Last Update : 23-October-2012, Tuesday

 
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે

 

સામાન્ય સંજોગોમાં આપણે જેવું માનતા હોઈએ છીએ કે કોઈ સ્ત્રીને છુટાછેડા આપી દેવામાં આવે તો તે ભારે દુઃખભરી સ્થિતિ કે મુશ્કેલીઓમાં મુકાઈ જતી હોય છે. પરંતુ જ્યારે કોઈ સ્ત્રીનો પતિ એટલો બેરહેમ, બિનજવાબદાર અને બુધ્ધુ હોય કે જેને પોતાના પરિવારની સારસંભાળ કેમ કરવી તેની આવડત ના હોય અને ઉપરથી દારૃ, જુગાર, વરલી-મટકા કે પરસ્ત્રી સંગની ખરાબ આદતો પડી ગઈ હોય ત્યારે આવા અધમ પુરૃષોથી તો તેમની પત્નિઓ શક્ય એટલા ઝડપથી છૂટાછેડા લઈ સ્વતંત્ર જીવન જીવવાનું વધુ પસંદ કરતી હોય છે. બોલીવુડમાં અને ટેલીવુડમાં પણ એવી કેટલીક અભિનેત્રીઓ આજે પણ મોજુદ છે જેઓ તેમના પતિના અસહ્ય ત્રાસથી વહેલામાં વહેલી તકે છૂટવા માંગતી હોય છે.
લેટેસ્ટમાં વાત કરું તો, પહેલી ટીવી ઉપર અપાર સફળતા મેળવનારી અને ત્યારબાદ 'બિગબોસ-૪'માં કામયાબી હાંસલ કરનારી, તથા ત્યારબાદ પોતાના પતિ સાથેના લડાઈ-ઝઘડા અને છેલ્લે મેળવેલા છુટાછેડા. ટીવી સીરિયલ 'કસૌટી જીંદગી કી'થી ટેલીવુડમાં ઘણી સફળતા મેળવનારી અભિનેત્રી શ્વેતા તિવારીની જીંદગી પણ એક ટીવી-સીરિયલથી એટલી રસપ્રદ નથી! તાજેતરમાં જ શ્વેતા તિવારીના તેના પતિ - રાજા ચૌધરીથી છૂટાછેડા મળી જતાં તે ભારે ખૂશખૂશાલ બની ગઈ છે! છૂટાછેડા મળવાના કારણે શ્વેતા તિવારી એટલી તો ખૂશખૂશાલ થઈ ગઈ છે કે તે ટુંક સમયમાં પોતાના મિત્રોને પાર્ટી આપવાનાં પ્લાનિંગ કરી રહી છે!
શ્વેતા તિવારીએ પાંચ વર્ષ પહેલા મુંબઈની બાન્દ્રા કોર્ટમાં છુટાછેડા માટે અપીલ કરી હતી. છુટાછેડા પછી તેના પતિ રાજા ચૌધરીને ધીરજ એપાર્ટમેન્ટનો ફ્લેટ મળી ગયો છે. બન્નેમાં લડાઈ દરમ્યાન આ ફ્લેટને શ્વેતાએ ક્ષતિગ્રસ્ત કરી નાંખ્યો હતો. શરત મુજબ ફ્લેટ લેનારો વ્યક્તિ પોતાની પુત્રી-પલકને મળશે નહીં! શ્વેતાએ કહ્યું કે છુટાછેડાના મામલામાં મારી અધિવક્તા-કલ્પનાએ ઘણી મદદ કરી છે. પહેલા તો હું રાજા સાથે વાત કરવામાં પણ ઘણી અસહજ મહેસુસ કરતી હતી. છુટાછેડાના કાગળો સાઈન કર્યા બાદ શ્વેતાએ જણાવ્યું કે દરરોજ દારૃ પીવો તે રાજાની એક આદત બની ગઈ હતી. મોડી રાત્રે ઘેર આવ્યા પછી તે મારામારી કરતો હતો. શ્વેતા બોલી કે 'અંત ભલા તો સબ ભલા.' રાજાથી છૂટકારો મળ્યા પછી તેને ઘણું જ સારું લાગી રહ્યું છે. 'અંદર ખાને' તો એવું પણ જાણવા મળ્યું છે કે છુટાછેડા બાદ શ્વેતા તિવારી 'જાને ક્યા બાત હૈ' સીરિયલના કો-સ્ટાર અને પોતાના નજીકના મિત્ર અભિનવ કોહલી સાથે લગ્ન કરી લેશે!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

જાપાન અત્યારસુધીની સૌથી ભીષણ મંદીમાં, વેપાર ખાધમાં ૯૦ ટકાનો વધારો

સાઉદી આરબે વધુ એક આરોપી ભારતને સોંપ્યો
દ.કોરિયાના પાટનગર સીઓલમાં પણ દુર્ગા મહોત્સવ
બાર સિલિન્ડર જોઈતા હોય તો ઘરમાં બે અલગ રસોડા દેખાડવા પડશે
ભ્રષ્ટાચારમાં ડૂબેલો ભાજપ આત્મમંથન કરે ઃ સોનિયા ગાંધી

કાંદિવલીમાં માતાએ પોણા બે વર્ષની દીકરી સાથે ૧૮મા માળેથી ઝંપલાવ્યું

જીવતો માણસ જમીન માટે મૃત જાહેર ઃ સંતોષ સિંહની અજબગજબની દાસ્તાન
પાકિસ્તાની જેલમાંથી મુંબઇના ગુજરાતી યુવકનો ગુરુવારે છુટકારો
લાન્સ આર્મસ્ટ્રોંગના ટુર ડી ફ્રાન્સના તમામ ટાઇટલને પાછા ખેંચી લેવાયા

ચેન્નાઈએ ઔપચારિક મુકાબલામાં યોર્કશાયરને ૪ વિકેટથી હરાવ્યું

બેર્ડીચે સોંગાને હરાવીને સ્ટોકહોમ ઓપન ટુર્નામેન્ટ જીતી
કોલકાતાએ એક માત્ર વિજય સાથે ચેમ્પિયન્સ લીગ પૂરી કરી
દુલીપ ટ્રોફી ફાઇનલ ઇસ્ટ ઝોનના ૬૧/૩

લક્ષ્મી મિત્તલને ખાસ શીખ એવોર્ડ

મક્કામાં ઇમારતમાં આગ ૧૩ તીર્થયાત્રી ઘાયલ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved