Last Update : 23-October-2012, Tuesday

 
 

વર્લ્ડ સાયકલિંગ યુનિયનનો ઐતિહાસિક નિર્ણય
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

આર્મસ્ટ્રોંગ જેવો ખેલાડી કાયમ માટે ભૂલી જવાને લાયક જ છે ઃ વર્લ્ડ સાયકલિંગ યુનિયનના વડા મેકવેઇડ

અમેરિકન એન્ટી ડોપિંગ એસોસીએશનના રિપોર્ટને વર્લ્ડ સાયકલિંગ યુનિયને માન્ય રાખ્યો


જીનીવા, તા. ૨૨
ડોપ કૌભાંડમાં નામ ઉછળ્યું તે અગાઉ સાયકલિંગ વિશ્વના લેજન્ડ મનાતા અને સાયકલિંગની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક સ્પર્ધા 'ટુર ડી ફ્રાન્સ'નું ટાઇટલ સાત વખત જીતી ચૂકેલા અમેરિકાના લાન્સ આર્મસ્ટ્રોંગના આ તમામ ટાઇટલો અને અન્ય સ્પર્ધાઓ, રેકોર્ડને રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય ઇન્ટરનેશનલ સાયકલિંગ યુનિયન આજે લીધે છે.
આર્મસ્ટ્રોંગ પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત કૌભાંડ આચરતા કર્યું હતું તેવું ગયા મહિને યુનાઇટેડ સ્ટેટ્સ એન્ટી ડોપિંગ એજન્સીએ પુરવાર કર્યુ હતું.
કેન્સર સામે ઝઝૂમી રહેલા આર્મસ્ટ્રોંગે આવી ડ્રગના સહારે જ અન્ય હરિફો પર સરસાઈ મેળવી હતી તેમ અમેરિકાની એન્ટી ડોપિંગ એજન્સીએ પુરવાર કરીને વિસ્તૃત ફાઇલ વર્લ્ડ સાયકલિગ યુનિયનને મોકલી આપી હતી. અમેરિકાના ફેડરેશને પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે આર્મસ્ટ્રોંગના તમામ ટાઇટલ પરત ખેંચી લેવા જોઈએ તે હદે તેઓ માને છે. અમેરિકાએ જે રીતે જડબેસલાક ફાઇલ મૂકી હતી તે જોતાં વર્લ્ડ સાયકલિંગ યુનિયનને આર્મસ્ટ્રોંગ માટે કૂણું વલણ દાખવવાની કે કેન્સર સંદર્ભમાં હમદર્દી બતાવવાની ઇચ્છા હોય તો પણ તે શક્ય નહોતું કેમ કે આર્મસ્ટ્રોંગે ભૂલથી આવી દવાઓનું સેવન નહોતું કર્યું પણ તેએક સુનિયોજીત કૌભાંડ જ હતું. જેમાં તેના કોચ,ફિટનેસ ટીમ તેમજ સાથી ખેલાડીઓ પણ સામેલ હતા.
આમ આ વર્લ્ડ સાયકલિંગ યુનિયનની જાહેરાત અને નિર્ણયને પડકારી પણ ન શકાય તેમ તે આખરી હતો. આજે તેઓ આખરી નિર્ણય જાહેર કરવાના હોઇ સાયકલિંગ અને સ્પોર્ટસ જગતની નજર મંડાયેલી હતી.
આજે ઇન્ટરનેશનલ સાયકલિંગ યુનિયનના વડા પેટ મેકવેડે વિશ્વભરના પ્રતિનિધિઓની ભરચક પત્રકાર પરિષદ વચ્ચે સનસનાટી મચાવી હતી. કે 'લાન્સ આર્મસ્ટ્રોંગનું સાયકલિંગ જગતમાં કોઈ સ્થાન નથી.'
તેમણે કહ્યું કે, અમેરિકાની ડોપિંગ એજન્સીના પોઝીટીવ રિપોર્ટને કોઈ તટસ્થ પંચ સમક્ષ મૂકીને અમે પડકારવા નથી માગતા. એટલે કે અમે આર્મસ્ટ્રોંગન કસુરવાર અને પ્રમાણિકતા જોડે ગંભીર ચેડા કરનાર માનીએ છીએ.
ગત ૧૦ ઓક્ટોબરના રોજ અમેરિકાની એન્ટીડોપિંગ એજન્સીએ વિસ્તૃત રિપોર્ટ મૂક્યો હતો જેમાં એવી નોંધ મૂકાઈ હતી કે રમત જગતમાં ભાગ્યે જ આ હદે સમગ્ર ડોપિંગ કૌભાંડ સુઆયોજીત રીતે પાર પડાયું હશે.
૪૧ વર્ષીય આર્મસ્ટ્રોંગને રિપોર્ટ જોતાં જ અંદાજ આવી ગયો હતો કે ત તેને પડકારી શકે તેમ જ નથી. તેના માટે એક નજીકની છતાં ચમત્કારિક આસ્થા હતી કે ઇન્ટરનેશનલ સાયકલિંગ યુનિયન આ રિપોર્ટને આર્બીટ્રેટરની નિમણૂક કરીને ફેરતપાસ માટે મૂકે.સાયકલિંગની લોકપ્રિયતા જાળવવા ભીનું સંકેલવાનો પ્રયત્ન પણ થાય તેવી આંશિક આશા પણ હતી.
વિશ્વ યુનિયને ભારે નિડર નિર્ણય લેતા આર્મસ્ટ્રોંગની આબરૃ ધૂળમાં મૂકતો ઝાટકો આપ્યો હતો. આર્મસ્ટ્રોંગે પણ પરિસ્થિતિ પારખીને કેન્સર સામે જાગૃતિ જગવતા તેના લિવસ્ટ્રોંગ ફાઉન્ડેશનના વડા તરીકે રાજીનામું આપી દીધું હતું.
આર્મસ્ટ્રોંગે ૧૯૯૯થી ૨૦૦૫ દરમ્યાન સળંગ સાત વખત ટુર ડી ફ્રાન્સના ટાઇટલ જીત્યા હતા. તેની ટીમ યુ.એસ.એ. પોસ્ટના સાથી ખેલાડીઓ અને આર્મસ્ટ્રોગ ક્યારેક ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ નહોતાગયા.
વર્લ્ડ સાયકલિંગ યુનિયનનના ચેરમેન મેકવડે આ જાહેરાત કરતાં કબૂલ્યું હતું કે 'સાયકલિંગની લોકપ્રિયતાને ફટકો પહોંચી શકે તેમ છે છતાં વિશ્વ પાકટ અભિગમ વ્યક્ત કરશે. સાયકલિંગનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ કૌભાંડ મારા કાર્યકાળમાં થયું હોવા છતાં હું રાજીનામું નથી આપવાનો . હવે ભાવિ યોજનાઓ માટે ધ્યાન કેન્દ્રિત કરીશ'. તેણે એમ કહ્યું કે આવા સાયક્લિસ્ટને તે વખતે રંગે હાથ પકડી ન શક્યા તેનો રંજ છે.
હવે આ જપ્ત થયેલા ટાઇટલ અન્ય કોઈને આપવા કે નહીં તે અંગે હવે પછી ચર્ચા થશે .અંતે તેણે કહ્યું કે, આર્મસ્ટ્રોંગને ભૂલી જઈએ તેવી જ લાયકાત તે ધરાવે છે.
આર્મસ્ટ્રોંગની ફેક્ટફાઇલ
નામ ઃ લાન્સ આર્મસ્ટ્રોંગ
જન્મ ઃ ૧૮ સપ્ટે. ૧૯૭૧
સ્થળ ઃ ડલાસ, ટેક્સાસ (યુ.એસ.)
ઉંચાઈ ઃ ૧.૭ મીટર
વજન ઃ ૭૨ કિલો
હાલ નિવાસ ઃ ઓસ્ટીન, ટેક્સાસ
મહત્ત્વના ટાઇટલ ઃ ૧૯૯૯થી ૨૦૦૫માં સળંગ સાત ટુર ડી ફ્રાન્સ ટાઇટલ, ૨૦૦૧માં ટુર ઓફ સ્વીત્ઝર્લેન્ડ, ૨૦૦૨ અને ૨૦૦૩માં ડાઉનફેઇન ટુર, ૧૯૯૩ વર્લ્ડ ચેમ્પિયન, ૧૯૯૨માં યુ.એસ. ચેમ્પિયન
ટીમ ઃ મોટોરોલા, કોડિફિશ, યુ.એસ. પોસ્ટલ, ડિસ્કવરી ચેનલ, એસ્ટાના, રેડિયો હોક
પડકાર ઃ વૃષણ કોથળીનું કેન્સર, અસાધારણ લડત વચ્ચે ટુર્નામેન્ટો જીતી, કેન્સર માટે જાગૃતિનું એક વૈશ્વિક ફાઉન્ડેશન સ્થાપ્યું.
કલંક ઃ લેન્ડીલ સહિત તેની ટીમના સાથી ખેલાડીઓએ તેના ડ્રગ કૌભાંડનો પર્દાફાશ થાય તેવી જુબાની આપી. અમેરિકાની એજન્સીએ જોરદાર પોઝીટીવ રિપોર્ટ આપ્યો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved