Last Update : 23-October-2012, Tuesday

 

પેટ કરાવે વેઠ:મુસાફરી લાંબી હતી,જીંદગી ટૂંકી પડી!

નોકરી કરવા માટે યુગાન્ડા પહોંચેલા ચાર ગુજરાતીઓ એન્ટેલી એરપોર્ટ ઉપર ઉતર્યા અને ચાર જ કલાકમાં તેઓને કાળ ભરખી ગયો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
આફ્રિકાનાં યુગાન્ડાની રાજધાની કમ્પાલા નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતી સહિત આઠ જણાનાં મોત નીપજતા હાહાકાર મચી ગયો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, આ દુર્ઘટનામાં મોતને ભેટેલા ચારેય ગુજરાતીઓ નોકરી કરવા માટે ત્યાં ગયા હતા. યુગાન્ડામાં તેમનો પહેલો જ દિવસ હતો. કમ્પાલાનાં એન્ટેબી એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ તેઓ એક વાનમાં બેસીને કંપની તરફ રવાના થયા હતા પરંતુ, કંપની પર પહોંચતા પહેલા જ તેઓને કાળ ભરખી ગયો હતો. માર્ગ અકસ્માતમાં સુરતનાં બે યુવાનો, નાની દમણનો એક યુવાન અને પાટણનો એક યુવાન મોતને ભેંટયા હતા. આફ્રિકાનાં ગુજરાતી અગ્રણીઓ તથા સ્થાનીક ઉદ્યોગપતિઓએ ભારે દોડધામ કરીને ચારે મૃતકોની લાશને વિમાન મારફતે ગુજરાત મોકલી હતી.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, યુગાન્ડાની એક ખાનગી કંપનીમાં ઉચ્ચ પગારે નોકરી કરીને પરિવારને આર્થિક સધ્ધરતા તરફ દોરી જવાના સોનેરી સપના સાથે દસ ભારતીયો શુક્રવારે કેન્યા એરવેઝમાં બેસીને કમ્પાલાનાં એન્ટબી એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. યુગાન્ડામાં તેમનો આ પહેલો જ દિવસ હતો. તેમને લેવા માટે કંપનીનાં અધિકારીઓ તથા કર્મચારીઓ બબ્બે વાન લઈને એરપોર્ટ આવ્યા હતા. તેઓને કમ્પાલાથી જીન્જા જવાનુ હતુ જેથી તમામ બે વાનમાં બેસીને ગયા હતા. જીન્જા પહોંચવા માટે વચ્ચે મબીરા નામના ગાઢ જંગલમાંથી પસાર થવાનુ હતુ.
જેથી સુરક્ષાને અનુલક્ષીને વાનમાં ડ્રાઈવર સહિત ત્રણ-ત્રણ સ્થાનીક આફ્રિકનોને પણ બેસાડવામાં આવ્યા હતા. એન્ટેલી એરપોર્ટ પરથી ચારેક કલાકની મુસાફરી બાદ બંને વાન મબીરાનાં ગીચ જંગલમાં પહોંચી હતી. જ્યાં સામેનાં રોડ પરથી એક ટ્રક પુરઝડપે ધસી આવી હતી અને તેણે એક વાનને ધડાકાભેંર અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, તેના કારણે વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમા બેઠેલા તમામ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ બીજી વાનને રોકીને દુર્ઘટનાસ્થળ તરફ વાળી લેવાઈ હતી. જ્યાં પહોંચીને વાનમાં બેઠેલા ગુજરાતીઓ તથા આફ્રિકનો નીચે ઉતર્યા હતા અને તેઓએ દુર્ઘટનાગ્રસ્ત વાનમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. પરંતુ, અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા બે ગુજરાતી યુવાનો તથા ત્રણ આફ્રિકનોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ.
જ્યારે પાંચ જણાને સારવાર માટે લોહિલુહાણ હાલતમાં કમ્પાલાની ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે ગુજરાતી તથા એક બિહારી યુવાન સહિત વધુ ત્રણ ભારતીયોનાં મોત નીપજ્યા હતા. માર્ગ અકસ્માતમાં ચાર-ચાર ગુજરાતીઓનાં મોત નીપજ્યા હોવાના સમાચાર મળતાની સાથે જ યુગાન્ડામાં સ્થાયી થયેલા ગુજરાતીઓમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ હતી. ત્યાંના ગુજરાતી અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા સામાજીક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવીને અકસ્માતમાં મોતને ભેંટેલા ચારેય ગુજરાતીઓનાં મૃતદેહોને વિમાન મારફતે ગુજરાત મોકલ્યા હતા. ચારેય ગુજરાતીઓનાં મૃતદેહ સાથે તેઓનાં સગાસંબંધીઓ સહિત છ જણા પણ ભારત આવ્યા હતા.

ફલાઇટમાં મૃતદેહ મોકલવો હોય તો એક કિલોગ્રામનાં ૧૧ ડોલર ચુકવવા પડશે..!
વિમાન કંપનીઓની સંવેદનહિનતાનો વરવો અનુભવ યુગાન્ડાનાં ગુજરાતીઓને થયો હતો. માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા ગુજરાતી યુવાનોનાં મૃતદેહોને વતનમાં મોકલવા માટે તેઓએ એરલાઈન કંપનીનો સંપર્ક કર્યો હતો. જેમાં તેઓને જાણવા મળ્યુ હતુ કે, મૃતદેહને વિમાનમાં લઈ જવા માટે તેને ખાસ કોફિનમાં મુકવામાં આવે છે. આ કોફિનની કિંમત એક હજાર ડોલર જેટલી જંગી હોય છે. ઉપરાંત, વિમાનમાં મૃતદેહ લઈ જવાનુ ભાડુ મૃતકનાં વજન ઉપર આધારિત છે. યુગાન્ડાથી ગુજરાત સુધી વિમાનમાં એક મૃતકને લઈ જવા માટે તેના વજનનાં પ્રતિ કિલોગ્રામનાં ૧૧ ડોલર ચુકવવા પડશે તેવુ વિમાન કંપનીના અધિકારીઓએ જણાવ્યુ હતુ. મૃતક સાથે ત્રીસેક કિલો વજનનાં કોફિનનાં પણ પ્રતિ કિલોગ્રામ ૧૧ ડોલર ચુકવવા પડે તેવો ઘાટ સર્જાતા ગુજરાતીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. અંતે તેઓએ પ્રત્યેક મૃતદેહ માટે અલાયદુ કોફિન ખરીદ્યુ હતુ અને તેમાં મૃતદેહને મુકીને તેનુ વજન કર્યુ હતુ. ત્યારબાદ લાખો રૃપિયા ચુકવીને તેઓએ ચારે મૃતદેહોને ગુજરાત મોકલ્યા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved