Last Update : 23-October-2012, Tuesday

 

ગુજરાત આવેલા બ્રિટિશ હાઇકમિશનર બેવને કહ્યું
ગુજરાત સાથે સંબંધો વિકસાવવા બ્રિટનનાં હિતમાં છે ઃ બ્રિટિશ હાઇકમિશનર

રાજકીય રીતે મોદીને સમર્થનનો પ્રશ્ન જ નથી ગુજરાત અંગેના દ્રષ્ટિકોણમાં બદલાવ આવ્યો છે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.૨૨
ભારત સાથેના વેપાર વહેવારો વધારવા માટે ગુજરાત જેવા ઝડપથી વિકસી રહેલા રાજ્યનો અનાદર કરવો ઉચિત નથી. તેથી જ બ્રિટીશ સરકારે ગુજરાત સાથે દસ વર્ષ પૂર્વે ગોંધરાના રમખાણો પછી સીમિત કરેલા વેપાર વહેવારો હવે ફરીથી વધારવા અને વિકસાવવા માટે પહેલ કરી છે. બ્રિટન અને ગુજરાત બંનેને હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં કોઈ વ્યક્તિને સમર્થન આપવું કે ન આપવું તેવો કોઈ જ સવાલ ઊભો થતો નથી. ગુજરાત સાથેના સંબંધોને સુધારી લઈને બ્રિટનના ગુજરાતમાંના હિતોને સાચવી લેવાની જ કવાયત છે.
આજે અહીં પત્રકારો સાથે વાતચીત કરતાં બ્રિટનના હાઈકમિશનર જેમ્સ બેવને કહ્યું હતું કે ૨૦૦૨ના હુલ્લડો થયા પછી કાયદાની જે પ્રક્રિયા ચાલી તે દરમિયાન કાનૂની કાર્યવાહી થઈ અને તેમાં ગુનેગારોને, ગુજરાત સરકાર સાથે સંકળાયેલા ગુનેગારો સહિતની વ્યક્તિઓને સજા કરવામાં આવી હોવાનું જોયા પછી અમે અમારા વલણમાં બદલાવ લાવવાનો નિર્ણય કર્યો છે. બ્રિટનની કંપનીઓના ગુજરાતમાં હિત છે અને બ્રિટનમાં વસતા સાહસિકોને પણ ગુજરાતમાં રસ હોવાથી આ દિશમાં પગરણ માંડવામાં આવ્યા છે. ગુજરાતના હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટો સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. તેમના ફીડ બૅક મેળવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુરોપિયન સંઘના કેટલાક દેશો આ નિર્ણયની તરફેણમાં છે અને કેટલાક દેશો તેનો હજીય વિરોધ કરી રહ્યા છે તે પણ એટલું જ સત્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્રતયા ગુજરાતના અને બ્રિટનના હિતમાં આ પગલું લેવામાં આવ્યું છે.
ગુજરાત સરકારનો વહીવટ સંગીન બને (ગુડ ગવર્નન્સ) આવે અને ૨૦૦૨માં માર્યા ગયેલા ત્રણ બ્રિટીશ નાગરિકોને પરિવારોને યોગ્ય ન્યાય અપાવી શકાય તે માટે અમે ઝડપથી વિકસતા ગુજરાત સાથેના સંબંધોને વધુ સંગીન પાયા પર લઈ જવાની પહેલ કરી છે. બીજું, અત્યારે અમારા ગુજરાત સાથેના વેપારી સંબંધો છે અને આ સંબંધોનો વ્યાપ વધુ વિસ્તરી શકે તેમ છે તેથી પણ આ પહેલ કરવામાં આવી છે. ૨૦૧૦માં ચૂંટાયેલી બ્રિટનની સરકારે લીધેલા નિર્ણયના ભાગરૃપે આ પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં રહેતા, ગુજરાતમાં રહીને કામ કરતાં તથા ગુજરાતની મુલાકાતે આવતા બ્રિટિશ નાગરિકોને સારામાં સારો ટેકો મળી રહે તેવો માહોલ અમે ઊભો કરવા માગીએ છીએ. બ્રિટિશ કાઉન્સિલ વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેશે અને બ્રિટનમાં ગુજરાતવાસીઓને શું ઑફર થઈ શકે છે તે દર્શાવશે.
તેમણે કહ્યું હતું કે ગુજરાત સાથે શિક્ષણ, વિજ્ઞાાન, ઇન્નોવેશન-નવસંસ્કરણ, ઉર્જા અને ક્લાઈમેટ ચેન્જ તથા વેપાર અને મૂડીરોકાણના ક્ષેત્રમાં સહયોગ વધારી શકાય તેમ છે. ગુજરાતમાંથી સંખ્યાબંધ વિદ્યાર્થીઓ, પર્યટકો, વેપારી સાહસિકો અને રોકાણકારો બ્રિટનમાં આવી રહ્યા છે. તેમાં હજીય વધારો થશે. અંગ્રેજી ભાષા શીખવવાના ક્ષેત્ર ઉપરાંત કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પણ ગુજરાત સાથે બહુ સારો સહયોગ થઈ શકે તેમ છે.

બ્રિટને ગુજરાત મુદે વલણ બદલ્યું છે ઃ ભાજપ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૨
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટિશ હાઇ કમીશનર જેમ્સ બેવન સાથેની મુલાકાત બ્રિટનના મોદી સાથેના ૧૦ વર્ષના અબોલાનો અંત જ નથી. પરંતુ તે આ રાજ્યના વિકાસની નોંધ બ્રિટનને લીધી છે તે દર્શાવે છે તેમ ભાજપે જણાવ્યું છે.
વિકાસની વાત કરતાં ભાજપના પ્રવક્તા નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે 'આ એકલા પાડવાની વાત નથી. મોદીએ ચીન અને જાપાન જેવા દેશોની મુલાકાત લીધી છે. કેટલાક સ્થાપિત હિતોના પ્રભાવ હેઠળ કેટલાક ચોક્કસ દેશોએ તેમની વિરૃધ્ધની વીઝા પોલિસી અપનાવી છે. બ્રિટન હવે મોદીની સાથે સાથે તેની વીઝા પોલિસીની સમીક્ષા કરતું હોય તેમ લાગે છે.'

મોદી સાથે જેમ્સની મુલાકાતને કોંગ્રેસે મહત્ત્વ ન આપ્યું
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૨
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બ્રિટિશના ભારત ખાતેના હાઇ કમીશનર જેમ્સ બેવનની મુલાકાતને કોંગ્રેસે ખાસ મહત્વ આપ્યું નથી. તેનું કહેવું છે કે મુખ્ય પ્રધાનનો હોદો એ બંધારણીય હોદો છે અને બ્રિટન પણ એવા જ બંધારણમાં માનતું હોવાથી તે કોઇને પણ મળવાનું નક્કી કરી શકે છે. પાર્ટીના પ્રવક્તા સંદીપ દીક્ષિતે જણાવ્યું હતું કે 'બ્રિટન એક સાર્વભૌમત્વવાળો દેશ છે. તેના હાઇ કમીશનર અને અધિકારીઓ કોઇને પણ મળી શકે છે.
મોદી પણ અન્ય મુખ્ય પ્રધાનની જેમ બંધારણીય હોદો ધરાવે છે.'

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved