Last Update : 23-October-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૩-૧૦-૨૦૧૨, મંગળવાર
મહા નવમી - નવરાત્રિ સમાપ્ત - પારણાં
શુક્ર કન્યામાં ૧૯ ક. ૫૫ મિ. થી
બુધ વૃશ્ચિકમાં ૧૪ ક. ૪૭ મિ. થી

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૯ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૨૯ મિ. (સૂ) ૭ ક. ૨૬ મિ. (મું) ૭ ક. ૨૪ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૫ ક. ૩૪ મિ. સુધીમાં (૨૯ ક. ૩૪ મિ.) જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શ્રવણ સાંજના ૫ ક. ૨૮ મિ. સુધી પછી ધનિષ્ઠા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિકમાં ૧૪.૪૭ થી, ગુરૃ-વૃષભ, શુક્ર-કન્યામાં ૧૯ ક. ૫૫ મિ. શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-રાત્રે ૫ ક. ૩૪ મિ. સુધી મકર પછી કુંભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ. કા./૧/
માસ-તિથિ-વાર ઃ આસો સુદ નોમને મંગળવાર.
- આજે મહાનવમી, આસો નવરાત્રિ સમાપ્ત, પારણાં.
- સરસ્વતિ વિસર્જન સાંજના ૫ ક. ૦૩ મિ.
- પંચક રાત્રે ૨૯ ક. ૩૪ મિ. (૫ ક. ૩૪ મિ. મંગળવારની રાત્રિ, બુધવારની સવાર) સુધી આજથી રાષ્ટ્રીય કારતક મહિનો શરૃ.
- કન્યામાં શુક્ર ૧૯ ક. ૫૫ મિ. થી તેમજ બુધ વૃશ્ચિકમાં ૧૪ ક. ૪૭ મિ.થી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્હેજ માસનો ૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ખોરદાદ માસનો ૭ રોજ અમરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય.

 

વૃષભ ઃ દેશ-પરદેશની કાર્યવાહિમાં સાનુકૂળતા છતાં વ્યગ્રતા અનુભવો. ધંધામાં નવો કોઈ ઓર્ડર કે ઓફર આવવાથી ઉત્સાહ જણાય.

 

મિથુન ઃ દિવસ દરમિયાન વ્યગ્રતા-બેચેની સાથે શારીરિક અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. વિચારોની અસ્વસ્થતામાં વાહન ધ્યાનથી ચલાવવું.

 

કર્ક ઃ ઈચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતથી આપ આનંદ અનુભવો. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ-અનુભવ-આવડત કામે લાગે.

 

સિંહ ઃ આપના રૃકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ લાવવા માટે દોડધામ-ખર્ચ-અનુભવાય. નોકર-ચાકરવર્ગથી તકલીફ રહે.

 

કન્યા ઃ આપની બુદ્ધિ-અનુભવ-આવડતના આધારે કામમાં પ્રગતિ કરી શકો. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ અનુભવાય.

 

તુલા ઃ વિચારોની દ્વિધા અનુભવાય. મહત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી રહે. મિત્રવર્ગ-સગા-સંબંધી વર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે.

 

વૃશ્ચિક ઃ યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચનાથી હર્ષ-લાભ અનુભવો. ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગનો, સાથ-સહકાર પ્રાપ્ત કરી શકો.

 

ધન ઃ આપને કામકાજમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાને લીધે કામ કરવાનો ઉત્સાહ વધે, આવક થાય.

 

મકર ઃ આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ કરવા માટે દોડધામ-શ્રમ જણાય. નોકરી-ધંધાની, ઘર-પરિવારની જવાબદારી સાથે નિભાવવી મુશ્કેલ પડે.

 

કુંભ ઃ રાજકીય-સરકારી કામમાં આપના ધાર્યા પ્રમાણેનું કામ થઈ શકે નહીં. અન્યની ભૂલના લીધે કે અન્યના ભોગે આપ ફસાઈ ના જાવ તેની તકેદારી રાખવી.

 

મીન ઃ યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. કામકાજમાં સાનુકૂળતા-સફળતા મેળવી શકો. પુત્ર-પૌત્રાદિકથી હર્ષ-લાભ રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૩-૧૦-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહમાં પસાર થાય. વર્ષનો પ્રારંભ આપના માટે સાનુકૂળ રહે. આપના ધાર્યા પ્રમાણેનું ગણત્રી પ્રમાણેનું કામકાજ કરી શકો. નોકરી-ધંધામાં નવી કોઈ ઓફર આવે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ-સાનુકૂળતા મળી રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં આપને મુશ્કેલી-ચિંતા અનુભવાય. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારનો સામનો કરવો પડે. ખર્ચમાં વધારો થાય. સ્ત્રીવર્ગને વર્ષાન્તે સાસરીપક્ષ-મોસાળ પક્ષની ચિંતા રહે. વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે. વિદ્યાર્થીબંધુએ પરીક્ષામાં બેદરકારી રાખવી નહીં.

 

સુપ્રભાતમ્

વર્ણ, આકૃતિ, પ્રતિસાદ- અવાજનો પડઘો, આંખ અને ચહેરા ઉપર થતા ફેરફાર- આ બધા ઉપરથી બુદ્ધિશાળી માણસો સામા માણસનાં મન કળી જાય છે, એટલે રાજાએ મંત્રણાઓ એકાંતમાં કરવી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલી પોતાની બહેનપણી ચંપાને કહી રહી હતી, 'આજથી હવે હું એક પણ પુરુષ ઉપર વિશ્વાસ નહીં મુકું...'
'કેમ, શું થયું?' ચંપાએ પૂછ્યું, 'તેં તારા પ્રેમીને કોઈ બીજી છોકરી સાથે જોયો?'
'ના, એવું નથી' લીલી બોલી, 'પણ ઉલટું છે મારા બોય ફ્રેન્ડ મને બીજા બોયફ્રેન્ડ સાથે જોઈ લીધી... એ મને એમ કહીને ગયેલો કે એ બે દિવસ માટે બહાર ગામ જાય છે... સાવ જૂઠો નીકળ્યો...'

[Top]
 

આજ ની રેસીપી

પુલાવ-વૈવિઘ્ય

સોયા-પનીરનો પુલાવ

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ ચોખા, ૨૦૦ ગ્રામ સોયાપનીર, (સોયામાંથી બનાવેલું દૂધ), ૨૫ ગ્રામ તલ, અડધો ચમચો અડદની દાળ, ૧૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૪ લાલ મરચાં, ચપટી હીંગ, ૧ ચમચી રાઈ સ્વાદ પ્રમાણે, મીઠું તળવા માટે ઘી, ૪ કપ પાણી.

 

રીત ઃ તલને પ્રથમ શેકી લો, ઘીમાં લાલ મરચાં અને હંિગ નાખી તેમાં ચોેખા અને પનીર નાંખી પ્રમાણસર પાણી નાખી થવા દો, તેમાં શેકેલા તલ પણ નાંખી દો. પુલાવ થઈ જાય એટલે થોેડા ઘીમાં રાઈ, અડદની દાળ અને નાળિયેરના છીણનો વઘાર કરો. ઉપર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved