિગ્દર્શક છે. બંગાળની નામી અભિનેત્રી દેવશ્રીરોય એની માસી થાય અને હિન્દી અભિનેત્રી કાજોલ એની પિતરાઈ બહેન થાય. એની માતા કૃષ્ણા બંગાળીના પાર્શ્વગાયિકા છે.
રાની અત્યારે ૩૮ વર્ષની થઈ ગઈ છે. પહેલાં એની વાતો ગોવિંદા સાથેની ઉડી હતી અને પછી 'યુવા', 'બંટી ઔર બબલી' અને 'લાગા ચુનરી મેં દાગ' ફિલ્મો અભિષેક બચ્ચન સાથે કરતા બન્નેના સંબંધોના કારણે લગ્ન થવા સુધી વાત પહોંચી ગયેલી.
દરમ્યાનમાં આદિત્ય ચોપરા સાથેના સંબંધો વિકસી રહ્યાની વાત આવી.
આદિત્ય ચોપરા એટલે પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ નિર્માતા દિગ્દર્શક યશ ચોપરાના પુત્ર. ઉંમરમાં રાની કરતાં ૩-૪ વર્ષ મોટા છે અને પાયલ મલ્હોત્રાને તેઓ માતાપિતાને ખુશ રાખવા પરણેલા છે.
આદિ અને રાની વચ્ચે ઓળખાણ ૧૦ વર્ષ પહેલાં યશ ચોપરાએ 'વીરઝરા' ફિલ્મ બનાવી જેમાં રાની ત્યારે થયેલી એ સંબંધ પ્રોફેશનલ જ હતો. ધીરે ધીરે બન્નેના સંબંધ દોસ્તીમાં બદલાયા. રાની ત્યારે ગોવિંદા સાથે પણ નિકટતામાં હતી છતાં એણે આદિ સાથે સંબંધ પધારતા જવાનું રાખ્યું.
આદિના પિતા યશ ચોપરા માતા પમેલા અને પત્ની પાયલના કારણે એ સંબંધો છૂપા રાખવામાં આવેલા. પણ આવા સંબંધ કદી છૂપા રહે છે ખરા? એમાં પણ આજના પત્રકારો! કશું એમનાથી છુપું રહે જ નહીં. જોકે બન્નેમાંથી એકપણ જણ કબુલ નહોતું કરતું કે બન્ને વચ્ચે 'અફેર' છે. બન્ને વચ્ચેના લગ્નની વાતો પણ થતી રહી.
જોકે રાનીને આ ઉંમરે જેવો મળે તેવો પણ પોતાને શાંતિથી રાખે એવા પતિની જરૃર હતી અને આદિને પોતાની ગુંગળાતી જિંદગીમાં ગુલાબી હવા ફેલાવનાર પત્નીની જરૃર હતી. રાનીએ આદિના જીવનમાં એ ફોરમ ફેલાવી પણ ખરી.
આદિ અને પાયલના લગ્ન આદિ જ્યારે યુવાન હતા ત્યારે એના માતાપિતાએ નક્કી કરેલા. એ લગ્ન થયા પણ બન્ને વચ્ચે મનમેળ લાંબો ચાલ્યો નહીં.
આદિએ એક આદર્શ પુત્ર તરીકેની ફરજ બજાવેલી એટલું જ બસ! યશ અને પમેલા ચોપરાને પછી ખ્યાલ તો જોકે આવી ગયો કે આદિએ લગ્નથી ખુશ નથી પણ તેઓ આદિ છૂટાછેડા લે એવું ઈચ્છતા નહોતા. લગભગ પાંચ વર્ષ સુધી એ ચર્ચા કુટુંબમાં ચાલી. અંતે આદિએ પાયલથી અલગ રહેવાનો નિર્ણય કર્યો.
ચોપરા કુટુંબ માટે એ નિર્ણય ધરતીકંપ જેવો હતો. પાયલ એમ આદિને છોડનાર નહોતી. એ જાણતી હતી કે એ સારા પ્રતિષ્ઠિત કુટુંબની વહુ છે અને ચોપરા કુટુંબ પાસે મબલખ મિલકત છે. આથી એણે છુટાછેડા લીધા પછી ભરણપોષણની એવડી મોટી રકમની માંગણી કરી કે ચોપરા કુટુંબ ડઘાઈ ગયું.
દરમ્યાનમાં ફિલ્મી સમાચારોમાં આવ્યું કે આદિત્ય ચોપરાએ પત્નીથી અલગ થવા માટે કોર્ટમાં બે પાનાની અરજી દાખલ કરી છે. મુંબઈની બાન્દ્રાની ફેમીલી કોર્ટમાં આદિએ જણાવ્યું છે કે, 'લગ્ન જીવનના પાંચ વર્ષ પછી પતિ પત્ની તરીકે અમારે સાથે રહેવું અશક્ય છે.'
છુટાછેડાની એ અરજી પછી કોર્ટે રાબેતા મુજબ હુકમ કર્યો કે છ મહિના સુધી બન્નેએ રાહ જોવી. બન્ને વચ્ચેના વકીલોએ ત્રણવાર મીટીંગ કરી. એ પછી બન્ને વકીલોએ આદિ અને પાયલને સમજાવ્યા કે પોતાની શરતો કોર્ટમાં રજૂ કરવાના બદલે બહાર ઘરમેળે ઉકેલ લાવે.
જોકે આદિના ઘરનાઓએ એ રીતે સમાધાન કરવાનું યોગ્ય લાગતું નહોતું.
આદિ ઘરમાં રહેવાના બદલે એક ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા ચાલ્યા ગયો. જોકે આદિના મમ્મી પમેલાએ આદિને ઘરમાં જ રહેવા માટે ઘણો સમજાવ્યો પણ આદિએ એ ગણકાર્યું નહીં.
આ છૂટાછેડાના પ્રકરણમાં રાનીનો કશો જ વાંક નથી કારણ કે રાની ન હોત તો પણ આ બનવાનું જ હતું કારણ કે આદિ અને પાયલ વચ્ચે મનમેળ જ નહોતો.
પત્રકારો માટે આ સમાચારો ગરમાગરમ હતા. આદિ માતાપિતાના ઘરેથી નીકળીને જૂહુ પરની ગ્રાન્ડ મરાઠા શેરટોન હોટલમાં રહેવા ચાલ્યો ગયો છે એ વાત પત્રકારોએ બહાર લાવી દીધી. એ પોતાના લગ્નનો કોયડો ઉકલે નહીં ત્યાં સુધી ઘરે પાછો નહિ ફરે એવું આદિત્યે જણાવી દીધેલું. અંતે પાયલ છૂટાછેડાના પત્ર ઉપર હસ્તાક્ષર કરવા તૈયાર થઈ ગઈ... પરંતુ...(અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ

છાનું છતાં છતરાયું
લગ્ન કે બીજા પ્રસંગમાં હાજર રહેવા ફિલ્મી હસ્તીઓ કેટલા રૃપિયા લે છે?
હમણાં એક ડાયમન્ડ મર્ચન્ટે સિંગાપુરમાં પોતાની દિકરીના લગ્નપ્રસંગમાં કોઇ ફિલ્મી હસ્તીને હાજર રાખીને મહેમાનોને ચોંકાવી દેવાનું વિચાર્યું.
એણે એજન્ટ મારફત તપાસ કરી તો સામાન્ય કહેવાય એવી મિનીષા લાંબા, સેલિના જેટલી, અમૃતા રાવ જેવી અભિનેત્રીઓનો હાજર રહીને વરકન્યા સાથે ફોટો પડાવવા સુધીનો ભાવ રૃપિયા ૧૦ લાખથી રૃપિયા ૨૦ લાખ જાણવા મળ્યો જ્યારે બિપાશા બાસુ જેવી થોડીક વધુ જાણીતી અભિનેત્રીનો ભાવ રૃપિયા ૩૫ લાખથી ૧ કરોડનો જણાવ્યો.
બાકી સલમાનખાનનો પહેલાં ભાવ રૃપિયા ૧ કરોડ ૫૦ લાખ હતો એ અત્યારે રૃપિયા ૩ કરોડથી ૫ કરોડ છે. જ્યારે હૃતિક રોશનનો ભાવ રૃપિયા ૨ કરોડ છે.
એમને જવા આવવા માટે ઉચ્ચ વર્ગની વિમાની ટિકિટ અને ફાઇવસ્ટાર હોટલમાં ઉતારો તો સામાન્ય બાબત છે. ઉપરાંત પ્રસંગની મિનિટે મિનિટની પૂરી વિગતો, આઇટનરીરીની વિગતો વગેરે જાણીને એમાં હાજર રહેવાનો પાછો અલગ ભાવ. અભિનેતાઓએ જો પાઘડી કે સાફો પહેરવાનો હોય તો એનો ચાર્જ અલગ લેવામાં આવે છે. ટૂંકમાં, તેઓ મિનિટે મિનિટના રોકાણના પૈસા ગ્રાહક પાસેથી પડાવે છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved