Last Update : 22-October-2012, Monday

 

કેજરીવાલની કાતિલ કેરમ-કુકરી !

- મન્નુ શેખચલ્લી

 

રાજકારણમાં કેજરીવાલની એન્ટ્રી થતાં જ બધા પક્ષોમાં હલચલ મચી ગઈ છે !
મોટા મોટા મહારથીઓને એમ લાગે છે કે યાર, આ છછૂંદર જેવા નેતાનું કરવું શું ? સામાન્ય રીતે તો પોલિટીકસમાં સામસામી ટાંટિયાખેંચ અને એકબીજા ઉપર ઢોળી દેવાની આદતને કારણે આખી ગેમ 'કબડ્ડી' કે 'ખો ખો' જેવી લાગતી હતી.
પરંતુ કેજરીવાલની એન્ટ્રી પછી આખી રમત 'કેરમ' જેવી લાગે છે ! જુઓ...
* * *
કેજરીવાલે પહેલી કુકરી મારી રોબર્ટ વઢેરા પર...રોબર્ટની કુકરી જઈને વાગી ડીએલએફને...ડીએલએફની ટક્કરથી દિગ્વિજય રોબર્ટને બચાવવા દોડયા... પણ ડીએલએફની બીજી ટક્કર લાગી હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ચૌટાલાને... ચૌટાલાની કુકરી તડાતડી બોલાવવા લાગી...અને ત્રીજી ટક્કર લાગી પેલા આઈએએસ ઓફીસર ખેમકાને...ખેમકાએ કુકરી મારીને જમીન સોદો રદ કર્યો... એટલે એવી ટક્કર લાગી કે હરિયાણા સરકારની બધી કુકરીઓ ખળભળી ઊઠી અને છેવટે ખેમકાની કુકરીને બદલીની ટક્કર વાગી...
...હજી કંઈ કેટલીયે કુકરીઓ એકબીજાની અડફેટે ચડવાની છે. જોતા રહેજો...
હવે આવો મહારાષ્ટ્રના કેરમબોર્ડમાં !
દિલ્હીમાં બેઠે બેઠે કેજરીવાલે કુકરી મારી ભાજપના પ્રમુખ ગડકરીને... ગડકરીની કુકરી ગડગડ કરતી ગબડતી બબડતી કેજરીવાલ ભણી દોડી... ત્યાં તો કોંગ્રેસીઓની કુકરીઓ ગડકરી સામે ટકરાવા લાગી... આટલું ઓછું હોય એમ કેજરીવાલની એક જુની સાથી કુકરી કેરમબોર્ડમાં કૂદી પડી... વાય એન સિંહ નામના ઓફીસરની આ કુકરીએ ટક્કર તો કેજરીવાલને મારી... પણ અડફેટે ચડયા શરદ પવાર, ગડકરી અને અજીત પવાર...
હવે મહારાષ્ટ્રમાં ખળભળી ઊઠેલી આ કુકરીઓ એકબીજા સામે ટકરાવાની ! જોતા રહેજો...
* * *
પેલા સલમાન ખુરશીદની તો વાત જ રહી ગઈ...
કેજરીવાલે કચકચાવીને ખુરશીદને એવી કુકરી મારી કે બિચારા એરપોર્ટથી ઉછળતા કૂદતા ભાગતા જઈ પહોંચ્યા પત્રકાર પરિષદમાં... પરિષદમાં 'ઈન્ડિયા ટુડે'ના પત્રકારોની કુકરીઓ એવી જોરથી એમની સામું ધસી આવી કે ખુરશીદની કુકરી ખુરશીમાંથી ઉછળી !... 'આઈ વિલ સી યુ ઈન કોર્ટ !'
પણ કેજરીવાલની કુકરીના મારની કળ હજી વળી નહોતી. બીજા દિવસે ખુરશીદની કુકરી ખાનગીમાં ખખડવા લાગી...''વો કૂકરી મેરે એરિયા મેં આ કર દિખાયે ! આ તો જાયેંગે મગર જા નહીં પાયેંગે...''
હવે જોવાનું છે કે બીજી નવેમ્બરે કેજરીવાલની કુકરી ખુરશીદના કેરમબોર્ડ ફરૃખાબાદમાં જઈને કેવી કેવી ટક્કરો મારે છે !
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved