Last Update : 23-October-2012, Tuesday

 

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

કમનસીબ રૃચિકા પટેલે સ્યુસાઈડ નોટમાં પોતાના સાસરિયાને આપઘાત માટે દોષિત ન ગણવા જણાવ્યું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨૨
કાંદિવલી (પ) સ્થિત એસ.વી. રોડ, મિલાપ ટોકીઝની સામે બંધાઈ રહેલી રૃપનગર સોસાયટીની ઈમારતના ૧૮મા માળેથી એક ગુજરાતી મહિલાએ પોતાની પોણા બે વર્ષની દીકરી સાથે નીચે પડતું મુકીને બંનેનું જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવ બનતા સંપૂર્ણ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આ મહિલાએ આત્મહત્યા કરવા પૂર્વે એક સ્યુસાઈડ નોટ લખી હતી, જે પોલીસના હાથ લાગી છે. આ સંબંધે કાંદિવલી પોલીસ જીણવટભરી તપાસ કરી રહી છે.
મૃતક મહિલા રૃતિકા કૌશલભાઈ પટેલ (૨૮ વર્ષ) અને પોણા બે વર્ષની પુત્રી (જીની)ના નામની ઓળખ થઈ છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ મૃતક મહિલા અને બાળકીના મૃતદેહને બોરીવલીની ભગવતી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મૃતક મહિલાએ આત્મહત્યા બદલ લખેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે મારા મૃત્યુ બદલ સાસરિયાના કોઈપણ સભ્યને જવાબદાર ગણવા નહિ. જોકે આ મામલે કાંદિવલી પોલીસ જીણવટભરી તપાસ હાથ ધરી છે.
રૃપનગર સોસાયટીનું પુનર્વિકાસનું કામ ચાલુ છે અને ત્યાં બહુમાળી ઈમારત બની રહી છે. અહીં પુનર્વિકાસનું કામ ચાલુ હોવાથી જૂના ભાડૂત તરીકે રૃતિકા પટેલના પરિવારને ત્યાં નજીકમાં આવેલી શંકરગલીમાં આવેલા કૃષ્ણકૃપા બિલ્ડીંગમાં ભાડેથી રહેવા ગયો હતો.
આજે બપોરે બે વાગ્યાના સુમારે રૃતિકા પટેલ તેમની પોણા બે વર્ષની દીકરીને લઈને રૃપનગર સોસાયટીની ઈમારતમાં ગઈ હતી અને ત્યાંથી ૧૮મા માળેથી નીચે છલાંગ મારીને મહિલાએ દીકરી સાથે જીવન ટૂંકાવી દીધું હતું.
આ મહિલાના લગ્ન ચાર વર્ષ પૂર્વે થયા હતા અને ગઈકાલે ગોરેગામમાં ગરબામાં મૃતક મહિલા તેના પતિ સાથે રમવા ગઈ હતી, એમ ત્યાંના રહેવાસીએ જણાવ્યું હતું.
જાણવા મળ્યું છે કે મૃતક મહિલાના પિતાએ પોતાની દીકરીની આત્મહત્યા બાબતે પોલીસમાં શંકા વ્યક્ત કરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved