Last Update : 22-October-2012, Monday

 

સરહદી વિવાદો છતાં પોઝિટિવ સ્થિતિ
ભારત - ચીન વચ્ચે ૭૫ અબજ ડોલરનો તગડો વેપાર થાય છે

 

- ચીનની ઘૂસણખોરી ચિંતાજનક છતાં બે એશિયન જાયન્ટ ખુશ છે...

 

ભારત-ચીન વચ્ચેના ઓક્ટોબર ૧૯૬૨ના યુધ્ધને ૫૦ વર્ષ પુરા થયા છે. આ વર્ષો દરમ્યાન ચીને વારંવાર નાના છમકલાં કરે રાખ્યા છે અને ઘૂસણખોરી તેજ બન્યા હોવાના અહેવાલો પણ આવ્યા કરે છે. આ બે એશિયન જાયન્ટસ વચ્ચે ભલે કોલ્ડવોર ચાલતી હોય પરંતુ ભારત અને ચીન વચ્ચે વર્ષે-દહાડે ૭૫ અબજ ડોલરનો વેપાર થાય છે. કહે છે કે આ જંગી વેપારના કારણે બંને દેશો સરહદી સંઘર્ષથી દુર રહી શક્યા છે. ચીનના માલનું ડમ્પીંગ પણ ભારત માટે ચિંતાજનક છે. ભારત ચીનને ૧૦૦ ડોલરની આઈટમ વેચે છે તો સામે ચીન ૩૨૦ ડોલરની આઈટમો ભારતમાં ઘૂસાડે છે. ભારતની કંપનીઓ ચીનમાં નાણા રોકે છે એમ ચીનની કંપનીઓ ભારતમાં નાણા રોકે છે. કોમર્સ મંત્રાલયના જણાવ્યા અનુસાર ચીનની કંપનીઓ ભારતમાં નાણા રોકે છે તેના કરતા વધુ નાણા ભારતની કંપનીઓ ચીનમાં રોકે છે. ઓક્ટોબર ૨૦૧૧ સુધીના આંકડા પર નજર કરીએ તો ભારતે ચીનમાં ૪૫ ટકા વધુ રોકાણ કર્યું છે. ભારતની ચીનમાં એફડીઆઈ ૪૩૨ મીલીયન ડોલર છે. આ નાણાં ૬૭૬ પ્રોજેક્ટસમાં રોકાયેલા છે. જ્યારે ચીનની કંપનીઓએ ભારતમાં ૨૯૮ મીલીયન ડોલર રોક્યા છે...
ચીનના 'મેઈડ ઈન ચાઈના'ના લેબલ હેઠળ આવતા માલના કારણે ભારતના ઘણાં ઉદ્યોગોને તાળાં વાગી ગયા છે કે મંદા પડી ગયા છે. ઉદાહરણ તરીકે તાળાં ઉદ્યોગ નેતા ક્યારનાંય તાળાં વાગી ચૂક્યા છે. ટેક્સટાઈલ માર્કેટ પર તો ચીનના માલનું રીતસરનું આક્રમણ છે. છેલ્લા એક દાયકા પર નજર કરીએ તો ભારતમાં ચીનની આયાતમાં ૬૦૦૦ ટકાનો વધારો થયો હતો.
ચીનમાં રોકાણ કરતી ભારતીય કંપનીઓના ડો. રેડ્ડી, અરવિંદા ફાર્મા, મેટ્રીક્સ ફાર્મા, એનઆઈઆઈટી, ભારત ફોર્જ, ઈન્ફોસીસ, ટીસીએસ, એપટેક, વિપ્રો, મહિન્દ્રા સત્યમ, એસલ પેકેજીંગ, સુઝલોન એનર્જી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રી, સનડ્રેમ ફાસ્ટનેસ, મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર, ટાટા સન્સ, બિનાની સિમેન્ટ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા વગેરેનો સમાવેશ થાય છે.
જ્યારે ભારતમાં રોકાણ કરતી ચીનની કંપનીઓમાં હુઆવી ટેકનોલોજીસ, ઝેડટીઈ, ટીસીએલ, હેઅર, સીનોસ્ટીલ, શોહુગેંગ ઈન્ટરનેશનલ, બાઓશન આયર્ન એન્ડ સ્ટીલ લીમીટેડ, સેની હેવી ઈન્ડસ્ટ્રી લીમીટેડ, ચોન્ગક્વીંગ લીફાન ઈન્ડસ્ટ્રી, ચાઈના ડોંગફંગ ઈન્ટરનેશનલ, સાઈનો હાઈડ્રો કોર્પોરેશન શાંગહાઈ ઈલેક્ટ્રીકલ્સ, હરબીન ઈલેક્ટ્રીક, ડોંગફંગ ઈલેક્ટ્રીક શેનહંગ ઈલેક્ટ્રીક વગેરેનો સમાવેશ થાય છે.
આ બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય વેપાર પર નજર કરો તો ૨૦૦૦ના વર્ષમાં ૨.૯૨ અબજ ડોલરનો વેપાર હતો આજે દશ વર્ષમાં તેમાં આશ્ચર્યજનક એવો ૨૪૦૦ ટકાનો વધારો થયો હતો. જો કે આ વેપારી સંબંધોમાં ચીનનો હાથ ઉપર છે.
એક તરફ સરહદી વિવાદો અને બીજી તરફ દ્વિપક્ષીય બહોળો વેપાર એ બંનેની વચ્ચે ભારત અને ચીન વચ્ચેના ડીપ્લોમેટીક વ્યવહારોએ પોઝીટીવ ભાવ ભજવ્યો હતો. ૨૦૦૬ અને ૨૦૧૧ દરમ્યાન ભારતના બે વિદેશ સચિવો શિવશંકર મેનન અને નિરૃપમા રાવે ચીન સાથે વેપારી સંબંધો વિકસાવવામાં ઘણી મહેનત કરી હતી. ઉદાહરણ તરીકે લખીએ તો નવેમ્બર ૨૦૧૦માં જ્યારે હાલના નેશનલ સિક્યોરીટી એડવાઈજટ શિવશંકર મેનને ચીનની મુલાકાત લીધી ત્યારે તે વાઈસ પ્રેસિડેન્ટ ઝી. ઝીનપીંગને પણ મળ્યા હતા. તે ચીનના નવા પ્રમુખ તરીકે આવી રહ્યા હોવાના સંકેત મળ્યા છે.
તાજેતરના ત્રણ વિદેશ સચિવો પૈકી બે જણાએ તો ચીનના રાજદુત તરીકે કામ કર્યું છે. ચીન સાથે સંબંધો વિકસાવનાર રાજદુતો નિવૃત્ત થાય ત્યારે પણ સરકારે તેમને સારા હોદ્દા પર બેસાડયા હતા.
વૈશ્વિક દેશોના વેપારો પર ધ્યાન આપીએ તો બે મોટા દેશો વચ્ચેનો વેપાર અનેક રીતે લાભદાયી છે તો અન્ય દેશોને તે ખુંચે પણ છે. ચીનના માલોના ડમ્પીંગનો અમેરિકાએ વિરોધ કર્યો ત્યારે ભારત ચૂપ રહીને ડિપ્લોમેટીક કુનેહ વાપરી હતી.
ઈમ્પોર્ટ-એક્સપોર્ટની લાઈનમાં પડેલા તમામની નજર ચીન સાથે વેપાર કરવા પર હોય છે. એવરેજ દર મહિને ગુજરાતના વેપારીઓનું પ્રતિનિધિ મંડળ ચીનની મુલાકાત લે છે. કેટલાક સમય પહેલાં એક કંપની ગુજરાતના પત્રકારો અને ફોટોગ્રાફરોને ચીનની મુલાકાતે લઈ ગઈ ત્યારે દરેકને સુચના અપાઈ હતી કે દશ દિવસ ચાલે એટલો નાસ્તો સાથે રાખવો. પત્રકારોએ મુલાકાતના છેલ્લા દિવસોમાં ઢેબરાં અને ખાખરા ખાઈને પેટ ભર્યું હતું. જોકે, આ તો આડ વાત થઈ પરંતુ ગુજરાતના વેપારી પ્રતિનિધિ મંડળો તો રસોઈયા સાથે લઈને જાય છે જેથી ચીનની નોન-વેજ આઈટમોથી દુર રહી શકાય.
ચીનમાં મેડીકલ એજ્યુકેશન પણ ભારત કરતાં ૭૦ ટકા ઓછું છે. ભારતમાં મેડીકલ કોર્સ માટે દશ લાખનો ખર્ચો થાય છે તો ચીનમાં તે ૭૦ ટકામાં થાય છે. ચીનમાં મેડીકલ એજ્યુકેશન લેનારે ભારતમાં રજીસ્ટ્રેશન માટે અલગથી પરીક્ષા આપવાની હોય છે. આજે ગુજરાતના ઘણાં વિદ્યાર્થીઓ ચીનમાં ભણે છે.દરેક દેશને યુધ્ધ કરતા વેપારમાં વધુ રસ હોય એ સ્વભાવિક છે. ચીન સાથેની કોલ્ડવોર જ્યારે પણ આક્ષેપબાજીથી વિવાદાસ્પદ બને છે ત્યારે બંને દેશો વચ્ચેનો વેપાર વિવાદો પર ઠંડુ પાણી રેડી દે છે. ભારત અને ચીનના વધતા વેપાર પર અમેરિકાની પણ નજર છે. આ બે એશિયન જાયન્ટસ વચ્ચે વધતો વેપાર યુરોપના દેશોને અને અમેરિકાને ખૂંચી રહ્યો છે.ભારત અને ચીન વચ્ચેનો વધતો વેપાર બંને દેશો માટે લાભદાયી બની રહ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કિંગફિશર ધ્વસ્ત, માલ્યા રેસમાં વ્યસ્ત અને પુત્ર મોડેલો સાથે મસ્ત
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડીરોકાણ માટે સ્વિસ કંપનીઓને ભારતનું આમંત્રણ

જે ઘરમાં ટોઈલેટ ન હોય ત્યાં ન પરણવા કન્યાઓને રમેશની વિનંતી

વાજપેયી અને અડવાણીના પરિવાર સામેના પુરાવાને કોંગ્રેસ શસ્ત્ર નહીં બનાવે ઃ દિગ્વિજય
શહેરમાં ફેલાયેલી ડેંગ્યુની બીમારીનો શિકાર ફિલ્મ સર્જક યશરાજ ચોપડા થયા

ભારતમાં વધેલા ઓડિટ આઉટસોર્સથી અમેરિકી ઇન્વેસ્ટરો ચિંતિત બન્યા

એન્ટાર્કટિકા ખંડમાં પહેલી વખત આખેઆખી ફિલ્મનું શૂટિંગ થયું
અમેરિકી યુવાનના આખા ચહેરાનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું
સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

દિલ્હી ડેરડેવિલ્સે પર્થ સામે ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો

મારે ફોર્મ પાછું મેળવવા માટે એક જ મોટી ઇનિંગની જરૃર છે
ઔપચારિક ટી-૨૦માં ચેન્નઇએ મુંબઇ ઇન્ડિયન્સને પરાજય આપ્યો
તાબીશની હેટ્રિક ઃ પાકિસ્તાને વર્લ્ડ ઇલેવનને ૮૪ રનથી હરાવી

ટોમ હેન્ક્સ ગૂડ મોર્નિંગ અમેરિકા નામના ટીવી શોમાં ગાળ બોલ્યા!

ઈંગ્લેન્ડમાં બે ઈજનેરો વાપરે છે મોર્ડન જમાનાનું બેકવર્ડ કમ્પ્યુટર
 

 

 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved