Last Update : 23-October-2012, Tuesday

 
જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન

દલિત સ્ત્રી સાથે લગ્ન કરવા બદલ સંતોષને એના કાકાઓએ ઘરમાંથી કાઢી મૂક્યો

મુંબઇ તા.૨૨
આઠ વરસ પહેલા ભૂલથી મૃત જાહેર કરાયેલો ૩૨ વરસનો એક યુવાન વહીવટી તંત્ર સામે એકધારી લડત ચલાવી રહ્યો છે. દુનિયા સમક્ષ પોતે જીવતો હોવાનું પુરવાર કરવા એણે આ વરસે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
સંતોષ કુમાર સિંહે છેલ્લા દાયકાનો મોટા ભાગનો સમય પોતાનું ડેથ સર્ટિફિકેટ ઉલટાવવાનો પ્રયાસ કરવા પાછળ, ખર્ચી નાખ્યો છે. હવે એ મુંબઇ આવીને પોતાના કાકાઓને શોધી રહ્યો છે, જેમણે એને મૃત જાહેર કરાવી ઉત્તર પ્રદેશમાં એની જમીન હડપ કરી લીધી હતી. એ વસઇમાં 'મૈં જિન્દા હું' (આયએમ એલાઇવ) એવું લખેલુ બોર્ડ ગળામાં નાખીને ફરે છે અને પોતાના કાકાઓ વિશે પૃચ્છા કરે છે.
હવે અભિનેતા નાના પાટેકરના પુત્ર મલ્હારે સંતોષ સિંહને મદદ કરવા ફેસબુક પર 'આય એમ એલાઇવ જસ્ટિસ' કેમ્પેઇન શરૃ કરી છે. પાટેકર ૨૦૦૩માં એક ફિલ્મના શૂટીંગ માટે યુપી ગયા ત્યારે એમણે સિંહને રસોઇયા તરીકે રાખી લીધો હતો.
પાટેકર સાથે મુંબઇ આવ્યા બાદ સિંહ ચારકોપ (કાંદિવલી)ની એક દલિત મહિલા સુપ્રિયાને પરણી ગયો હતો. એ ઘરના વડીલોના આશીર્વાદ લેવા પોતાની નવવધૂને લઇ વારાણસી પાસેના વતન છિતુઆની ગયો ત્યારે એક દલિત સાથે લગ્ન કરવા બદલ એને ન્યાત બહાર કરી નખાયો હતો.
'એક અછૂત કન્યાને પરણવા બદલ મારો સવર્ણ પરિવાર મારા પર રોષે ભરાયો અને અમને બંનેને કાઢી મૂક્યા' એમ જણાવતા સિંહે ઉમેર્યું હતું કે 'વધુ આઘાતજનક વાત તો એ હતી કે એમણે મને મૃત જાહેર કરી મારો ૧૨ એકરનો પ્લોટ હડપ કરી લીધો હતો.'
સંતોષ સિંહના કાકા અને એના પિતરાઇઓએ પહેલા એના ગુમ થવાની (મિસિંગની) ફરિયાદ નોંધાવી હતી, જે તેમણે સિંહ મુંબઇમાં એક બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો હોવાનો દાવો કરી પછીથી ડેથ સર્ટિફિકેટમાં ફેરવી નાખી હતી. ૨૦૦૩માં મુંબઇમાં ત્રણ મોટા ત્રાસવાદી હુમલા થયા હતા.
'મેં બહુ નાની વયે મારા મા-બાપ ગુમાવી દીધા હોવાથી મારા પરિવારમાં કોઇ એવી વ્યક્તિ નહોતી જે એમ કહે કે હું જીવતો છું' એમ જણાવતા સિંહે ઉમેર્યું હતું કે 'મારા કાકાઓ અને પિતરાઇઓએ યુપી સરકાર દ્વારા ઇસ્યુ કરાયેલા મારા ડેથ સર્ટિફિકેટના આધારે મારી જમીન પચાવી પાડી હતી.'
સિંહે ૨૦૦૪માં યુપીની ડિસ્ટ્રીકટ કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો પણ એ વકીલની ફી ચૂકવી ન શકતા કેસ હારી ગયો હતો. ત્યારથી એ જાતજાતના નુસખા અજમાવી પોતાની દયાની સ્થિતિ તરફ બધાનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પોતાની પત્ની અને પાંચ વરસના પુત્ર સાથે ચારકોપમાં રહેતા સિંહને તાજેતરમાં એવું જાણવા મળ્યું હતું કે એના કાકાઓ નારાયણ સિંહ અને અજય સિંહ વસઇ રહેવા ચાલ્યા ગયા છે અને લેન્ડ ડેવેલપર્સ બની ગયા છે. એટલે એમને શોધીને ઝઘડાનો સુમેળભર્યો ઉકેલ લાવવા એ વસઇમાં ફરે છે.
વસઇ-વિરારના ભૂતપૂર્વ વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરના પુત્ર સિધ્ધાર્થ ઠાકુરે સંતોષને એના કાકાઓને શોધવામાં અને ન્યાય અપાવવામાં મદદ કરવાનું વચન આપ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved