Last Update : 23-October-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

 

કોંગ્રેસની આશા આધાર કાર્ડ અને લેન્ડ બિલ
નવી દિલ્હી,તા.૨૦
ભ્રષ્ટાચારના આરોપોથી ખરડાયેલા અને અન્ય વિવાદોમાં સપડાયેલા કોંગ્રેસ પક્ષના ચૂંટણી વ્યુહકારો આધારકાર્ડ અને જમીન સંપાદન ખરડાને જીત માટે તરણોપાય માની રહ્યાં છે. મહત્વનું એ છે કે પક્ષપ્રમુખ સોનીયા ગાંધી આ બંને પ્રોજેકટમાં ભારે રસ દાખવી રહ્યાં છે. આજે એમણે વડાપ્રધાન અને નાણાં પ્રધાનને સાથે રાખીને રાજસ્થાનના દુદુ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૨૧ કરોડમાં કાર્ડનું વિતરણ કર્યું. એમણે આ પ્રોજેકટને સરકારની મહાસિધ્ધિ લેખાવ્યો અને કહ્યું કે આધાર કાર્ડ જન સામાન્યના જીવનમાં પરિવર્તન આણશે. વડાપ્રધાને કહ્યું કે આધારકાર્ડ દ્વારા સાકાર થનારા પરિવર્તનને દુનિયા જોઇ રહી છે.
લેન્ડ બિલ લોન માફીની યોજનારૃપે જાદુ કરશે
જમીન સંપાદન ખરડાના મામલે સોનિયાની સામેલગીરી જમીન પ્રાપ્તિના કામને બહેતર વળતર સાથે સઘન બનાવશે એમ તેઓ કહે છે જમીન સંપાદનના કામગીરીને ધીમી પડતી રોકીને એમણે સરકારને ક્ષોભમાં મુકી દીધી હતી. સોનિયાના મતાનુસાર ૮૦ ટકા જમીન માલિકો ખાનગી પ્રોજેકટ માટે સરકારને એમની જમીન હસ્તગત કરવા દેવા માટે સંમત થવા જ જોઇએ. પક્ષના વ્યુહરચનાકારોને લાગે છે કે જેમ યુપીએ-૧ વેળા લોન માફી યોજના લોકપ્રિય બની રહી હતી. એમ આ વખતે સમાજની મુખ્ય ધારારૃપ વર્ગોમાં જમીન સંપાદન ખરડો અસરકારક બની રહેશે.
કેજરીવાલની મુશ્કેલીઓ અનંત
લાંચરૃશ્વત વિરોધી કાર્યકર અરવિંદ કેજરીવાલ ચોતરફ ઘેરાઇ ગયા છે. એમણે એમના મુખ્ય ત્રણ સભ્યો સામે આંતરિક તપાસનો આદેશ કર્યો છે. કોંગ્રેસના દિગ્વિજય સિંઘે એમને ૨૭ પ્રશ્નો મોકલ્યા છે. સાથે જ એમના પૂર્વ માર્ગદર્શક અન્ના હઝારેએ એમની લાંચવિરોધી નવી ચળવળની ઘોષણા કરી છે. અધૂરામાં પુરૃં અન્નાની ચળવળનું નેતૃત્વ પૂર્વ પોલીસ અધિકારી કિરણ બેદી સંભાળશે. કેજરીવાલ પક્ષ રચવાના હોવાથી કિરણ બેદી એમનાથી અલગ થયા હતાં. પૂર્વ લોકાયુક્ત સંતોષ હેગડે કૃષિનિષ્ણાત દેવેન્દ્ર શર્મા અને અન્ય અનેક તજજ્ઞાોને અન્ના હઝારે પોતાના આંદોલનનો તખ્તો તૈયાર કરવા માટે સામેલ કરે એવી શક્યતા છે. જો અન્નાનો નવો કાર્યક્રમ 'ક્લીક' થશે તો એનાથી કેજરીવાલ એન્ડ કંપનીની ચળવળ ચોક્કસ ઝાંખી પડશે, - કેજરીવાલ એન્ડ કંપની માટે જાગવાનો ઘંટ.
સોનિયા શરૃમાં અણુકરારના વિરોધી હતાં
જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્ટિસ્ટ ઝોયા હસને લખેલું પુસ્તક ''કોંગ્રેસ આફટર ઇંદિરા'' ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થઇ રહ્યું છે અને આગામી મહિને એનું વિમોચન થશે. આ પુસ્તકમાં જણાવાયુ છે કે યુપીએ-૧ વેળા જેના પર સહીસિક્કા કરાયા એ ભારત - અમેરિકા વચ્ચેના અણુ કરારના સોનિયા શરૃમાં વિરોધી હતાં. વડાપ્રધાન સંસદમાં કરારના માર્ગે આગળ વધી ગયા અને એમની સરકારના અસ્તિત્વને જોખમમાં મૂકી દીધું. પુસ્તકમાં એવો પણ ઘટસ્ફોટ કરાયો છે કે અમેરિકા સાથેના અણુકરાર વિષેના નિવેદન પર તા.૧૮ જુલાઈ, ૨૦૦૫ના રોજ સહી કરવા બદલ સોનિયાએ સરકારને ઝાટકી પણ હતી. આ નિવેદન પર હસ્તાક્ષર કરાયા ત્યારે તત્કાલીન વિદેશ પ્રધાન કે. નટવર સિંઘ વડાપ્રધાનની સાથે હતા. સોનિયાએ નટવરસિંઘને વિપરિત પ્રતિભાવ આપ્યો હતો.
ગુજરાતીઓની ગરબા પરંપરા જીવંત
પાટનગરના ગુજરાતીઓ, એમની ગરબા પરંપરાને ધાર્મિક અને પારંપરિક પર્વરૃપે જાળવી રાખીને, એને બોલીવુડ શૈલીમાં ઢાળી દેવાથી અળગા રહ્યા છે. દિલ્હીની સિવિલ લાઈન્સસ્થિત ગુજરાતી સમાજ આશરે ૧૦૦ વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવેલી ગુજરાતીઓની સહુથી જૂની સંસ્થા છે. અહીં તદ્દન પારંપરિક શૈલીથી ગરબા ગવાઈ રહ્યા છે. અન્ય પાંચ સ્થળે યોજાયેલા ગરબા મહોત્સવો પણ એ જ પ્રકારે ઉજવાઈ રહ્યા છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved