Last Update : 23-October-2012, Tuesday

 

આયકર વિભાગના બે દિવસના સર્વેમાં
વાપીની કંપની અને બે બિલ્ડરનું ૩૪ કરોડનું કાળું નાણું ઝડપાયું

માહેશ્વરી લોજીસ્ટીક કંપનીનું ૨૦ કરોડ, સ્ટાર બિલ્ડરનું ૪ કરોડ અને પારડીના બિલ્ડર જતીન દેસાઇનું ૧૦.૪૦ કરોડનું કાળું નાણું જાહેર

વાપી, તા.૨૨
વલસાડ આયકર વિભાગે વાપી અને પારડીમાં ત્રણ જુદા જુદા સ્થળો ઉપર હાથ ધરેલી સર્વેની કાર્યવાહીમાં કુલ રૃ।. ૩૪.૪૦ કરોડનું કાળું નાણું ઝડપી પાડતાં ચકચાર મચી છે. વાપીના સ્ટાર બિલ્ડરે રૃ।. ૪ કરોડ, વાપીની માહેશ્વરી લોજીસ્ટિક કંપનીએ રૃ।. ૨૦ કરોડ અને પારડીના બિલ્ડરે રૃ।. ૧૦.૪૦ કરોડનું કાળું નાણું જાહેર કર્યું છે. આયકર વિભાગે ત્રણેય જુથો સાથે સંકળાયેલી વ્યક્તિઓને ત્યાં પણ સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે.
આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચે નાણાંની મોટાપાયે થતી હેરફેરને લઇ ચેકિંગ અભિયાન શરૃ કર્યું છે. તો બીજી તરફ આયકર વિભાગે પણ ચેકિંગ અભિયાન હાથ ધરી વાપીની માહેશ્વરી લોજીસ્ટિક કંપની, વાપીના સ્ટાર બિલ્ડર અને પારડીના બિલ્ડર જતીન દેસાઇની ઓફિસમાં સતત બે દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરી હતી. આયકર વિભાગના સર્વેને લઇ વાપી-પારડીના બિલ્ડર સહિત ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
આયકર વિભાગે ગઇકાલે મોડી રાત્રે ત્રણેય સ્થળો ઉપર દસ્તાવેજોની તળિયાઝાટક તપાસમાં કુલ રૃ।. ૩૪.૪૦ કરોડનું કાળું નાણું ઝડપી પાડયું હતું.
જેમાં વાપીના સ્ટાર બિલ્ડર્સે રૃ।. ૪ કરોડ, માહેશ્વરી લોજીસ્ટિક કંપનીએ રૃ।. ૨૦ કરોડ અને પારડીના બિલ્ડર જતીન દેસાઇ રૃ।. ૧૦.૪૦ કરોડના કાળા નાણાંની કબૂલાત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
બે બિલ્ડરો અને એક કંપનીએ જાહેર કરેલા કાળા નાણા પૈકી નિયમાનુસાર કુલ રૃ।. ૩૪.૪૦ કરોડ ઉપર ૩૦ ટકા લેખે રકમ એડવાન્સ ટેક્સ રૃપે ભરાવાની રહેશે. આયકર વિભાગે બિલ્ડર અને કંપની સાથે સંલગ્ન વ્યક્તિઓને ત્યાં પણ સર્વે હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved